________________
વાયકુસુમાંજલિ.
[તૃતીય The following process of inference illustrates both these types of arguments. There is fire in this hill because there is smoke on it; for, wherever there is smoke, there is fire (Anvaya); and wherever there is no fire, there is no smoke ( Vyatireka ).
“ હેવાભાસ ત્રણ પ્રકારના છે–અસિદ્ધ, વિરૂદ્ધ અને વ્યભિચારી. જે વડે સાધ્ય અને હેતુના નિયમને નિશ્ચય થાય છે તે દુષ્ટાત છે. દૃષ્ટાન્ત પણ સાધમ્ય અને વૈધમ્યના ભેદો વડે કરીને આઠ અથવા નવ પ્રકારે સંભવી શકે છે. પ્રત્યક્ષાદિ પ્રમાણુથી અદૂષિત શબ્દોથી ઉત્પન્ન થયેલ જ્ઞાનને “ આગમ' કહેવામાં આવે છે. -૮
સ્પષ્ટી, હેતુનું લક્ષણ “અવિનાભાવ' છે. જે હેતુમાં આ લક્ષણ ન હેય તેને દુર્હતુ અથવા હેવાભાસ કહેવામાં આવે છે. આ હેવાભાસના ત્રણ ભેટ છે. અસિદ્ધ, વિરૂદ્ધ અને વ્યભિચારી. “ શબ્દ અનિત્ય છે, ચાક્ષુષત્વને લીધે '. અત્રે ચાક્ષુષત્વ એ હેતુ શબ્દ સાથે સંબંધ ન રાખ હેવાથી અસિદ્ધ છે, કારણ કે શબ્દ તો શ્રાવણ અથત શ્રોત્રમ્રાહ્ય છે. જે હેતુ સાધ્યની સાથે કદી પણ રહેતો ન હોય તેને વિરૂદ્ધ હેતુ કહેવામાં આવે છે. જેમકે “ આ ઘડે છે, શૃંગ હેવાને લીધે.’ આમાં કાઈ પણ ઘેડાને શંગ હેતું જ નથી, આથી આ હેતુ વિરુદ્ધ છે. જે હેતુ સાથે સાધ્યને સંબંધ તે હેય, પણ અવિનાભાવ નામને સંબંધ ન હોય તે હેતુને વ્યભિચારી ( અનૈકાન્તિક ) કહેવામાં આવે છે. જેમકે
ગાય શીંગડાવાળી છે, પશુ હેવાથી. ” આ અનુમાનમાં પશુત્વ હેતુ વ્યભિચારી છે, કારણ કે પશુત્વ હેતુ ઇંગની સાથે સર્વત્ર સંબંધ રાખતો નથી, કેમકે ગધેડા વિગેરે પશુઓને ગ હેતું નથી. આ ત્રણ હેવાભાસે ઉપરાંત તૈયાયિકે કાલાતીત અર્થાત બાધિત અને સત્કૃતિપક્ષ નામના બે વધુ હેવાભાસે માને છે, પણ આમ માનવાની કંઈ જરૂર નથી.
જે સાધ્ય, પ્રત્યક્ષ આદિ પ્રમાણેથી બાધિત સિદ્ધ થતું હોય, તે સાધ્ય સાથે જોડેલે હેતુ કાલાતીત ( બાધિત ) હેવાભાસ માનવામાં આવ્યો છે. દાખલા તરીકે “ અગ્નિ અનુષ્ણુ છે, દ્રવ્ય હોવાને લીધે. ” આ અનુમાનની અંદર અગ્નિનું ઉષ્ણત્વ પ્રત્યક્ષ પ્રમાણુથી સિદ્ધ હોવાને
142
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org