________________
પઉમચરિય–પદ્મચરિત્ર
ઘણુવર્ણવાળા દ્વીપ જણ હતો. વિવિધ પ્રકારના તરુણ વૃક્ષો ઉપર ઉગેલાં પાંચવર્ણનાં પુષ્પવડે અને જળનાં વહેતાં ઝરણું તેમજ વિવિધ ગુફાઓ વડે કરીને જાણે બ્રમરથી વ્યાપ્ત ન હોય તેવું જણાતો હતો.
સફેદ શેરડીના પાકથી ભરપૂર, સ્વાભાવિક વાવડીઓથી યુક્ત, સુંદર કમલના કેસરથી અરુણ વર્ણવાળો, લવંગની ગંધથી બહેકતે દ્વીપ હતું, ત્યાં પહોંચ્યા. આવા દ્વીપમાં અત્યંત આનંદથી ફરતા હતા, ત્યારે શ્રીકંઠે ચારે બાજુ મનુષ્યના આકારના વાનરગણે જોયા. ત્યાં કીડા માટે રાજાએ તે સર્વ માટે ખાન-પાન આદિ કરવા ગ્ય સર્વ તિયાર કરાવ્યું અને તે સર્વેને તે બાને એકઠા કર્યા. તેઓ નૃત્ય કરવા લાગ્યા, તાળીઓથી અવાજ, વાજિંત્રના શબ્દો, એક બીજાને વળગીને ફેરફુદડી ફરવી ઈત્યાદિક તેમના ચપળ સ્વભાવ પ્રમાણે ક્રીડા કરવા લાગ્યા, તેથી શ્રીકંઠને અતિ વલ્લભ થયા. તે શ્રીકઠે કિષ્કિલ્પિ નામના પર્વત ઉપર ભવન, અટારીએ, સુવર્ણના કિલ્લાવાળું, ચૌદ જન વિસ્તારવાળું કિકિન્ધિપુર નામનું નગર વસાવ્યું. તેમાં મોટા પ્રાસાદ, ઉંચાં તરણે, મણિ અને રત્નોનાં કિરણથી રંગ-બેરંગી ભિતોવાળી નગરીની એવી વિક્ર્વણા કરી કે અમરપુરીની શોભા તેની આગળ ઝાંખી પડી. લોકે જે કંઈ પણ ઉપકરણ, આભૂષણ, ભેજન આદિની માગણી કરે, તે વિદ્યાના પ્રભાવથી ત્યાં સર્વ તેઓને હાજર થતું હતું. આવા પ્રકારના નગરમાં પદ્મારાણીની સાથે અનુપમ રાજ્યસુખ દેવલોકમાં રહેલા ઈન્દ્રની જેમ હંમેશાં આનંદથી ભેગવતે હતો. - એક વખત ભવનના ઉપરના ભાગમાં રહીને આકાશ તરફ ઉપર અવલોકન કરતાં નંદીશ્વરદ્વીપ તરફ જતા ઈન્દ્રને જોયા. હાથી, વૃષભ, ઘોડા, કેસરીસિંહ, મૃગ, પાડા, વરાહ આદિ વાહનપર આરૂઢ થએલા, સમગ્ર આકાશને પૂરતા દેવસમૂહ સાથે જઈ રહેલા હતા. પિતાના પૂર્વભવનું સ્મરણ થવાથી રાજા કહે છે કે-આ સર્વે દે ભગવંતનાં શાશ્વતાં બિંબોને વંદન કરવા માટે નંદીશ્વરદ્વીપ જાય છે. હું પણ તે દેવની સાથે પ્રયત્ન કરીને જાઉં અને ચેત્યેની સ્તુતિ-મંગળ આદિ કાર્ય કર્યું. તે રાજા કૌંચવિમાનમાં બેસીને વેગથી જતું હતું, વચમાં માનુષત્તર પર્વત ઉપર તેની ગતિ અટકી ગઈ. બીજા દેવોને માનુષેત્તર પર્વત ઓળંગતા જોઈને શોકસમૂહથી વ્યાસ શરીરવાળે તે વિલાપ કરવા લાગ્યો કે-“ખરેખર ખેદની વાત છે કે, પાપી એ હું નંદીશ્વરદ્વીપે ન પહોંચી શકે. મારા મને નિષ્ફળ નીવડ્યા, તેમજ ઉત્સાહ ભગ્ન થ. નંદીશ્વરદ્વીપનાં ચિત્યની પૂજા કરવાના ભાવથી અને પ્રસન્ન મનથી નમસ્કાર કરવાના જે મને મેં કરેલા હતા, નિર્ભાગી એવા મને તે સફલ ન થયા, તે જરૂરી તેમાં કેઈક પાપકર્મને ઉદય હોવો જોઈએ. તે હવે જિનેશ્વરે ઉપદેશેલો અને મુનિઓએ પ્રશંસિત એવો ધર્મ કરું, જેથી બીજા ભવમાં નંદીશ્વરનાં ચૈત્યને વંદન કરનાર થાઉં.” નગરીમાં પાછા આવીને વજકંઠનામના પુત્રને રાજ્યાભિષેક કરીને તેણે ધીરતાપૂર્વક દીક્ષા અંગીકાર કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org