________________
ગુચ્છ ] સાનુવાદ
૧૮૫ રંજન કરવા મથતું, પરંતુ આ મિથ્યાદષ્ટિ છે એમ ધારીને શકટાલ મંત્રી તેની પ્રશંસા કરતે નહિ અને એથી રાજા તેને તુષ્ટિદાન આપતે નહિ. આથી વરસચિએ મંત્રીની પત્નીને પ્રસન્ન કરી અને તેની દ્વારા પિતાનાં કાવ્યોની પ્રશંસા કરાવવાનું કાર્ય પાર પાડયું. આથી પ્રતિદિન રાજા તરફથી આને ૧૦૮ સોનામહારે મળતી. કેટલાક દિવસો ગયા બાદ મંત્રીએ રાજાને કહ્યું કે આટલું બધું દાન કેમ આપે છે? રાજાએ કહ્યું કે હું તે તમે કાવ્યની પ્રશંસા કરે છે તેથી આપું છું. મંત્રીએ કહ્યું કે આ બ્રાહ્મણ તે અન્યનાં બનાવેલાં કાવ્યોને પિતાના તરીકે ઓળખાવે છે. જે પ્રતીતિ કરવી હોય તે મારી સાતે પુત્રીઓ પણ એનાં બેલેલાં કાવ્ય તરત જ બેલી બતાવશે.
વસ્તુસ્થિતિ એવી હતી કે સૌથી મોટી પુત્રી એક વાર બોલેલું યાદ રાખી શકતી હતી. બીજી બે વાર બોલાયેલું અને એ પ્રમાણે સાતમી સાત વાર બેલાયેલું.
બીજે દિવસે વરરચિ વિપ્ર સભામાં આવ્યો ત્યારે આ સાતે પુત્રીઓને પડદામાં બેસાડવામાં આવી હતી. તે ૧૦૮ શ્લેક પિતે નવા બનાવીને લાવ્યો હતે તે છે. એટલે તે સાતે બાલિકાઓએ પણ બરાબર કે બેલી બતાવ્યા. આથી રાજાએ ગુસ્સે થઈને તુષ્ટિદાન આપવું બંધ કર્યું. ત્યાર પછી વરસચિએ ગંગાને કિનારે જઈ જળમાં એક યંત્ર ગોઠવ્યું અને તેમાં ૧૦૮ સોનામહોર મૂકી. પ્રભાતે ગંગાની તે સ્તુતિ કરી ચરણ વડે યંત્ર દબાવતે એટલે ૧૦૮ સેનામહેર ઉછળીને તેના હાથમાં પડતી. આ પ્રમાણે તેને કરતે જોઈ લકે તેની ખૂબ તારીફ કરવા લાગ્યા. આથી એક દહાડે સાંજના શકટાલે ચરપુરુષને તપાસ કરવા મૂકો . તે છાને માને ઝાડની બખોલમાં સંતાઈ રહ્યો. એવામાં વરરચિ ત્યાં આવ્યું અને ૧૦૮ સોનામહેરો જળમાં રાખીને ઘર ભણી ચાલતે થયો. થોડીક વાર પછી પેલા ચરપુરુષે ત્યાંથી મહેરે લઈ લીધી અને એની પિટલી પ્રધાનને સેંપી દીધી. આ સાથે લઈને પ્રધાન રાજાને તેડીને સવારે ત્યાં ગયે. વરરચિ ત્યાં આવ્યા એટલે પિતાને ચમત્કાર દેખાડવા તેણે ગંગાની સ્તુતિ લલકારી, યંત્ર પણ દબાવ્યું, પરંતુ મહારે ન મળી. આખરે પ્રધાને તેને તે પિટલી આપી. એથી ઝાંખો ઝપ પડી ગયું અને વેર વાળવાને પ્રસંગ શેધવા લાગે.
વખત જતાં શ્રીયકના લગ્નને પ્રસંગ આવ્યું. આ વખતે રાજાને ભેટ કરવા માટે મંત્રીએ શસ્ત્રો તૈયાર કરાવવા માંડ્યાં. તે વાતની દાસી દ્વારા વરસચિને ખબર પડી એટલે નાનાં નાનાં બાળકોને ચણા વગેરે આપીને એવું બોલતાં શીખવ્યું કે અરે રાજા જાણતા નથી કે આ શકટાલ શું કરશે? નંદને મારીને તેની ગાદી પર શ્રીયકને સ્થાપશે. આ વાત આખા નગરમાં પ્રસરી
૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org