________________
૧૬૫
ગુચ્છક ]
સાનુવાદ કહ્યું કે સાચી વાત છે, પરંતુ હું કોણ છું તે ધ્યાનમાં આવે છે? ઉપયોગ આપતાં સૂરિજીએ તેને ઓળખે અને નીચે મુજબ તેને પૂર્વ ભવ કહી સંભળાવ્યા
અમે પહેલાં એક વાર શ્રી આર્યમહાગિરિ સાથે “કૌશાંબી” ગયા હતા. અમારા બહોળા પરિવારને લઈને અમે જુદે જુદે સ્થળે નિવાસ કર્યો, તે સમયે ભયંકર દુકાળ પડે, છતાં લોકો અમારા ઉપર ભક્તિ રાખતા હેવાથી તેમના તરફથી અમને આહાર પાણી મળતાં રહ્યાં. એક વાર અમારા સાધુઓ ભિક્ષા માટે એક શેઠને ઘેર ગયા. તેમની પાછળ એક રંક પણ એના ઘરમાં દાખલ થયો. સાધુઓને માદક વગેરે યથેષ્ટ ભેજન મળ્યું તે એણે જોયું, એટલે સાધુઓ બહાર નીકળતાં તે એમની પાછળ પાછળ ચાલવા લાગે અને ભોજન માટે યાચના કરવા લાગ્યા. સાધુઓએ જવાબ આપ્યો કે એ વાત અમારા ગુરુ જાણે, અમે તે એમને અધીન છિયે એટલે આમાંથી કશું આપી શકીએ તેમ નથી. આથી તે આ સાધુઓની સાથે તેમના ઉતારે આવ્યો. અમારી પાસે પણ તેને ભોજનની યાચના કરી એટલે અમે ઉપગ મૂકી જોયું તે જણાયું કે ભવાંતરમાં આ પ્રવચનને આધાર બનનાર છે. આથી અમે કહ્યું કે જો તું દીક્ષા લે તે તને આહાર આપીએ. રંકે વિચાર કર્યો કે અત્યારે હું મહાકષ્ટ ઉઠાવી રહ્યો છું તે તેની આગળ દીક્ષાનું કષ્ટ શા હિ. સાબમાં છે ? વળી દીક્ષા લેતાં યષ્ટ ભેજન મળશે તે જુદું. આથી તેણે દીક્ષા લીધી અને અમે તે ધરાયે ત્યાં સુધી તેને મોદકાદિ ખાવા આપ્યા. તેણે એવું આકંઠ ભોજન કર્યું કે વાયુને પણ આવ જા કરવાની જગ્યા રહી નહિ. તે જ દિવસે રાતના શ્વાસ રૂંધાઈ જવાથી તે મરણ પામે. મધ્યસ્થભાવમાં વર્તતે આ રંક સાધુ મરીને તું “અવન્તીપતિ કુણાલના સંપ્રતિ નામના પુત્ર તરીકે હાલ તું અવતર્યો છે.”
दशा वित्तस्य तिस्त्रः स्युर्दानभोगविनाशकाः ।।
दानरूपा प्रधाना स्याद्र, यतो वे दुःखदायिके ॥ १३१ ॥ લક્ષમીની ત્રણ ગતિઓ–
--“લક્ષ્મીની દાન, બેગ અને નાશ એમ ત્રણ અવરથાઓ છે. તેમાં દાનરૂપ દશા ઉત્તમ છે, જયારે બીજી બે દુઃખદાયી છે.”—૧૩૧
૧ આનું વિશેષ ચરિત્ર જાણવાની ઉત્કંઠા જેને થતી હોય, તેણે પરિશિષ્ટપર્વને ૧૧ મો સર્ગ જે. ૨ સરખાવો ઉપદેશતરંગિણી (પૃ. ૧૦)નું નીચે મુજબનું પદ્ય – " दानं भोगो नाश-स्तित्रो गतयो भवन्ति वित्तस्य ।
થો ન રાતિ 7 મુહુ, તસ્ય તૃતીયા તિર્મવતિ છે ”—આર્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org