________________
૧૧૦ વૈરાગ્યરસમંજરી
[ચતુર્થ જ્યારે આ પ્રમાણે પ્રમદાની પ્રતિકૃતિને પણ નિરખવાની સાધુને મનાઈ છે, તે પછી એવા સ્થાનમાં તેને નિવાસ કરવાની તે અનુજ્ઞા ન જ હોય એ સ્વાભાવિક છે.
ॐकारं वैदिका याव-जपन्ति मूर्तिबोधकम् ।
तावत् तत्खण्डनं तेषां, पादखण्डनवद् भवेत् ॥ ४६॥ મૃતિનિન્દકની બાલિશતા
લે-“ જ્યાં સુધી વૈદિક (વેદના અનુયાયીઓ) મૂર્તિને બધ કરાવનારા કારને જાપ જપે છે, ત્યાં સુધી તેમના દ્વારા થતું મૂતિનું ખંડન તે પિતાના પગને ખંડન સમાન છે–હાથે કરીને પિતાના પગમાં કહાડો મારવા બરાબર છે. એ-૪૬ મૂર્તિપૂજા
સ્પષ્ટી–આ પ્રમાણે ઉપરોક્ત પદ્ય દ્વારા મૂર્તિ-પૂજન શાસ્ત્રાનુસાર છે એમ આ ગ્રન્થકારે અત્ર પ્રતિપાદન કર્યું છે. આ ઉપરાંત મૂર્તિમંડન નામની પિતાની કૃતિમાં પણ આ વિષયને ગ્રન્થકારે પિષ્યો છે. મેં પણ આ વિષયની સ્થળ રૂપરેખા ન્યાયકુસુમાંજલિના અનુવાદ (પૃ. ૨૭૩-ર૭૯)માં આલેખી છે. આ સંબંધમાં ગુજરાતી ભાષામાં મુનિરાજ શ્રીવિદ્યાવિજયે રચેલે શ્રીમૂર્તિમંડન-પ્રશ્નોત્તર ગ્રન્થ સારે પ્રકાશ પાડે છે. ગીર્વાણ ગિરામાં શ્રીયશવિજયગણિએ પ્રતિમાશતક નામને ગ્રન્થ રચી આ વિષય ઉપર દિવ્ય પ્રકાશ પાડ્યો છે એટલું જ નહિ, પણ આની પજ્ઞ વૃત્તિ રચીને આ વિષયના જિજ્ઞાસુને વિશેષ અનુકૂળતા કરી આપી છે. વિશેષમાં શ્રીભાવપ્રભસૂરિએ આ ગ્રન્થ પરત્વે અવચૂરિ પણ રચી છે. ન્યાયતીર્થ ન્યાયવિશારદ મુનિરાજ શ્રીન્યાયવિજયકૃત અધ્યાત્મતત્ત્વાલકની શ્રીયુત મોતીચંદ ઝવેરચંદે જેલી અંગ્રેજી પ્રસ્તાવનામાં મૂર્તિપૂજાની વિરૂદ્ધમાં જે દલીલો કરવામાં આવે છે, તેનું નિરસન કરવામાં આવ્યું છે, એટલે અંગ્રેજી જાણના રાને આ પણ જેવા ભલામણ છે. આ પ્રમાણેનું મૂર્તિપૂજા પ્રતિપાદન કરનારું જૈન સાહિત્ય નજરે પડે છે. ખાસ કરીને શ્વેતાંબરમાં સ્થાનકવાસી પંથની ઉત્પત્તિ થયા બાદ આ વિષય ચર્ચા હોય એમ ભાસે છે.
1 આ પ્રખ્ય દ્વારા સ્થાનકવાસી, આર્યસમાજ, સીખ અને મુસલમાનને પ્રતિપાદન શૈલી દ્વારા સમજાવવા પ્રયાસ થયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org