________________
લતા ૩] પૂર્વવત કવન-કુંજ ચંદની કળાઓ જેવી જણાવી છે. લે. ૨૧૩માં મુનિના નામની ગૂંથણ કોયડારૂપે કરાઈ છે.
પાંચમા અધિકારના પ્રારંભમાં . ૨૧૫-૨૧૯માં લેખની પ્રશંસા કરાઈ છે. એને મેધ, સૂર્ય અને કેશગ્રહની લક્ષ્મી કહી સર્વ ગુણના સ્થાનરૂપ વર્ણવ્યો છે. લે. ૨૨૦-૨૨૧માં લેખના નીચે મુજબ સાત પ્રકારે દર્શાવાયા છે –
(૧) વ્યાપાર–લેખ, (૨) કામદેવ-લેખ, (૩) રનેહને લેખ, (૪) રિષાંકિત લેખ, (૫) શોકથી ઉદ્ભવતા લેખ, (૬) પ્રમોદજન્ય લેખ અને ૭) ધર્મલેખ.
પહેલા છ લેખનું સ્વરૂપ દર્શાવી ધમ- લેખને “સાર્વભૌમ કહ્યો છે. એમાં સ્વતિ એ બીજ છે, જિનનું વર્ણન એ મૂળ છે, નગરનું વર્ણન એ શાખાઓ છે, વૃત્તાન્ત એ પુષ્પો છે, અને ગુરુનું વર્ણન એ ફળ છે.
લેખનું દુર્જનથી પ્રાયઃ રક્ષણ કરવું ઘટે અને સજ્જનને બતાવો જોઈએ એમ કલે. ૨૨૫માં કહી લે. ૨૨-૨૩૬માં સજજનો અને દુજનેનું રરૂપ કાદંબરકાર વગેરેએ વણવેલું હોવાથી આલેખાયું છે. ત્યાર બાદ કર્તાએ પિતાની લઘુના દર્શાવી ગર્વને પરિહાર કર્યો છે અને વિજયાનંદસૂરિને કૃપાદષ્ટિ રાખવા વિજ્ઞપ્તિ કરી છે. અંતમાં પિતાના ચિતની તન્મયતા દર્શાવી આ લેખને – પ્રબંધને રચનાસમય જણાવી અને સંધનું કલ્યાણ ઇચ્છી આ લેખ તંભતીથે મેકલાયાનું કહ્યું છે. ૨૩૮મું પદ્ય હંમપ્રકાશની પ્રશસ્તિના (લે. ૪) પદ્યરૂપે જોવાય છે.
ચિત્ર' અહંકાર—આ વિજ્ઞપ્તિપત્ર શબ્દાલંકારના એક પ્રકાર નામે ‘ચિત્રના આકાર-ચિત્ર ઇત્યાદિ ઉપપ્રકારનાં હૃદયંગમ ઉદાહરણ પૂરાં પાડે છે. પ્રથમ અધિકારના કલે. ૧રથી લે. ૨૯ જે જાતજાતનાં
૧ ઇત્યાદિથી સ્વરચિત્ર, વ્યંજન-ચિત્ર, સ્થાન-ચિત્ર, ગતિ-ચિત્ર, ચુત–ચિત્ર,
ગૂઢ-ચિત્ર, પ્રશ્નોત્તર, પ્રહેલિકા વગેરે સમજવાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org