SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ અભિપ્રાય નૈષધીયચરિત મહાકાવ્ય સાથે સ્પર્ધા કરતું હીરસૈભાગ્ય મહાકાવ્ય, ૫. દેવવિમલગણિએ પણ ટીકા સાથે રચેલું છે, જે નિર્ણયસાગર પ્રેસ દ્વારા વર્ષો થયાં સુપ્રસિદ્ધ છે. અને કવિ કાલિદાસના રધુવંશ કાવ્ય સાથે સ્પર્ધા કરતું વિજ્યપ્રશરિત કાવ્ય, પં. હેમવિજયગણિએ સોળ સર્ગ સુધી અને અપૂર્ણ રહેલું (૧૭ થી ૨૧ સર્ગ પર્યત) ટીકાકાર ગુણવિજ્યગણિએ પૂર્ણ કર્યું હતું. એ કાવ્ય પણ યશોવિજ્ય જૈનગ્રંથમાળા દ્વારા વર્ષોથી પ્રસિદ્ધ છે. પદ્મસાગરગણિત જગદ્ગકાવ્ય છે, તે પણ એ સંરથો તરફથી પ્રકટ થયેલ છે અને શ્રીવલ્લેભઉપાધ્યાયે રચેલું વિજયદેવમહાભ્ય જાણવામાં આવેલ છે. જેનેતર પંચમહાકા સાથે સ્પર્ધા કરતાં બીજાં કાનાં નામે પણ સૂચવી શકાય. જેમકે—જ્યશેખરસૂરિનું જૈનકુમારસંભવ, મહામાત્ય વસ્તુપાલનું નરનારાયણાનંદ, બાલચંદ્રસૂરિનું વસંતવિલાસ, મેરૂતુંગસૂરિનું જૈનમેધદૂત, કવિ હરિચંદ્રનું ધર્મશર્માલ્યુદય, કવિ વાગભટનું નેમિનિર્વાણ, મુનિભદ્રસૂરિનું શાંતિનાથચરિત, અભયદેવસૂરિનું જયંતવિજ્ય એ વિગેરે અનેક મહાકાવ્ય પ્રસિદ્ધિમાં આવ્યાં છે. પૃ. ૧૭ માં “શ્રીહર્ષ અને પરિચય કરાવતાં જણાવ્યું છે કે—“ કવિવર શ્રીહર્ષ નૈષધીયચરિત ઉપરાંત અન્ય કોઈ ગ્રન્થ રચ્યો હોય તે તે જોવામાં આવતું નથી.” પરંતુ વિવેચક બંધુએ એ નૈષધીય ચરિતના જ ૪,૫,૬,૭,૯,૧૭,૧૮,૨૨ સર્ગના અંતિમ શ્લોક તરફ લક્ષ્ય આપ્યું હત તે કવિવર શ્રીહર્ષના રચેલા ૧ ધૈર્યવિચારણપ્રકરણ (ક્ષણભંગનિરાકરણ), ૨ “વિજ્યપ્રશસ્તિ, ૩ ખંડનખંડ, ૪ ગડવીશકુલપ્રશસ્તિ, ૫ અર્ણવવર્ણન, ૬ છિન્દપ્રશસ્તિ, ૭ શિવભક્તિસિદ્ધિ, ૮ નવસાહસચરિતચંપૂ એ ગ્રન્થનાં નામે પણ સૂચવ્યાં હેત, જેમને ખંડનખંડ ગ્રંથ સુપ્રસિદ્ધ છે. એવી કેટલીક ખલનાઓ સિવાય આ ગ્રંથને અત્યુત્તમ બનાવવા પ્રે. હીરાલાલે પ્રશંસાપાત્ર પ્રયત્ન કર્યો છે એમ કહેવું યુક્ત છે. શ્રીયુત જીવણચંદ સા. ઝવેરી જેવા સાહિત્યપ્રેમી શ્રીમાને આ ગ્રંથને આગમેદયસમિતિ દ્વારા પ્રસિદ્ધિમાં લાવી સાહિત્ય-સેવાના કાર્યમાં આવશ્યક પૂર્તિ કરી છે. પ્રવર્તક કાંતિવિજયજી મહારાજ જેવા મહાનુભાવને આ ગ્રંથ સમર્પિત કરી તેમની મૈન સાહિત્યસેવાની ઉચિત કદર કરી છે. મને હર કાગળ અને છપાઈવાળા આ ગ્રંથની કિં. રૂ. ૭-૮ વધારે ન ગણાય. બીજી સંસ્થાઓ આવાં કાર્યોનું અનુકરણ કરી અપ્રસિદ્ધ વિશાલ ઉત્તમોત્તમ જૈન વાડમયને પ્રશસ્ત પદ્ધતિથી પ્રકાશમાં લાવવા વિશેષ પ્રયત્ન કરે તેમ ઈચ્છીએ છીએ. વીર સં. ૨૪૫૪ માર્ગશીર્ષ શુ. ૧૫ કાઠી પિળ, વડોદરા, લાલચંદ્ર ભગવાનદાસ ગાંધી, ૧ શુદ્ધિપત્રમાં ઉપયુક્ત બે ખલનાઓ સુધારી લેવામાં આવી છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004889
Book TitleKavya Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy