________________
[3] વિદ્યાધરલોકનું વર્ણન
: ૨૩ :
સર્વ પરિવાર સાથે ત્યાં આવ્યા. પ્રભુના ચરણ-કમલમાં નમસ્કાર કરીને પ્રભુની પાસે બેઠા. ત્યાં પ્રભુના ચરણ-કમલમાં દષ્ટિ સ્થાપન કરેલા બે તરુણ યુવાનને જોયા. નાગેન્દ્ર તેઓને કહ્યું કે-“હે મહાનુભાવો! હાથમાં તરવાર અને લાકડી ધારણ કરીને તમે બંને પ્રભુની પાસે શા માટે અહીં રહેલા છો?” ત્યારે નમિએ ઉત્તર આપ્યો કે,
અમેને ઉત્તમ રાજલક્ષ્મી મળેલી ન હોવાથી અમે તેમની પાસે સેવા કરવા માટે રહેલા છીએ.”
આટલું જ કહેવા સાથે ધરણેન્ટે તેમને તત્કાલ બલસમૃદ્ધ અનેક પ્રકારની વિદ્યાઓ આપી, તેમજ પચાસ જન વિસ્તારવાળે શુદ્ધ રજતમય વૈતાઢ્ય પર્વત ઉત્તમ નિવાસ કરવા આપ્યું. તે બંને બાજુની શ્રેણીમાં ૨૫-૨૫, યોજન પહોળે મનહર, છ જન પ્રમાણ ભૂમિમાં ઉંડાઈવાળો અને એક કોશ ઉંચે હતો. તેની દક્ષિણ શ્રેણિમાં જઈને નમિ ખેચરેન્દ્ર “રથનુપૂર ચકવાલ” વગેરે પચાસ નગર વસાવ્યાં. ઉત્તર શ્રેણિમાં ઉત્તમભવને, ઉંચા તારણો અને ઘણાં જિનમંદિરનું નિર્માણ કરાવીને સુંદર “ગગનવલભ” નામનું પ્રસિદ્ધ નગર વસાવ્યું. તેના ઉપરના ભાગમાં ૧૦ એજન ઉચે ગંધ, કિનર વગેરેનાં, તથા કિંપુરુષનાં શ્રેષ્ઠ ભવનોથી શોભાયમાન નગરે બનાવ્યાં.
તેના ઉપર પાંચ યોજન ઊંચે ગયા પછી અનેક જિનભવન વડે મનોહર દશે દિશાઓને પ્રકાશિત કરનાર શિખરનો પાછલે ભાગ રહે છે. તે ભવનોની અંદર ગુણવંત સ્વાધ્યાય-ધ્યાનમાં તલ્લીન, તપના તેજથી શુભતા એવા ચારણશ્રમણે નિવાસ કરતા હતા. ત્યાં ગૃહશ્રેણીઓ મણિ, રત્ન અને સુવર્ણથી પ્રકાશિત અને તેજસ્વી હતી, વળી અનેક ગામો, નગર, પટ્ટણ, આરામ, ઉદ્યાન અને વનથી સમૃદ્ધ પ્રદેશ હતો. તે દેશમાં ઉત્તમ ગાય, ભેંસે ઘણી હતી, ઘણા પ્રકારનાં ધાન્ય પાકેલાં હોવાથી રમણીય દેખાતે હતો, વળી ત્યાં સર્વ પ્રકારની ઔષધિઓ પ્રાપ્ત થતી હતી, મધુ, દૂધ અને ઘી તે જોઈએ તે કરતાં અધિક ઉત્પન્ન થતું હતું. તે પ્રદેશ અતિગરમી અને અતિઠંડી વગરનો સમશીતોષ્ણ હતો, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ વગેરે ઉપદ્રવથી રહિત, સ્વભાવથી જ તે પ્રદેશ સૌમ્ય, અનેક વિદ્યાધરોથી વ્યાસ દેવલોક સરખો જણાતો હતો. સૂર્યનાં કમલ કિરણોથી સ્પર્શાએલ વિકસિત ઉત્તમ કમળ સરખા મુખવાળી, ઘણું લાવણ્યયુક્ત વિદ્યાધર-સુંદરીઓ ત્યાં હતી. ત્યાં રહેલા વિદ્યાધરો પણ બલ અને વિદ્યાઓથી ગર્વિત, શૂરવીર હતા અને દેવલોકના દેવેની જેમ ઈચ્છા પ્રમાણે ભગ જોગવતા હતા. આ પ્રમાણે બંને શ્રેણીમાં રહેલા ભાગ્યશાળી વિદ્યાધર આહાર, પાન, શયન, આસન ઈચ્છા પ્રમાણે મેળવતા સુખ સમૃદ્ધિનો અનુભવ કરતા હતા અને સાથે સાથે જિને પદિષ્ટ વિમલ ધર્મનું સેવન કરતા હતા. (૧૬૨.)
પદ્મચરિતમાં વિદ્યાધરલ—વર્ણન નામને ત્રીજો ઉદ્દેશક સમાપ્ત [3]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org