________________
૩૮૮ વિરાગ્યરસગ્નજરી
[ પંચમ પણ ભ્રમિત કરશે અને તે દ્વારા પિતાનામાં બાહ્યપણાને આરોપ કરી તેવું સંવેદન કરાવી શકશે, માટે વિરાધને અવકાશ ક્યાં રહ્યો તે એ કથન પણ
વ્યાજબી નથી. એનું કારણ એ છે કે શું અવિદ્યાને આપ સંવૃત્તિસતીરૂપ યાને મિથ્યાજ્ઞાનરૂપ કે પરમાર્થ તીરૂપ માને છે તે જાણવું બાકી રહે છે. જે સંવૃત્તિસતીરૂપ માનશે તે વિચાર કર્યા વિના એ વાત કદાચ રમણીય લાગે, પરંતુ વસ્તુતઃ તેમ છે જ નહિતે પછી તેના અસવને લઈને જ્ઞાનમાં વ્યાહ કેવી રીતે ઉદ્ભવી શકે? પરમાર્થ તીરૂપ પક્ષ પણ ઠીક નથી. એ પક્ષમાં તે એને ઉત્તરકાલીન બાધક જ્ઞાનથી જ પૂર્વનું બ્રાનિતવાળું જ્ઞાન કહી શકાય. જેમ અવિદ્યા યાને મિથ્યાજ્ઞાનને લીધે સામે રહેલા પદાર્થને ચાંદી માનીને તેને લેવાની ઈચ્છાથી પાસે આવનારને છીપ જોઈને ખ્યાલ આવે કે આ તે મારો ભ્રમ હતું તેમ પ્રકૃતમાં મિથ્યાજ્ઞાનને વશ હોવાથી જ્ઞાન પિતાના આ કારમાં બાહ્યરૂપ આરોપણ કરે છે ત્યારે બાધક બળથી કઈ વખતે આ નીલ નથી એવા જ્ઞાનનો ઉદય થવે જોઈએ, પરંતુ આપને ત્યાં તેમ તે થતું નથી તે તેનું શું કારણ છે? આને ઉત્તર જે જ્ઞાનાતવાદી એમ આપે કે ત્યાં આદિમત્વ (અદિ હોવાપણું) હોવાને લીધે બાધક જ્ઞાનનો ઉદય થાય, પરંતુ અવિદ્યા તે અનાદિ હોવાથી અમારે દેષને અવકાશ જ નથી, તો એ ઉત્તર યુકિત-વિકલ છે. એનું કારણ એ છે કે અવિદ્યાનું છાયાની પેઠે સદા સાહચર્ય હેવાથી જ્ઞાનમાં બ્રાન્તતાના પ્રસંગને લઈને સત્ય જ્ઞાન કદાપિ ઉભવશે જ નહિ અને તેમ થતાં તે સર્વજ્ઞતાની હાનિ થવાની અને પરલોક માટે કરાતાં અનુષ્ઠાને નિષ્ફળ જવાનાં. વિશેષમાં ભ્રાન્તત્વ અને અભ્રાન્તત્વ એવા વિભાગોને અભાવ હોવાથી સ્વપ્ન-અવસ્થા અને જાગરણ–અવસ્થા વચ્ચે કશો ભેદ રહેશે નહિ અર્થાત્ આ સ્વપન-અવરથા દરમ્યાનનું જ્ઞાન છે અને આ જાગૃત અવસ્થાનું છે તેમજ આ જ્ઞાન બ્રાન્ત છે અને આ અબ્રાન્ત છે એવી પણ વિશેષતા સંભવશે નહિ.
કહેવાનો મતલબ એ છે કે વાસ્તવિક કર્તા, કરણ, કર્મ, દેશ, કાલ વગેરે પ્રબંધોથી રહિત અને કેઈક વાર સત્યતાને જણાવવાવાળી એવી જ્ઞાનની અવસ્થા તે સ્વપ્ન છે, જ્યારે કર્તા, કરણ વગેરે પ્રબંધથી યુક્ત કેઈક જ અર્થના કવચિત્ બાધક એવા જ્ઞાનને જાગરણ-અવસ્થા જાણવી. આથી કરીને લોક જાગરણ-જ્ઞાનને સ્વપ્ન-શાનનું બાધક ગણે છે. -અવસ્થામાં પ્રાપ્ત થયેલા પદાર્થો જાગૃત અવસ્થામાં તે રૂપે ઉપલબ્ધ નહિ થતા હોવાથી તેમજ તેની અર્થ ક્રિયા પણ નહિ થઈ શકતી હેવાથી અર્થની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિ પણ નહિ હેવાથી સર્વજ્ઞાનને લેક અસત્ય ગણે છે, જ્યારે જાગૃતજ્ઞાનની અર્થ –ક્રિયા કરવાથી તે વસ્તુ પ્રાપ્ત થતી હોવાથી તે શુદ્ધ પ્રવૃત્તિને લઈને જાગૃતજ્ઞાનને લોક સત્ય ગણે છે. વળી સમગ્ર જ્ઞાન અવિદ્યાથી આચ્છાદિત છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org