________________
: પર :
પઉમચરિય–પદ્ધચરિત્ર
કઈક સમયે ઈન્દ્રધનુષને વિલય પામતું દેખીને તે અશનિવેગ રાજા સંવેગપરાયણ થયો. વિચારવા લાગ્યું કે, “વિષયસુખમાં આસક્ત બનેલા મેં પ્રાપ્ત કરેલા મનુષ્યભવને નિષ્ફળ બનાવ્યું. ન તો મેં જીવનમાં કોઈ ધર્મ આચર્યો, કે સંયમમાગ અંગીકાર કરી આત્મ-કલ્યાણ કર્યું. આ પ્રમાણે વિચારીને સર્વ પ્રકારે સર્વથી સુંદર એવા સહસ્ત્રાર નામના પુત્રને રાજ્યાભિષેક કરીને તડિગની સાથે પાપોને શાન્ત કરનાર સંયમ અંગીકાર કર્યો. દરમ્યાન અશનિવેગે સ્થાપન કરેલ શત્રુના ભયને ન ગણનાર નિર્ધાત નામને શૂરવીર દાનવ લંકાનું રાજ્ય ભેગવતે હતે. હવે કોઈક સમયે જિનચૈત્યને વંદન કરવા માટે શ્રીમાલા ભાર્યા–સહિત કિષ્કિધિએ પાતાલપુરથી નીકળીને મેરુ તરફ પ્રયાણ કર્યું. વંદન કરીને પાછા ફરતાં દક્ષિણ ભાગમાં સમુદ્રના કિનારે રહેલ મેઘસરખા શ્યામ કાંતિવાળા મોટા મધુપર્વતને છે. ત્યારે તેણે પિતાની પ્રિયાને કહ્યું કે-“હે સુંદરી ! જે જે જેના પર ભ્રમરે ગુંજારવ કરી રહેલા છે, ઉત્તમ પુપે અને નવાં પાંદડાં સહિત, અછિદ્ર શાખાઓથી આચ્છાદિત સુગંધ પ્રસરેલા વૃક્ષસહિત આ પર્વતને તું . આ પર્વતને છોડીને મારું મન અહીંથી આગળ જવા ઉત્સાહ કરતું નથી, માટે હું તે અહીં જ દેવનગરી સરખું નગર કરાવીશ. આમ કહેતાં જ તે પર્વતના શિખર પર ચડ્યો અને પ્રાકાર અને ભવનેની શોભાવાળું નગર વસાવ્યું. દેવનગરની શોભા અને આકારવાળું પૃથ્વીતલમાં પોતાના નામથી વિખ્યાત કિષ્કિધિપુર નામનું નગર કર્યું. અનેક સામતથી ચરણ–સેવા કરતા, બંધુવર્ગ–સહિત તે જિનમતમાં પૂર્ણ શ્રદ્ધા રાખનારે ઉત્તમ રાજંલક્ષ્મીને ભગવતે હતે. ચંદ્ર અને સૂર્ય સરખા આદિત્યરાજ અને ઋક્ષરાજ નામના બે પુત્ર શ્રીમાલાને ઉત્પન્ન થયા. ઉત્તમ કમલ કમલ સરખા શરીરવાળી, કમલદ્રહમાં રહેનારી પ્રત્યક્ષ લક્ષ્મી સરખી સૂરકમલા નામની પુત્રી હતી. રત્નપુર નામના નગરમાં મેરુ નામના મહારાજાની પત્ની માધવીથી ઉત્પન્ન થએલો મૃગારિદમન નામનો પુત્ર હતા. તે મૃગારિદમન કુમારને પોતાની સૂરકમલા પુત્રી વાનરરાજાએ આપી. કિષ્કિધિપુરમાં કોઈ વખત થયો ન હતો, તેવો તેમનો લગ્ન–મહોત્સવ કર્યો. તેણે કર્ણ પર્વત ઉપર કર્ણ કુંડલ નામનું દેવનગરની શેભા સરખું મોટું નવું નગર વસાવ્યું.
પાતાલલંકાપુરમાં સુકેશીને ઈન્દ્રાણીના ગર્ભથી દેવકુમાર સરખા સુંદર પુત્ર ઉત્પન્ન થયા. તેમાં પ્રથમ પુત્રનું નામ માલી, બીજો સુમાલી નામથી પ્રસિદ્ધ થયે અને ત્રીજે અમરકુમાર સરખા રૂપવાળે માલ્યવંત નામને પુત્ર થયે. મોટી વયમાં શરીરથી વૃદ્ધિ પામેલા વિદ્યા અને બલને અહંકાર કરતા તેઓ પોતાની ઈચ્છા પ્રમાણે બગીચા, વન અને રમણીય પ્રદેશોમાં કીડા કરતા હતા. ચપળ સ્વભાવવાળા તે કુમારેને સુકેશીએ દક્ષિણ દિશા તરફ જવાને નિષેધ કર્યો કે, “તમારે તે દિશામાં ન જવું, બીજી ગમે તે દિશામાં નિર્ભયતાથી કીડા કરવા જવું.” તે પછી તેઓએ વિનયપૂર્વક રાજાને પૂછ્યું કે-કેમ ન જવું? તેના પ્રત્યુત્તરમાં લંકાપુરી સંબંધી જે વૃત્તાન્ત હતો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org