________________
ગુફે ]
સાનુવાદ
૪૧
મેળવી રાણીની ઇચ્છા વિરૂદ્ધ એને પરણાવી દીધાં. આથી રાણીએ ખિન્ન થઈ દીક્ષા ગ્રહણ કરી. તપશ્ચર્યા કરી આયુષ્ય પૂર્ણ થતાં તે દેલેકમાં ઉત્પન્ન થઇ. કેટલેક કાળે પુષ્પકેતુ રાજા મરણ પામ્યા પછી પુષચૂલ પેાતાની સગી બેન પુષ્પચૂલા સાથે સંસાર–સુખ ભોગવવા લાગ્યા.
દેવગતિમાં ગયેલી પુષ્પાવતી રાણીના જીવે અવિધિજ્ઞાનથી આ કૃત્ય જાણ્યું. તેના પ્રતીકાર તરીકે તેણે પોતાની પ્રિય પુત્રી પુષ્પચૂલાને બેધ આપવા વિચાર કર્યાં. પ્રથમ તે તેણે એને સ્વપ્નમાં નરકનાં દુઃખા બતાવ્યાં. આ સ્વપ્નથી ભય પામેલી પુષ્પચૂલાએ પોતાના પતિને નરકનાં દુઃખા સબંધી વાત કહી સંભળાવી. પુપચૂલે જુદા જુદા દર્શનવાળા પિતાને રાજસભામાં ખેલાવી પૂછ્યું કે નરક કેવી હાય ? કેાઇએ કહ્યુ` કે આ જગમાં ગર્ભાવાસમાં વસવું એ જ નરક છે. કેાઇએ ઉત્તર આપ્યું કે કેદખાનામાં પૂરાવું એ જ નરક છે. કાઇએ જણાવ્યુ` કે પારકાની તાબેદારી વેઠવીએ જ નરક છે. રાણીને આ ઉત્તા પસંદ નહિ પડવાથી રાજા તેને કેાઈ જૈન મુનિ પાસે લઇ ગયા અને તેમને નરકનું સ્વરૂપ પૂછ્યું. એમને ઉત્તર પેાતાના સ્વપ્ને મળતા સાંભળી રાણીએ મુનિને પૂછ્યું કે શું તમને પણ મારા જેવું સ્વપ્ન આવ્યું હતું ? એના જવાષમાં મુનિશ્રીએ કહ્યું કે ના, મેં તે જૈન શાસ્ત્ર પ્રમાણે આનું સ્વરૂપ નિવેદન કર્યું છે.
બીજી રાત્રિએ રાણીએ દેવ-માયાથી સ્વપ્નમાં સ્વર્ગનાં સુખા જોયાં. આ સંબંધમાં રાજાએ બાન્દ્રાદિ સાધુઓને પૂછ્યું, પરંતુ સંતાષકારક ઉત્તર તા આખરે જૈન મુનેિ પાસેથી જ મળ્યેા. એમની તરફથી રાણીને જાણવાનું મળ્યું કે શ્રાવક કે સાધુના ધર્મ પાળવાથી સ્વર્ગ મળે છે. આથી રાણી પ્રસન્ન થઇ અને દીક્ષા લેવા માટે તેણે પતિની રજા માંગી. રાજાની રાણી ઉપર એટલી બધી આસક્તિ હતી કે તે તેના વિના રહી શકે તેમ ન હતું. આથી જો તું રાજ મારે ઘેર ભોજન લેવા આવે તેમ હાય તા તું દીક્ષા લે એવી સરતે રાજાએ મહેાત્સવ પૂર્વક તેને અણુિ કા-પુત્રાચાર્ય પાસે દીક્ષા અપાવી,
કેટલાક દિવસ પછી જ્ઞાન મળથી દુકાળ પડનાર છે એમ જાણી આચાર્ય પોતાના શિષ્યાને અન્યત્ર વિહાર કરી જવા સૂચવ્યુ અને પોતે એકલા રહ્યા. આ વખતે આહારપાણી લાવવાનું તેમજ સેવા કરવાનુ કામ પુપચૂલા કરવા લાગી. તેમની સેવા એમણે એવા શુદ્ધ ભાવથી કરી કે આ સાધ્વીશ્રી કેવલજ્ઞાન પામ્યા, છતાં આચાર્યની સેવા કરવાનું કામ તેમણે ચાલુ રાખ્યુ. નિર્મળ જ્ઞાનના પ્રભાવથી તેએ આચાર્યને મનગમતા આહાર લાવવા લાગ્યા. આથી અચંબો પામી આચાર્યશ્રી મેલ્યા કે હે ભદ્રે ! કેટલાક દિવસથી તું
૫૧
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International