________________
કિંચિત્ વક્તવ્ય હવે આ ગ્રન્થને અંગે મને જે જે મહાશય તરફથી યત્કિંચિત્ પણ સહાયતા મળી છે તેમને મારે ઉપકાર માનવાનું કાર્ય બાકી રહે છે. સૌથી પ્રથમ તો શાન્તભક્તામરનો અન્વયે લખી મેકલવા બદલ હું શ્રીઆનન્દસાગરસૂરિને અણું છું. વળી તેમણે સરસ્વતી-ભકતામર તેમજ શાન્તિભક્તામરની પ્રેસ-કૉપી તેમના શિષ્ય-રત્ન મુનીશ્વર શ્રીમાણિક્યસાગર દ્વારા તપાસાવી મેકલાવી તે બદલ તેમને અને તે તપાસી આપવા બદલ હું તેમના શિષ્યરત્નને ઉપકાર માનું છું. શ્રીબપ્પભદિસૂરિકૃત ચતુર્વિશતિકાનાં બીજી વારનાં પ્રફે જોઈ આપવામાં જેમ શ્રીક્ષાન્તિવિજયે કૃપા કરી હતી તેવી કૃપા તેમણે આ ગ્રન્થમાં છપાયેલા પ્રથમનાં બે કાવ્યનાં પ્રફે જોઈ આપવામાં કરી તેથી તેમનો અત્રે હું આભાર માનું છું. વિશેષમાં પાર્શ્વભક્તામરની હસ્તલિખિત પ્રતિ આપવા બદલ શ્રાવિચક્ષણાવજયને તેમજ તેનાં તથા પ્રસ્તાવના વગેરેનાં બીજી વારનાં પ્રફે જેઈ આપવા બદલ શ્રી ચતુરવિજયને પણ હું ઉપકાર માનું છું. આ ગ્રન્થમાં જે અશુદ્ધિઓ મારા દૃષ્ટિદેષ કે મીત-દેષને લઈને ઉપસ્થિત થઈ હોય તેનું સૂચન કરનારું શુદ્ધિ-પત્ર તૈયાર કરી આપવા બદલ હું શ્રીવિજયદાનસુરિને પણ આભાર માનું છું. અન્તમાં પરિશિષ્ટગત કા માટે મને જે શ્રીવિજયેદ્રસૂરિ પ્રમુખ મહાશની હરતલિખિત પ્રતિ મળી હતી તેમને તેમજ આ ગ્રન્થ તૈયાર કરવામાં મને જે મહાનુભાવોએ સહાયતા કરી છે તે સર્વેને ફરીથી ઉપકાર માનતે તેમજ આ ગ્રન્થમાં મારી અલ્પજ્ઞતાને લઈને જે ખલનાઓ નજરે પડતી હોય તે બદલ સહૃદય સાક્ષરેની ક્ષમા યાચતે હું વિરમું છું. નવી ચાલ, ભગતવાડી, ભૂલેશ્વર, |
સુજ્ઞ-સેવક મુંબઈ વીર સંવત ૨૪૫૩, જયેષ્ઠ શુક્લ પ્રતિપ૬. | હીરાલાલ રસિકદાસ કાપડિયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org