________________
[૭] દશમુખ-રાવણની વિદ્યા-સાધના
: ૫૫ : ઈન્દ્રના ઉપર સુમાલીએ કરેલ આક્રમણ અને મેળવેલો પરાજય
વિદ્યાધરને આનંદ કરાવનાર એવા ઈન્દ્રને સાંભળીને લંકાધિપ માલીએ સૈન્ય, ભાઈઓ અને મિત્રરાજાઓ સાથે એકદમ તેના ઉપર ચડાઈ કરી. હાથી, ઘોડા, બળદ, કેસરીસિંહ, હરિણ, પાડા, સૂઅર વગેરે વાહન પર આરૂઢ થએલા રાક્ષસના સુભટ આકાશને ઢાંકી દેતા એકદમ ચાલવા લાગ્યા. સર્વ પ્રકારના અસ્ત્ર-શસ્ત્રમાં કુશલ સુમાલી મોટાભાઈને કહેવા લાગ્યો કે, “આ સ્થાને પડાવ નાખે, અથવા તે હું લંકાનગરી પાછો જઈશ. મહાભયંકર ઉત્પાત દેખાય છે, શકુનો ખરાબ અને વિપરીત જણાય છે, એ કારણે આપણે પરાજય થશે, આ વાતમાં સંદેહ નથી. અમંગલ-સૂચક ગધેડા, ઘોડા, બળદ, સારસ પક્ષી, શતપત્રપક્ષી, શિયાળ વગેરેના શબ્દો દક્ષિણ તરફ સંભળાય છે અને તે આપણો પરાજય કરાવશે. તેનું વચન સાંભળીને ગર્વિત માલી હસતાં હસતાં તેને કહેવા લાગ્યું કે-“અરે! સૂવરને શબ્દ સાંભળીને સિંહ ભય પામીને કદાપિ પોતાની ગુફામાં પાછો પેસી જાય ખરે? અરે ! આપણે તો નંદનવનમાં મોટા રત્નોના આશ્ચર્યકારી જિનાલયે કરાવ્યા છે, ઉત્તમ સુખ ભોગવ્યાં છે, લોકોને ઈચ્છા પ્રમાણે દાન આપ્યાં છે, ચંદ્ર અને મોગરાના પુષ્પ સરખા નિર્મલ-ઉજજવલ યશથી આપણું ગોત્ર અલંકૃત થએલું છે. કદાચ યુદ્ધમાં આપણું મરણ થાય તે આપણે હવે પ્રાપ્ત કરવા ગ્ય શું બાકી રહ્યું છે?” આ પ્રમાણે સુમાલીના વચનની અવગણના કરીને માલી રાજાએ વૈતાઢ્ય પર્વત પર આવેલા રથનુ પુર–ચક્રવાલપુર તરફ પ્રયાણ કર્યું. રાક્ષસ રાજાનું સિન્ય આવતું સાંભળીને લોકપાલથી પરિવરેલે, ઐરાવણ હાથી પર આરૂઢ થએલે ઇન્દ્રરાજા નગરથી બહાર નીકળ્યો. એક બીજા ઉતાવળથી આગળ નીકળી જવાની ઈચ્છાવાળા અને યુદ્ધના રસવાળા ઈન્દ્રના રથ, હાથી, અશ્વસમૂહ અને પાયદલ સૈન્ય બહાર નીકળ્યું. ઇન્દ્રના સુભટની દેવસેનાને સજજ થએલી દેખીને રાક્ષસો અને વાનરેના પરાક્રમી યોદ્ધાઓ બાણાસ્ત્રને ફેંકતા પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા.
એક રથ સામા પક્ષના રથને ભાંગી નાખતો હતું, હાથીઓ હાથીઓ સાથે, અશ્વો અશ્વોની સાથે અને પાયદલ પાયદળ સાથે લડતા લડતા પડવા લાગ્યા. બાણ, શક્તિ, મુગર, ઢાલ, શિલા, પત્થર અને સેંકડોની સંખ્યાવાળાં આયુધ ફેંકાતાં હતાં, ત્યારે આકાશ એકદમ તેનાથી છવાઈ ગયું. વૃદ્ધિ પામતા યુદ્ધ કરવાના રસવાળા ઈન્દ્રના સુભટોએ રાક્ષસ-સૈન્યની મોખરે રહેલા સિન્યને પરાજય પમાડયું. પોતાનું સમર્થ અને સમગ્ર સન્ય વેરવિખેર જોઈને કોપાયમાન થએલ માલી શસ્ત્રોના સમૂહ વડે અગ્નિ પ્રગટાવત રણમેદાનમાં આગળ વધે. બાણ, શક્તિ, તરવાર, મુદુગર, ચક્ર તેમ જ પ્રચંડ સૂર્ય સરખી ઉપમાવાળાં બીજા અનેક આયુધ વડે માલિનરેન્દ્ર ઈન્દ્રના સિન્યને પરાજય કર્યો, જેથી સુભટ દરેક દિશામાં ભાગી ગયા. રાક્ષસરાજાને પોતાના સન્મુખ આવતો દેખીને સૂર્યની આડે જેમ પર્વત તેમ સર્વ શરીર પર વીંટળાએલ શwવાળો ઈન્દ્ર વચ્ચે ઉભે રહ્યો. બલ અને અભિમાનથી ગર્વિત અને યુદ્ધની ખણુને વહન કરતા ઈન્દ્ર અને માલી બંનેનું રણમેદાનમાં યુદ્ધ જામ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org