________________
કિંચિદ વક્તવ્ય વિ. સં. ૧૯૮૨ માં બહાર પાડી હતી. આમાં સમગ્ર (૬૪૨) કેને આ પુસ્તકની પેઠે જુદા જુદા અધિકારસૂચક ગુચ્છમાં વિભક્ત ન કરતાં એકસામટા આપવામાં આવ્યા હતા. વળી પત્રાકારે બહાર પાડેલ આ પુસ્તકના હાંશિયામાં વિષને સ્થળ નિર્દેશ-સામાન્ય જ ઉલ્લેખ કરવામાં આવ્યું હતું. આ દ્વિતીય આવૃત્તિમાં મેં યથામતિ લેકને એકત્રિત કરી તેને વિવિધ ગુચ્છમાં ગુંચ્યા છે. લગભગ પ્રત્યેક કલેકના વિષયને ઉલેખ કરી ગ્રન્થની વિષય-વિપુલતા સ્કુટ કરવા પ્રયાસ કર્યો છે. વિશેષમાં મૂળ લેકગત ભાવ તેમજ પારિભાષિક શબ્દાદિ સમજાવવા માટે જૈન તેમજ અજૈન ગ્રન્થને આધાર લઈ મેં સ્પષ્ટીકરણ તૈયાર કર્યું છે. આ માટે હું તે તે ગ્રંથના પ્રણેતાને ઋણી . સમ્યકત્વના ૬૭ પ્રકારે ઉપર પ્રકાશ પાડનારી કથાઓ પૈકી પ્રસ્તુતમાં જેને ગ્રન્થકારે નામ-નિર્દેશ કર્યો છે તે પૈકી ઘણીખરી સંક્ષેપમાં અત્રે ઉપસ્થિત કરવામાં આવી છે એટલે વૈરાગ્યને વિષય કે તાત્વિક પ્રતિપાદન જેણે શુષ્ક જણાય તેને આ દારા પિતાના ચિત્તનું રંજન કરવાની વાનગી મળી રહેશે. સામાન્ય સ્ત્રીસમૂહ પણ આ ગ્રથને લાભ લઈ શકે એવી ગ્રન્થકારની ઈચ્છાને અનુલક્ષીને સાદી અને સરળ ભાષામાં અનુવાદાદિ તૈયાર કરવા માટે બનતી કાળજી રાખવામાં આવી છે. ' - ૩૯ભા ફ્ર્મ સુધીનાં મુદ્રણ-પત્ર (pr ofs) શોધવાનું કાર્ય મેં એકલાએ મારી મન્દ મતિ અનુસાર કર્યું છે, જ્યારે બાકીનાં બીજી વારનાં મુદ્રણ-૫ તપાસી જવામાં ગ્રંથકાર તરફથી સહાયતા મળી છે. ભાષાંતર તેમજ પછીકરણમારું સમગ્ર લખાણ છાપવા આપવા પૂર્વે તે માટે ભાગે થકારને મેં વાંચી સંભળાવ્યું હતું. એકંદર રીતે સાવધાન ચિત્તે આ ગ્રંથનું કાર્ય મેં કર્યું છે. વળી ખુદ ગ્રન્થકારે એનું શુદ્ધિપત્રક પણ તૈયાર કરી મોકલવા કૃપા કરી છે તેમજ ત્યાં રહી ગયેલી એક બે વિશિષ્ટ બાબતને મેં પણ આલોચનમાં ખુલાસો કર્યો છે. છતાં અક્ષરજકના પ્રમાદથી છપાતી વેળા બીબાં તૂટી કે ઊડી જવાથી કે ક્ષપશમની વિચિત્રતાથી જે કઈ દૃષ્ટિ–દેષ કે મતિ-દેષ આ ગ્રન્થમાં ઉદુભવવા પામ્યો હોય તે બદલ સહૃદય સાક્ષરોની હું ક્ષમા યાચું છું અને સાથે સાથે આ પુસ્તકમાં જે ખલનાઓ તેમની નજરે પડે તે મને નિવેદન કરવાની કૃપા કરવા હું તેમને વિનવું છું. અંતમાં સમગ્ર બ્રહ્માણ્ડનું કલ્યાણ થાઓ એ ભાવના ભાવો હું વિરમું છું. ભગતવાડી, ભૂલેશ્વર,
સુજ્ઞ તેને સેવક 1. મુંબઈ ? જ્ઞાનપંચમી વીર સં. ૨૪પ૬.
હીરાલાલ રસિકદાસ કાપડિયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org