________________
ગુચ્છક ]
સાનુવાદ
સ્તનપાન કરવાથી વિમુખ અને એથી કરીને માલતી પુષ્પની જેમ કરાઈ ગયેલે તેને જોઈને તેના માતાપિતાએ વિવિધ ઉપાયે જ્યા, છતાં કાલાંતરે તે મૂરછ પામ્યો એટલે સ્વજને તેને મરી ગયેલ ધારીને ભૂમિમાં દાટે આવ્યા.
આ તરફ રાજાને ખબર પડી કે પુત્રના મરણથી આઘાત પહોંચતાં શ્રીકાન્તના રામ રમી ગયા છે એટલે તેનું ધન લઈ લેવા માટે તેણે સુભટને મોકલ્યા. એવામાં અમના પ્રભાવથી ધરણેન્દ્રનું આસન કંપ્યું. અવ ધિજ્ઞાનથી સર્વ વૃત્તાન્ત જાણી આ પૃથ્વી ઉપર તે આવ્યો. તેણે તે દાટેલા બાળક ઉપર અમૃત છાંટયું અને પછી બ્રાહ્મણનું રૂપ ધરી તેણે પેલા સુભટોને ધન લેતાં અટકાવ્યા. તે સાંભળીને રાજા પિતે ત્યાં આવ્યો અને બ્રાહ્મણને કહેવા લાગ્યા કે અપુત્રનું ધન લેતાં તું કેમ વચ્ચે પડે છે ? ધરણે ઉત્તર આપ્યું કે હે નૃપ ! શ્રીકાન્તને પુત્ર જીવે છે. રાજાએ કહ્યું ક્યાં છેબતાવ જોઈએ. ભૂમિમાંથી નિધાનની જેમ તે બાળકને બહાર કાઢી લાવી વિપ્રે રાજાને સાક્ષાકાર કરાવ્યું. આથી સર્વે ચક્તિ થઈ ગયા અને કહેવા લાગ્યા કે હે નાથ ! તમે કોણ છે ? વિપ્રે જવાબ આપ્યો કે હું ધરણ નામને નાગરાજ છું અને આ બાળકે કરેલા અદ્મના પ્રભાવથી આકર્ષાઈ એને મદદ કરવા અત્ર આવ્યો છું. રાજા પ્રમુખ નાગરિકેએ આને આટલી નાની ઉમરમાં અદૃમ કેમ કર્યો એ પ્રશ્ન કર્યો એટલે ધરણેન્દ્ર કહેવા માંડયું કે પૂર્વ ભવમાં આ બાળક કઈ વણિકને પુત્ર હતા. નાનપણમાં એની માં ગુજરી ગઈ. સાવકી માતા એને બહુ દુઃખ દેતી હતી તેથી એક વાર કંટાળી જઈ તેણે તે હકીકત પિતાના મિત્રને કહી. તે પૂર્વ જન્મમાં કઈ પણ જાતની તપશ્ચર્યા કરી નથી તેથી આ ભવમાં તું દુઃખી થાય છે એમ કહી તેણે તેને દિલાસો આપે. પર્યુષણ આવતાં જરૂર અઠ્ઠમ કરીશ એવો મનમાં નિશ્ચય કરી એક ઘાસની ઝુપડીમાં તે સુઈ ગયે. અપર માતાએ આ વખતે આ અવસર જોઈને તે ઝુપડીમાં એક અંગારે નાંખે, એટલે તે બળી ગઈ અને સાથે સાથે આ બાળક પણ પંચત્વને પામ્યા. અમ કરવાની શુભ ભાવનાથી આ શ્રીકાન્તને ઘેર અવતર્યો છે અને પૂર્વ જન્મની વાત યાદ આવતાં તેણે અમ કર્યો છે. આ બાળક લઘુકમ છે અને આ જ ભવમાં મેક્ષે જનાર છે. વળી હે રાજા ! એ તને ઉપકારી થઈ પડશે, વાસ્તે તું એનું બરાબર રક્ષણ કરજે એમ કહી નાગરાજે પિતાને હાર બાળકના ગળામાં આરોગ્ય અને પિતે પિતાને સ્થાનકે જ રહ્યો. ત્યારબાદ સ્વજનોએ શ્રીકાન્તનું મૃતકાર્ય કરી આ બાળકનું નાગકેતુ એવું નામ પાડ્યું. બાળપણથી ઇન્દ્રિયોને વશ રાખતા તે ઉત્તમ શ્રાવકપણાને પાળવા લાગે.
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org