________________
શ્રીમવિજયાનન્દસૂરીશ્વરના પટ્ટર શ્રીમવિજયકમલસૂરિરાજના પ્રથમ પટ્ટધર જ્યોતિઃશાસ્રવિશારદ શ્રીવિજયદાનસૂરિના આભમાય.
શ્રીવીરભક્તામર તથા શ્રીનેમિભક્તામરનાં ગંભીર કાવ્યેાના ભાષાંતરકાર શ્રીમાન્ પ્રોફેસર હીરાલાલ રસીકદાસે પેાતાના પ્રસ્તુત શ્રમ માટે અમારા અભિપ્રાયની ઇચ્છા દર્શાવી છે.
પૂર્વનાં કાવ્યોની માફક આ શ્રીસરસ્વતીભક્તામર, શ્રીશાંતિભક્તામર તથા શ્રીપાર્શ્વભક્તામર કાવ્યાના ભાષાંતરમાં પણ તેમણે સારામાં સારી સફળતા પ્રાપ્ત કરી છે એ કહેવાની ભાગ્યેજ જરૂર હાય. અત્રે સૂત્રેા તથા મતાંતરાની ખાખતમાં કેટલીક વખત સ્મરણમાં રહેવા જોઇતા વિવેકની આવશ્યક્તા બાબત સામાન્ય ઇસારા કરવા અસ્થાને નહિ ગણાય. તે એ છે કે આ ગ્રન્થમાં રપષ્ટીકરણમાં અનુવાદકે સૂત્રેાના ઉલ્લેખ કરેલા હૈાવાથી સુત્રા વાંચવાની ગ્રહસ્થાને છૂટ છે એમ સમજવાનું નથી તેમજ મતાંતરની બાબતમાં દિગ ંબર મતના જે આ ગ્રંથમાં ઉલ્લેખ કરવામાં આવ્યા છે તે ઉપરથી તે પણ ખાસ એક વજન આપવા લાયક મૌલિક સિદ્દાન્ત છે એમ સમજવાની ભૂલ થવી ન જોઈએ.
ગુજરાતી વાંચનારાઓ, મૂળ સંસ્કૃત કૃતિઓના રસાસ્વાદથી જે વંચિત રહેત, તે આ ભાષાંતરથી એના ભેસ્તા ખની આત્મશ્રેય માટે ધણીજ સહેલાઇ યાને સરળતાથી લાભ ઉઠાવી શકરો એમાં શંકા નથી.
પુસ્તક પ્રકાશનમાં સંસ્થાએ કાગળ તથા છપાઇ વિગેરે ઉંચા પ્રકારનાં વાપર્યાં છે. તે જોતાં કીંમત ઓછી ગણાય. આથી સામાન્ય જનસમાજને ઉપકાર કરવામાં તે વધુ શક્તિમાન નીવડરો એમ મનાય છે.
ખંભાત.
વિક્રમ સંવત્ ૧૯૮૩ આષાઢ કૃષ્ણ એકાદશી.
Jain Education International
For Private & Personal Use Only
વિજયદાનસૂરિ
www.jainelibrary.org