________________
સં વધે ના
પૃ. ૪, પક્તિ ૧૨. સતીÁ–કાંતિવિજયગણિ એ ચરિત્રનાયકના સતર્થ યાને ગુરુભાઈ થાય છે. જુઓ પૃ. ૩૧.
પૃ. ૭, પં. ૧૯. ચાતુર્માસે–નયકણિકા (પૃ. ૪૨-૪૩)માં મે. દ. દેશાઈએ વિનયવિજયગણિએ અમદાવાદમાં ચાતુર્માસ કર્યાનું લખ્યું છે પણ એ માટે કોઈ પ્રમાણ એમણે આપ્યું નથી અને મને પણ અદ્યાપિ મળ્યું નથી.
ઇલાદુર્ગમાં વિનયવિજયગણિ ચાતુર્મસાથે કે અન્ય કારણસર રહ્યા હતા એમ ઇન્દુદૂત (લે. ૧૨૭) જોતાં જણાય છે.
ઉજેણી’ નગરથી શ્રીરાધે મારવાડના વગડી' ગામમાં વિજય પ્રભસૂરિ ઉપર લખેલ વિનંતિપત્ર ઈન્દુદૂતની પ્રકાશ સહિતની આવૃત્તિમાં પૃ. ૪૦-૪૭માં છપાવાયેલ છે. એમાં પૃ. ૪૬માં નીચે મુજબની પંક્તિ છે -
શ્રીપૂજ્યજીનઈ આદેશઈ ઉપાધ્યાય શ્રીવિનયવિજયગણિ ઈહા માસું પધાર્યા. શ્રીઉપાધ્યાયજી ઘણું બહુશ્રુત ઘણું સવેગી ઘણું ગુણવંત કિરિઆપાત્ર જેહવા મીપૂજ્યજીના ગીતાર્થ જોઈ તેહવા છે અને શ્રીઉપાધ્યાયજીના સંધાડાપતિ પં. ત્રહદ્ધિવિજય પ્રમુખ સર્વ યતિ ઘણું સવેગી કિરિઆપાત્ર ભલા છે સાધ છે, તે દેબી સંઘને ઘણી શાંતિ ઉપની છે.”
આ ઉપરથી ત્રણ બાબત જાણવા મળે છે –
(૧) વિનયવિજયગણિ વિજયપ્રભસૂરિના આદેશથી ઉજ્જૈનમાં ચાતુર્માસાથે રહ્યા હતા, ૧ અહીં એ સમયે જસવંતસિંહનું રાજ્ય હતું. ૨ વિનંતિપત્ર (પૃ. ૪૧-૪૪)માં આ સૂરિના વિશેષણરૂપે એક સે શાસ્ત્રીય બિલ ગુંથાયાં છે. એમાં આગમિક વિચારણું પુષ્કળ પ્રમાણમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org