________________
ગુચ્છક ] સાનુવાદ
૩૮૫ જણાવે છે એમ કહેશો તે તે જ્ઞાનમાં ચિત્ર આકારનો પ્રતિભાસ નહિ થવાને પ્રસંગ ખડો થાય છે તેમજ જ્ઞાન ક્ષણિક હેવાથી તેટલા વખત સુધી તે ટકતું નથી. એક સાથે જણાવે છે એ વાત પણ યુતિ-વિકલ્પ છે, કેમકે એ સંબંધમાં બે પ્રકનો ઉપસ્થિત થાય છે. શું તે જ્ઞાન એ વિવિધ આકારેને અનેક રૂપથી જાણે છે કે એક રૂપથી ? પ્રથમ વાત અંગીકાર કરવાથી તે તેનાથી અભિન્ન એવા જ્ઞાનમાં પણ વિરુદ્ધ વિવિધ ધર્મોના અધ્યાસ (આપ)ને લઈને તેમાં પણ અનેકતાને પ્રસંગ આવવાને. બીજી વાત સ્વીકારવાથી પણ તમારે દહાડે વળે તેમ નથી, કેમકે પરસ્પર વિરુદ્ધ એવા આકારમાં એકતાની પ્રતીતિ કેવી રીતે થઈ શકે? વાસ્તે ચિત્ર. સંવેદનથી પણ અભેદની સિદ્ધિ થઈ શકતી નથી.
ચાલે આપણે એ વાત પડતી મૂકીએ કે જ્ઞાનથી અર્થને અભેદ છે કે નહિ, તે પણ ઈચ્છા, ષ, પ્રયત્ન, સુખ, દુઃખ, હર્ષ વગેરે આંતરિક ગુણો જે દરેક મનુષ્ય અનભવે છે તે જ્ઞાનથી ભિન્ન છે કે નહિ એ પ્રશ્ન આપને પૂછીશું. તેમજ આ બેમાં ગમે તે પક્ષ સ્વીકારો તે પણ જ્ઞાનની સાથે તે નક્કી ઉપલબ્ધ છે કે નહિ એ પણ જણાવશે. આના ઉત્તર તરીકે એમ સૂચવશે કે જ્ઞાનથી ઈચ્છાદિ ભિન્ન છે તેમજ તેની સાથે ઉપલબ્ધ પણ નથી તે આપને હાથે આપને સિદ્ધાંત ખડિત થશે. આથી જે એમ કહેવા તૈયાર થશે કે ઇચછાદિ જ્ઞાનની સાથે ઉપલણ થાય છે તેથી તે ભિન્ન છે તે ઈચ્છાદિ વગેરેથી હેતુમાં અનેકાંતતા આવશે, જે એમ કહેશો કે જ્ઞાનની સાથે એ ઉપલબ્ધ નથી અને તેથી ભિન નથી તો હેતુ ભાગાસિદ્ધ બને છે, કેમકે ઈચ્છાદિ વગેરેને જ્ઞાનથી અભેદ સિદ્ધ કરવામાં સહપલંભનો અભાવ છે.
આ પ્રમાણે અભેદ સિદ્ધ નહિ થતો હોવાથી ચીડાઈ જઈને જ્ઞાનાતવાદી એમ જવાબ આપે કે જ્ઞાનની સાથે ઈચ્છાદિને ઉપલંભ થાય છે અને તેથી તે ભિન્ન છે, કેમકે જે જ્ઞાન બાહા નીલાદિ પદાર્થોને આત્મસાત કરવામાં સમર્થ છે તે શું અત્યંતર અને નિરંતર સાથે વસનાર ઇચછાદિને આત્માની સાથે એક સ્વરૂપી સુખને અનુભવ ન કરાવે? આને પ્રત્યુત્તર એ છે કે જળ વગેરેનું જ્ઞાન થયા બાદ ઈચ્છા થાય છે, ત્યાર પછી પ્રયત્ન અને ત્યાર બાદ તેનું ઉપદાન છે, એ દરેકના અનુભવની વાત છે અને ત્યાર પછી સૌહિત્ય એ પ્રકારે કમથી પહેલી ક્રિયાઓ ઉપલબ્ધ થાય છે તે પછી આ અર્થ-ક્રિયાઓ ઈચ્છાદિને એકાંતથી જ્ઞાનસ્વરૂપી માનતાં સંભવશે નહિ; કેમકે સ્વરસરૂપે પ્રવર્તમાન પ્રતિભાસમાત્રને જે પ્રવાહ છે તેનાથી ભિન્ન અર્થ-કિયાને આપના મત પ્રમાણે જ્ઞાનમાં અસંભવ છે.
અભેદ-સિદ્ધિ માટે એક ચંદ્રથી બીજા ચંદ્રનું દૃષ્ટાંત આપવાથી પણ આપને બેડે પાર પડે તેમ નથી; કેમકે તેમાં તે બીજા અવાસ્તવિક ચંદ્રને જ
૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org