________________
૩૪
વિનય-સૌરભ
[લતા ૧૦
નામ-કર્મથી ચેતનને મળ્યાં છે. “પશુસંસ્થાનમાં માખી, મધુકર, મત્ય, સપ તેમ જ જાતજાતનાં પશુઓ અને પંખીઓ વગેરે (તિયો ) વસે છે. નામ-કમે નારકેને નિખરરૂપ કર્યા. અને “વિબુધનિધાન” ભગરમાં સુંદર રૂપવાળા જન (દેવ) કર્યા. “માનવવામાં માનવીઓ વસે છે. તેમને જાતજાતનાં રૂપ, કદ અને રંગને બનાવ્યા.
ગોત્ર–કમે ઊંચ અને નીચ કુળ બનાવ્યાં છે. આયુષ્ય બધા જીવોને બાંધી રાખ્યા છે. એની આજ્ઞા વિના કેઈ ભવાંતરમાં જઈ શકતું નથી. વેદનીય રંગે રમે છે અને સુખ અને દુઃખ રૂપે એ પરિણમે છે. એ નામાદિ ચતુષ્ટય મંદિરના મંડનરૂપ મોભની જેમ ભવના સ્થિર થભ છે.
મેહનીય પરિવાર–મેહનીયે સર્વ દેશવિદેશ જીત્યા છે. એનું મન તે અટવી છે. એમાં “દુર્મતિ જળવાળી “પ્રમતા' નદી છે. એને તીરે ચિત્તવિક્ષેપ મંડપ છે. ચતુર તૃષ્ણ ચેતેરે વિપર્યાસ આસન ઉપર બેસે છે. મોહનીય સાત ભાંડુઓના બળને પુષ્ટ કરે છે. એથી કર્મપરિણામ અવિચળ અને અભિરામ રાજ્ય કરે છે. મહામૂઢતા મેહનીયની પટરાણી છે અને મિથ્યાદર્શન અને મહે છે. એ મહેતાએ જગતને કુદેવ, કુગુરુ અને કુધર્મના સેવક બનાવ્યા છે, અને સુદેવ, સુગુરુ અને સુધમને ભ્રમ ગણાવ્યા છે. એમ એના અનેક કરતૂત છે. એ મહેતાને કુદષ્ટિ નામે પત્ની છે. મહેતાની શીખામણથી કેઈએ જટા ધારણ કરી તે કેઈએ મસ્તક મુંડાવ્યું કે રક્તાંબર બન્યા તે કેઈએ હાથમાં દંડ લીધે; અને કોઈ એ શરીરે રાખ ચોળી તે કેઈએ ભીખ માંગી.
મેહરાજાને બે પુત્ર છે. મેટે પુત્ર રાગ–કેસરી છે અને એને મૂઢતા નામે પત્ની છે. એ પુત્રના એકેકથી બીહામણું ત્રણ રૂપ છે (૧) કામરાગ, (ર) નેહ-રાગ અને (૩) દૃષ્ટિ-રાગ. એ ત્રણનું રવરૂપ વર્ણવાયું છે.
મેહને બીજો પુત્ર શ્રેષ–ગજેન્દ્ર છે. એ વક્રમુખીને નિર્વિક્તા નામે પત્ની છે. એ જ્યારે હદય ઉપર પ્રભુત્વ મેળવે ત્યારે વિનયને વિચાર આવે નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org