________________
કિંચિત્ વક્તવ્ય
મેકલવા વિજ્ઞપ્તિ કરી તે તેમણે ઘણી ખુશીથી રવીકારી. પરંતુ તેઓશ્રી તરફથી અન્વયે લખાઈને આવ્યા તે પૂર્વે શ્રીમાન જીવણચંદના પ્રયાસથી મને આ કાવ્યની અમદાવાદની વિદ્યાશાળાના ભંડારમાંથી એક પ્રતિ મળી. આ પ્રતિ ટર્બો સહિત હોવાથી મને તે ખાસ કરીને ભાષાન્તર તૈયાર કરવામાં વિશેષ ઉપયોગી થઈ પડી.
આ પ્રમાણે મને જુદે જુદે રથળેથી મળેલી પ્રતિઓની મેં અનુક્રમે ૧, ૩ અને ૪ એવી સંજ્ઞા રાખી છે. તેમાં વ-પ્રતિમાં ૬ પગે હતા, જ્યારે સ્વ-પ્રતિમાં ૩ પત્ર હતાં. ટમ્બાવાળી - પ્રતિના પત્રોની સંખ્યા ૧૧ ની હતી. આ પ્રતિ ૧ અને ૨ કરતાં વધારે શુદ્ધ હતી. એની મધ્યની ચાર લીટીમાં મૂળ શ્લોક આપવામાં આવ્યા હતા અને આ પ્રત્યેક લીટીની ઉપર તેને અર્થસૂચક ટર્બો આપવામાં આવ્યું હતું. પરંતુ ત્યાં ચાળીસમા લોકો ટો આપવામાં આવ્યું હતું નહિ એ વિશેષતા છે. વળી આ પ્રતિના અંતમાં નીચે મુજબને ઉલ્લેખ પણ હતે –
___ "इति श्रीशान्तिनाथस्तवनं ग्रन्थाग्रं ५०० । संवत् १८४७ ना वर्षे कार्तिक सुदि ३ दिने लिखित मु० न्यानवर्धनगणि श्रीषंभातिवंदरे श्रीथंमणपार्श्वनाथप्रसादात् । श्रीगुरुभ्यो नमो नमः॥"
સૂરિજી તરફથી શાન્તિ-ભક્તામર કાવ્યને અન્વયે લખાઈ આવતાં તે મેં તૈયાર કરેલી પ્રેસ-કૉપી સાથે મેળવી લીધું અને અન્વય, શબ્દાર્થ, લેકાર્થ અને સ્પષ્ટીકરણને લગતી સંપૂર્ણ પ્રેસ-કૉપી મેં તેમના ઉપર મોકલી આપી. આ વખતે પણ તે તપાસી અપાવી પિતાની સુજનતા તેમણે સિદ્ધ કરી આપી.
આ ગ્રન્થમાં જે શ્રીવિનયલાભગણિકૃત પાર્શ્વભક્તામર આપવામાં આવ્યું છે તેની હરતલિખિત પ્રતિ મને મારા સ્વર્ગસ્થ પિતાશ્રીના પરમ ધર્મનેહી જૈનાચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિના વિદ્વાન શિષ્યરત્ન મુનિરાજ શ્રીવિચક્ષણવિજય તરફથી મળી હતી. આ પ્રતિમાં ફક્ત મૂળ
લેકે આપેલા હતા, પરંતુ તે ટીકા, અવચાર કે ટિપ્પણથી વિભૂષિત હતી નહિ. લગભગ આની પૂર્વેનાં બે કાવ્ય છપાઈ રહેવા આવ્યાં હતાં તેવામાં આ પ્રતિ મને મળી હતી એટલે આ ગ્રન્થ બહાર પાડવામાં વિલંબ થાય તેમ હોવાથી આની પ્રેસ-કૉપી કોઈ પણ મુનિરાજ ઉપર તપાસાવવા ન મેકલતાં બારેબાર મુદ્રણાલયમાં મોકલવામાં આવી હતી. પરંતુ આનાં પણ બીજી વારનાં
૧ આ પ્રતિ ઉપરથી જેમ બને તેમ જલદી ઉતારે કરાવીને તે મેં વિચક્ષણવિજયજીને પાછી આપી ત્યારે મેં ધાર્યું હતું નહિ કે પાશ્વ-ભક્તામર કાવ્ય આ વિભાગમાં જ છપાશે. પરંતુ આ વિભાગ લગભગ પૂર્ણ થવા આવ્યો હતા તેવામાં આ નવીન કાવ્ય મને ઉપલબ્ધ થયાની વાત મેં શ્રીમાન જીવણચંદને નિવેદન કરી. તેમણે આ કાવ્ય આ વિભાગમાં છપાવવા વિચાર દર્શાવ્યો એટલે મૂળ પ્રતિ મને ફરીથી આપવા માટે મેં મુનિરાજને વિજ્ઞપ્તિ કરી. પરંતુ આ બે ત્રણ પત્રની પ્રતિ તેઓએ કયાં મૂકી હતી તે તેમના ધ્યાનમાં નહિ આવવાથી તેમજ તેઓ વિહાર કર
તે મને મળી શકી નહિ. આથી સંશોધન-સમયે સંદેહાત્મક સ્થળોમાં મેં કૅસમાં પાઠ આપ્યા છે, કેમકે ઉતાવળમાં ઉતારેલા ઉતારામાં કંઈ ભૂલ-ચૂક રહી પણ ગઈ હોય તેથી આ સર્વ સ્થળે મૂળ પ્રતિમાં અશુદ્ધ જ છે એમ હું કહી શકું નહિ. - અત્યારે મને નિવેદન કરતાં આનન્દ થાય છે કે પાર્શ્વ-ભકતામરનાં મૂળ પદ્યો છપાતી વેળાએ વિચક્ષણ વિજયજી પાછા ઘાટ પર આવી ગયા હતા એટલે એનું છેવટનું પ્રક મૂળ પ્રતિ સાથે મેળવી આપવા માટે મેં તેમણે વિજ્ઞપ્તિ કરી. તેમણે તે સ્વીકારી પ્રફ સુધારી મોકલ્યું. આથી શુદ્ધતાશુદ્ધતા સંબંધી વિશેષ ઉહાપોહ કરવો બાકી રહેતું નથી. તેમ છતાં પણ અર્થ-ભિન્નતા સુચક પાઠનો પ્રસ્તાવનામાં થોડો ઘણો વિચાર કરવો મેં ઊંચિત ધાર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org