________________
ગુચ્છક ] સાનુવાદ
૧૭૭ હતી. એની ઉદાસીનતા દૂર કરવા માટે એક દહાડો ઋષભદત્તે તેને પ્રેમપૂર્વક કહ્યું કે ચાલ, આપણે “વૈભારગિરિ જઈએ અને ત્યાંના ઉદ્યાનમાં કીડા કરીએ. ધારણીએ તે વાત કબૂલ કરી એટલે સુંદર રથમાં પિતે બેસી અને પત્નીને બેસાડી, માર્ગમાં જોવા લાયક પદાર્થો તરફ તેનું ધ્યાન ખેંચતે જાતે વૈભારગિરિ ” ઉપર તે આવી પહોંચ્યો. રથમાંથી ઉતર્યા બાદ આ યુગલ આ ગિરિના ઉદ્યાનની શોભા જોવામાં ગૂંથાયું. એવામાં એકાએક ઋષભદત્ત. ની દૃષ્ટિ સિદ્ધપુત્ર યશમિત્ર ઉપર પડી. તેને જોઈને શ્રેષ્ઠીએ પૂછ્યું કે તમે કેમ અહીં આવ્યા છો? સિદ્ધપુત્રે જવાબ આપ્યો કે હું પંચમ ગણધર શ્રીસુધર્માસ્વામી અત્ર પધાર્યા છે તેમને વંદન કરવા જાઉં છું. આ સાંભળી આ ધણી-ધણીઆણું પણ સિદ્ધપુત્રની સાથે સાથે ગણધર મહારાજની પાસે આવી પહોંચ્યાં. જંબુદ્વીપને લગતી હકીકત સાંભળ્યા બાદ ધારણુએ પ્રશ્ન પૂછે કે મને પુત્ર થશે કે નહિ ? સિદ્ધપુત્રે કહ્યું કે આ સાવઘ પ્રશ્ન ગુરુ મહારાજને પૂછે ઉચિત નથી. હું નિમિત્ત-જ્ઞાનના બળથી તને ઉત્તર આપું છું કે તને જબ નામને ઉત્તમ ગુણવાળે પુત્ર થશે. પછી ગુરુશ્રીના ચરણારવિંદને નર્મને ત્રણે જણ વૈભારગિરિ પરથી ઉતરી પોતપોતાને ઘેર ગયાં.
એકદા ધારણએ સ્વપ્નમાં શ્વેત સિંહ જોયો અને તે વાત પતિને કહી. ઋષભદત્તે કહ્યું કે હે લલના ! તારી કુખે પુત્ર-રત્ન અવતરશે. એ અરસામાં બ્રહ્મ દેવકથી વિદ્યમાલીને જીવ આવીને આ સ્ત્રીની કુક્ષિરૂપ શકિતને વિષે મોતીની જેમ અવતર્યો. નવ માસ અને સાડા સાત દિવસ વ્યતીત થતાં ધારણુએ, અતિ તેજસ્વી પુત્રને જન્મ આપ્યું. આનું નામ જબૂ પાડવામાં આવ્યું. શેઠ ને શેઠાણું તે આને રમાડવામાં અને લાડ લડાવવામાં જ પિતાને સમય ગાળવા લાગ્યાં. કાલાંતરે આ કુમાર યુવાવસ્થાને પાપે એટલે તેનું પાણિગ્રહણ થાય તે માટે તેનાં માબાપ વિચાર કરવા લાગ્યાં.
આ અવસરે તે જ નગરમાં વસતા સમુદ્રષ્યિ , સમુદ્રદત્ત, સાગરદત્ત, અને કુબેરદત્ત એ ચાર મહેભ્ય શિરોમણિઓ તેમજ "કુબેરસેન,
શ્રમણદત્ત, વસુષેણુ અને “વસુપાલિત એ ચાર શેઠિયાઓ ગષભદત્તની પાસે વિનતિ કરવા આવ્યા કે હે શ્રેષ્ઠિન ! અમારે રૂપ અને લાવણ્યના
૧- આ પ્રત્યેકની પ્રિયાનું નામ અનુક્રમે પદ્માવતી, કનકમાલા, વિનયશ્રી, ઘનશ્રી, કનકવતી, શ્રીણું, વીરમતી અને જયસેના હતું. વિદ્યમાલીની ચાર દેવોઓ ચવીને પદ્માવતી પ્રમુખ ચાર સ્ત્રીઓની પુત્રીરૂપે અવતરી હતી. તેમનાં સમુદ્રશ્રી, પદ્મશ્રી, પદ્મસેના અને કનકસેના એવાં નામ પાડવામાં આવ્યાં હતાં. કનકવતીને નભ સેના નામની પુત્રી હતી, જ્યારે બાકીની ત્રણ વનિતાઓને કનકશ્રી, કનકવતી અને જયશ્રી નામની કન્યાઓ હતી.
૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org