________________
ગુચ્છક ]
સતુવાદ
૪૩૯
લાગ્યા. આગળ જતાં તેને એક જૈન મુનિ મળ્યા. તેમને પ્રણામ કરી રાજાએ પૂછ્યું' કે હું મહારાજ ! આપ અહીં એકલા કેમ બિરાજે છે ? મુનિએ કહ્યું કે આત્માના ઉદ્ધાર કરવા. રાજા–આત્મદ્ધાર કેમ થાય ? મુનિ-સર્વે જીવેાને પોતાના સમાન ગણવાથી. રાજાએ કેમ બને ? મુનિ-અહિંસાવ્રત આદરવાથી. રાજા–એ વ્રત કેમ આદરાય ? મુનિ-સંયમના સંચય કરવાથી. રાજા–એ કેવી રીતે ખને ? મુનિસ પ્રરૂપિત પાંચ મહાવ્રત આદરવાથી. આ સાંભળી રાજાએ કહ્યું કે જો એમ છે તે મને તે મહાત્રતા આપે. આમ કહી રાજ્ય-લક્ષ્મીના તૃણવત્ ત્યાગ કરી પક્ષિ-હિંસાના પાપથી નિવૃત્ત થવા એ રાજાએ દીક્ષા અંગીકાર કરી. અનુક્રમે વિધિપૂર્વક તપશ્ચર્યાં કરી તેણે તેોલેશ્યાની લબ્ધિ પણ મેળવી.
પેલું પંખી મરીને બિલ્લુ થયું. એક વેળા આ રાજિષને જતા જોઈ પૂર્વ ભવના વૈર-ભાવ પ્રીસ થતાં લાકડી વગેરે મારીને એ ભિન્ન તેની કદર્થના કરવા લાગ્યા. તેોલેશ્યા મૂકી ભસ્મીભૂત કરવાથી પાપ લાગશે એ ભૂલી જઈ આ ત્રિવિક્રમ રાજર્ષિએ તે તે લબ્ધિને ઉપયોગ કરી એને ખાળી મૂક્યા. ભિલ્લમરીને કઇક જંગલમાં સિંહ થયા. ત્યાં પણ આ રાજર્ષિ જઈ ચડ્યા. પૂના વૈરથી પ્રેરાઇને તે સિ ંહ એની સામે ધસી આવ્યું. આ ફેરી પણ તેોલેશ્યા મૂકી એને આ મુનિએ ખાળી નાંખ્યા. મરીને તે દીપડા થયા. તેની નજરે આ મુનિ પડતાં તે પણ એને મારવા દોડયા. આ વખતે પણ તેજોલેશ્યા વડે મુનિએ તેના પ્રણ લીધા. મરીને તે સાંઢ થયા. આ મુનિને જોતાં તેને બહુ ક્ર:ધ ચડ્યા અને એ એના તરફ પૂર જોસથી ધસ્યા. આ વેળા પણ મુનિએ તા તેોલેશ્યાના પ્રયાગથી એને સળગાવી મૂકયેા. મરીને તે સ થયા. આ મુનિના મેળાપ થતાં તે તેને ડસવા દોડયા, પરંતુ મુનિએ તે તેજોલેશ્યા મૂકી તેને બાળીને ભસ્મીભૂત કરી દીધા. આ સર્પ મરીને બ્રાહ્મણ થયા. તેના જેવામાં આ મુનિ આવતાં તેણે એની ખૂબ નિંદા કરી. આથી ચીડ ચઢતાં મુનિએ તેજોલેશ્યા વડે તેને સ્વધામ પહેાંચાડી દીધા.
અહાહા કેવી તિરસ્કરણીય ખીના ! એક પંખીની હત્યાથી ઉદ્ભવેલા પાપથી બચવા માટે રાજપાટ છેડી જૈન દીક્ષા લીધેલાને હાથે સાત સાત હત્યા થઇ! કેવી મૂર્ખતા ! આ તે આગ ઓલવવા માટે ઘસ્લેટને ઉપયોગ થયા !! નિવિવેકીને સવરનું સ્વપ્નું હાય કે ? કયાં ખહારથી જૈન મુનિના વેષ અને અંદરથી કુટિલ કર્મ-બંધ ! ! !
4
પેલા બ્રાહ્મણ મરીને વારાણસી નગરીમાં મહાબાહુ નામે રાજા થયા. યથાપ્રવૃત્તકરણાદિકે કરીને કાઇ શુભ કર્મના ઉદય થતાં કાઇક જૈન ૧ જુઆ આર્હતદર્શનદીપિકા (પૃ. ૯૧–૧૦૪),
Jain Education International
.
For Private & Personal Use Only
www.jainelibrary.org