________________
આલોચન
જીવનના ઉદેશને નિર્ણય કરવાની આવશ્યકતા–
આ જગમાં અનેક મનુષ્યો એવા છે કે જેમણે પોતાના જીવનમાં કર્યો ઉદેશ સિદ્ધ કરે છે તેને કદાપિ વિચાર સરખે પણ કર્યો નથી, પરંતુ જ્યાં સધી ઉદેશ નક્કી ન કરાય ત્યાં સુધી જીવનની સ્થિતિ સુકાન વિનાની નૌકા જેવી છે અને તેને અંગે કરાયેલા પ્રયત્ન પ્રાયઃ નિષ્ફળ જાય છે. મનુષ્ય-જીવન એ સર્વોત્કૃષ્ટ છે અને એ અદ્દભુત જીવન છે. એ જીવન દ્વારા અનેક અસાધારણ કાર્યો થઈ શકે તેમ છે. જગની મહાવિભૂતિઓ તરીકે પંકાયેલી પુનિત વ્યક્તિના જીવનનું અવલોકન કરવાથી જણાશે કે તેમણે અનેક ઉચ્ચ અને ઉજવળ કર્તવ્ય વડે પોતાનું જીવન સાર્થક, રેચક અને સુખપ્રદ બનાવ્યું છે. તેનું મુખ્ય કારણ એ છે કે ઉદ્દેશ વિનાનું જીવન ગાળનારની જેમ પિતાનું અસાધારણ પરાક્રમ વેડફી નાંખવાને પ્રસંગે તેમણે આવવા જ દી નથી. તેમણે પ્રથમથી જ પોતાના ઉદ્દેશને નિર્ણય કર્યો, એની સુસ્પષ્ટ રૂપરેખા દેરી, પિતાના મનને તેને વિષે એતપ્રત કર્યું, પિતાની સમગ્ર શક્તિઓ સાધ્યની સિદ્ધિ માટે કામે લગાડી અને તેમ કરી મહાપદ મેળવ્યું, વિજય મેળ, સિદ્ધિ સાધી અને જીવનની પૂરેપૂરી સફળતા કરી. સાથે સાથે સંસારસાગરમાં વ્યામોહરૂપ ખડક સાથે અફળાઈ મરતી જીવન-નૌકાઓના રક્ષણ માટે તેમણે અપૂર્વ દીવાદાંડી પૂરી પાડ.
આથી એ ફલિત થાય છે કે ઉદ્દેશને નિર્ણય ન કરનારે માનવ પિતાના બળને વ્યર્થ ક્ષય કરે છે. તેનું જીવન નિસત્ત્વ, નિતેજ અને મૃતપ્રાય છે. બે સુંદર ઘાસની ગંજીઓ વચ્ચે ઊભે રહેલે ગધેડે કઈ છમાંથી ઘાસ ખાવું તેને નિર્ણય ન કરવાથી ભૂખે મરે તેવી શોચનીય સ્થિતિ ઉદ્દેશ વિહીન જીવન ગાળનારની છે. એના જે ગમાર દુનિયાભરમાં મળવું મુશ્કેલ છે. પરિસ્થિતિ આવા પ્રકારની હોવાથી દરેક સમજુ મનુષ્ય ગમે તે એક ઉચ્ચ ઉદેશ ધારણ કરી તેને સિદ્ધ કરવા પૂરતે પ્રયાસ કરે જોઈએ. તેમ કરતાં કરતાં જે એથી વધારે ઉચ્ચ ઉદેશ લક્ષ્યમાં આવે તે તેને સિદ્ધ કરવા મથવું જોઈએ. એમ કરતાં કરતાં પરિણામે માનવ મટીને તે દેવ બને, દેવને પણ દેવ થાય અને અવર્ણનીય એવા પરમ પદને પણ પામે. પરંતુ આ બધું ક્યારે? જીવનને ઉચ્ચ ઉદ્દેશ નક્કી કરી તેને સિદ્ધ કરવા પર્ણ પ્રયત્ન કરે ત્યારે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org