________________
૧૯
વૈરાગ્યરસમજવી
[ચતુર્થ
અર્થાત્ પરાક્રમી પણ પિતૃહત્યા વગેરે દુઃખો સહન કરે છે, પરન્તુ પ્રિયાના અપમાનજન્ય દુઃખ રંક પણ ખમી શકતા નથી. પિતા અને માતાના પરાભવને પ્રાણીઓ ઠીક સહન કરી જાય છે, કિન્તુ પત્નીના પરાભવને તે તિર્યંચેા પણ સહન કરવા સમર્થ નથી.
આ અર્જુન કાપના આવેશમાં કઠોરમાં કઠોર વચનો વડે મુદ્ગણને કે। આપવા લાગ્યા કે હે ગુહ્યક ! તું ખરેખર પત્થર જ છે, દેવ નથી; નહિ તે તારા દેખતાં આ પાપીઓ આવેા અધમ અનાચાર સેવી શકે ખરા ? તારામાં કંઇ પણ સત્ત્વ હોત તા મારી પ્રિયાને આ દુષ્ટો આવી રીતે તારી સમક્ષ રંજાડી ન જ શકત. આ સાંભળીને યક્ષને પિત્તો ખસી ગયા એટલે તે અટ દઈને અર્જુનના શરીરમાં પેસી ગયા. આથી પ્રચા સૂતરના તાંતણાની જેમ અર્જુનનાં બંધના તૂટી ગયાં. વિશેષમાં આ માળીના દેહમાં રહેલા યક્ષે હજાર પલ જેટલા ભારી મુલ્ગર ઉપાડયા અને એ વડે અન્ધુમતી અને પેલા છ ગેઠિયાઓના ચૂરો કરી નાંખ્યા. આ દિવસથી માંડીને પ્રતિદિન જ્યારે આ યક્ષ એક સ્ત્રી અને છ પુરુષના સંહાર કરી રહે છે ત્યારે એને શાંતિ થાય છે. આ વૃત્તાન્તની શ્રેણિકને ખબર પડતાં તેણે પહુ વગડાવી નાગિરકેાને ચેતવણી આપી કે જ્યાં સુધી અર્જુન સાત માનવને સંહાર કરી ન લે ત્યાં સુધી કાઇએ નગર ખહાર જવું નહિ.
આ અરસામાં શ્રીવીર પ્રભુ ઉદ્યાનમાં સમેાસર્યાં; પરન્તુ અર્જુનના ભયથી કાઇ એમને વંદન કરવાને જવાની ઇચ્છા કરતું નહિ. આ નગરમાં સુદર્શન નામના શેઠ રહેતા હતા. તે વીરની વાણીના રસિક હતા. તેથી તેમણે પેાતાનાં માતાપિતાને વિનતિ કરી કે હું પૂજ્યા ! વીર પ્રભુને વન્દન કરવા માટે જવાની મને અનુજ્ઞા આપે. આ સાંભળીને તેએ એટલી ઊઠવ્યાં કે હે વત્સ ! હાલમાં ત્યાં જવાની તું વાત કરીશ નહિ; ત્યાં તે અર્જુન ભારે ઉપદ્રવ મચાવી રહ્યા છે; તું અહીં જ રહીને પ્રભુને ભાવ-વંદન કરી લે અને પૂર્વે સાંભળેલી તેમની દેશનાની ભાવના ભાવ. સુદર્શને ઉત્તર આપ્યા કે ભગવાત્ સાક્ષાત્ અહીં પધાર્યા છે તે પછી તેમની વાણીરૂપ સુધાનું પાન કર્યાં વિના મને ભાજન કરવું પે નહિ. વળી આવા પાનથી પુષ્ટ થયેલા મને અર્જુન શું કરી શકવાના છે, તેથી જે થનાર હોય તે થાએ એમ કહી માબાપની રજા લઇ શેઠે વંદન માટે નીકળી પડચા. ચાલતા ચાલતા તે મુદ્ગરપાણિ યક્ષના મન્દિર સમીપ આવી પહોંચ્યા. એવામાં અર્જુનની નજર તેના ઉપર પડી એટલે તે તે એકદમ મુદ્દાર ઉછાળતા ઉછાળતા જાણે
યમરાજ હાય તેમ શેડની સામે ધસ્યા. શેઠે તેને પેાતાને મારવા આવતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org