________________
૧૧૮ વૈરાગ્યરસમંજરી
[[ચતુર્થ પુત્ર તરીકે પાળે. યુદ્ધના પ્રસંગે એને મજબૂત પ્રહાર કરતો જોઈ એના સાથીઓએ એનું દઢપ્રહારી નામ પાડ્યું. કાલાંતરે નાયકનું મરણ થતાં એને નાયક તરીકે તેમણે સ્થાપે.
એક દિવસ ચેરેનું મેટું લશ્કર લઈને દઢપ્રહારો “કુશસ્થળ” ગામમાં દાખલ થયે અને છૂટે હાથે તેને લૂટવા લાગે. આ ગામમાં એક ગરીબ બ્રાહ્મણ સહકુટુંબ રહેતે હતો. કેટલાએ દિવસથી તેનાં નાનાં બાળકે તેની પાસે બીરની યાચના કરતાં હતાં. તેમના મારથ તે આજે મહામહેનતે પૂરા કરી શક્યો હતો. ખીર તૈયાર થતાં તે સ્નાન કરવા નદીએ ગયે. એવામાં આ ચેરેમાંથી કેટલાક એને ઘેર આવી ચડ્યા. ખરેખર, દૈવ દુર્બલને જ મારે છે. ઘરમાં કંઈ માલ હાથ નહિ આબે, પરંતુ એની નજર ખીર ઉપર પડી એટલે તેનું વાસણ તેમણે ઝટ ઉપાડ્યું. આ જોઈને બાળકોના તે હોશકોશ જ ઊડી ગયા. એક બે છોકરાં હીંમત કરીને પિતાના પિતાને આ વૃત્તાન્તથી વાકેફગાર કરવા નદી તરફ દોડયા. રસ્તામાં પિતાને તેમણે આ વાત કહી. એટલે કોધથી તેનાં નેત્ર લાલચોળ બની ગયાં. તે તે ઘર ભણી ધસ્યો. રસ્તે ચાલતાં આજુબાજુમાંથી એક મેટા દરવાજાની જબરદસ્ત ભેગળ લઈ તે ચોરો ઉપર તૂટી પડશે. અને જોતજોતામાં કેટલાકને તેણે રામશરણ કરી દીધા. બાકીના જેઓ ત્યાંથી અગિઆરી ગણ ગયા તેટલા મતના પંજામાંથી બચી ગયા.
આ પ્રમાણે ચારેની દશા થયેલી જાણીને દઢપ્રહારી પોતે ત્યાં આવી પહોંચે. પોતાના સાથીઓને સંહાર થયેલે જઈ તેના કોધને પાર રહ્યો નહિ. પિલા બ્રાહ્મણને ઠાર મારવાના હેતુથી જે તે આગળ વધે છે તેવામાં તે એક
ષ્ટ પુષ્ટ ગાય તેની આડે આવી. આને વિનરૂપ ગણીને એણે એક જ ફટકે તરત જ સ્વધામ પહોંચાડી દીધી બ્રાહ્મણ ઉપર વેર લેવાના ઈરાદાથી વળી તે આગળ ઘસે છે એટલામાં એની સગર્ભા પત્ની વચમાં રોકવા આવી. આથી દઢપ્રહારીએ ગર્ભ સહિત તેના પણ એક જ પ્રહારે બે ટુકડા કરી નાંખ્યા. આગળ વધી બ્રાહ્મણને જાન લઈ વેરની વસુલાત કરી ત્યારે તે ઝં. જરા શાંત થતાં તેની નજર આ પ્રમાણેના અત્યાચારથી અતિશય આકન્દ કરતાં બાળક ઉપર પડી. એક તે તેમની નિરાધાર સ્થિતિ અને કરુણાજનક વિલાપ, વળી બીજી બાજુ ગર્ભનું તરફડવું અને ગાયને વધ એ દેખાવ ઘાતકીમાં ઘાતકી ખાટકીનું હૃદય પણ પીગળાવે તે હતો એટલે એની અસર દઢપ્રહારી ઉપર પણ થઈ.તે જરા વાર છે અને દયાના અંકુરની સાથે તેના મનમાં પશ્ચાત્તાપના ફણગા પણ ફૂટવા લાગ્યા. હાય હાય, એક પાપી પેટ માટે મેં કે ભયંકર અનર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org