________________
3४० વૈરાગ્યરસમંજરી
[ પંચમ કાલાંતરે પિલા મુનિવરે “પુંડરીકિણી નગરીમાં પધાર્યા. તેમને વાદન કરવા માટે પુંડરીક અને કંડરીક બંને ભાઈઓ ગયા. તેમની દેશના સાંભળી મહેલે આવ્યા બાદ પંડરીકે કંડરીકને કહ્યું કે હું તે હવે દીક્ષા લઈશ. તું આ રાજ્ય સંભાળજે. કંડરીકે જવાબ આપ્યો કે હે ભાઈ ! મને શા માટે સંસારરૂપ ખાડામાં ઢકેલી મૂકે છે? મારે નરકના દ્વાર સમાન રાજ્યની ઈચ્છા નથી; હું તે પ્રવજ્યા જ અંગીકાર કરીશ. પુંડરીકે તેને બે ત્રણ વાર રાજગાદી સ્વીકારવા કહ્યું તે પણ જ્યારે કંડરીકે તેમ કરવા હા ન જ પાડી ત્યારે તેણે તેને કહ્યું કે હે ભાઈ ! દીક્ષા એ કંઈ કેવળ વેશપલટે નથી, એ કઈ મસ્તકમુંડનની માત્ર કિયા નથી, પરંતુ સમસ્ત જીવન-પ્રદેશમાં સચ્ચારિત્રને પ્રકાશ પાથરી, સાત્ત્વિક જ્ઞાનની તેજસ્વી મશાલ હાથમાં લઈ, સંસાર-વનમાં ભટકતા અને ભાન ભૂલેલા જીવોને આત્મન્નિતિને સચોટ બંધ કરાવનારાનું જીવનસૂત્ર છે, એ તે આત્માની ચોવીસે કલાક કતલ કરવાને ધંધો આદરી બેઠેલા ક્રોધાદિ કષાયને મુંડવાની ક્રિયા છે. સ્વર્ગના સમ્રાટ પણ જેમની ચરણરજ માથે ચડાવવા એક પગે થઈ રહે એવી એ આત્મ-સાધનની અદ્ભુત કળા છે. વિશેષમાં એ કંઈ બાળકો કે બબુચકોને રમવાનું રમકડું નથી. એનું પાલન તે મીણના દાંતે લોઢાના ચણા ચાવવા કરતાં વિકટ છે. તરવારની ધાર ઉપર ચાલવું સહેલું છે, પરંતુ પામેશ્વરી પ્રવજ્યા પાળવી કઠણ છે. વિશેષમાં હે ભાઈ ! હજી તને તાત્વિક બંધ નથી. વળી તે તરુણ છે એટલે તારી બુદ્ધિ કાચી છે, વાતે હાલ તો તું શ્રાવક-ધર્મ અંગીકાર કર અને તે પાન્યા બાદ વૃદ્ધાવસ્થામાં તે દીક્ષા લેજે કે જેથી તેને ત્યાગ કરવાનો વારો ન આવે. કંડરીકે પ્રત્યુત્તર આપે કે ભાઈ ! આપનું કહેવું સારું છે, પરંતુ મેં તે એક વાર દીક્ષા લેવાની વાત ઉચ્ચારી એટલે હું તે તે લીધા વિના રહેનાર નથી. કેડરીકે આખરે પિતાનું ધાર્યું કર્યું. પુંડરીકને પણ દીક્ષાની ધૂન લાગી હતી એટલે તે પણ નિષ્કમણ માટે તૈયારી કરવા લાગ્યું, પરંતુ પ્રધાનમંડળે જબરજસ્તીથી તેને રોક્યો અને વિનતિ કરી કે આ રાજ્યની ધુરાને ધારણ કરે એ આપને પુત્ર થાય પછી આપ સુખેથી દીક્ષા લેજો. આથી તે ગૃહવાસમાં ભાવ-પતિ તરીકે રહ્યો.
૧ સરખા પંચલિંગીની બૃહદ્ વૃત્તિના ૬૩ મા પત્રગત નિમ્નલિખિત પદ્ય –
“વં પુનમ્રાતરાષિ, તરવું કલ્યfષ નાતઃ | veતે જ મતિ; બાયો, ચૌવને વિદ્યુમf in ૧૦ ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org