________________
[3] વિદ્યાધરલેકનું વર્ણન
: ૨૧ : આહાર, પાન, વાહન, શયન, આસન અને આભૂષણો વગેરે જ્યારે જ્યારે જેની જરૂર પડે ત્યારે વિવિધ પ્રકારના સર્વ પદાર્થો તે જ સમયે દેવો લાવીને હાજર કરતા હતા. અવસર્પિણી કાલના પ્રભાવથી વિવિધ કલ્પવૃક્ષને પ્રભાવ ચાલ્યો ગયો, ત્યારે મનુષ્યને આહાર માત્ર શેરડીને રસ હતે. તે સમયની સ્થિતિ અને ઋષભદેવે સ્થાપેલ લેકસ્થિતિ
તે સમયે પૃથ્વી વિજ્ઞાન, શિલ્પ આદિ કળાથી રહિત હતી, તેમ જ ધર્મ કે અધમ કે કલ્યાણ કરનાર દાન પ્રવર્તતું ન હતું, પાખંડ ધર્મોની ઉત્પત્તિ પણ ન હતી. તે સમયે કુબેરે નવ યજન પહોળી અને બાર યોજન લાંબી, સુવર્ણના કિલ્લાવાળી, રત્નપૂર્ણ નગરીની રચના કરી. ઋષભ ભગવંતે ગામ, ખાણ, નગર, પટ્ટણ અને રહેઠાણ, કલ્યાણ સ્વરૂપ દાન અને સો શિલ્પને ઉપદેશ આપ્યો. જે પુરુષ મહાશક્તિ-સંપન્ન હતા, તેઓને રક્ષણ કરવાનું કાર્ય સંપ્યું અને તેઓ પૃથ્વીમાં ક્ષત્રિય” તરીકે પ્રસિદ્ધિ પામ્યા. વેપાર અને ખેતી કરનારા તેમજ ગાય આદિકનું રક્ષણ-પાલન કરનાર, વેપાર કરવામાં તત્પર તે “વૈશ્ય” જાતિ તરીકે ઓળખાયા. જે વળી હલકી સેવા ચાકરી નિયત કરેલા સમય અને પગારથી કરતા હતા, તે લોકને વિષે અનેક ભેદવાળા શૂદ્ર જાતિ પણે પ્રસિદ્ધિને પામ્યા.
આ પૃથ્વીમાં જેમણે સમગ્ર જીવને સુખ કરનાર યુગની સ્થાપના કરી, તેથી જગતમાં તે કાળ “કૃતયુગ” તરીકે વિખ્યાત થયે. ઋષભદેવની પ્રથમ ભાર્યા સુમંગલા અને ત્યાર પછી બીજી સુનંદા નામની ભાર્યા હતી. તેમને ભારત વગેરે સો પુત્રો હતા. યૌવન, લાવણ્ય અને કાંતિવાળી લોકોમાં વિખ્યાત કીર્તિવાળી બ્રાહ્મી અને સુંદરી નામની બે ઉત્તમ પુત્રીઓ હતી. ભાયાતો, સામંતે, ભટ, પુરોહિત, સેનાપતિ, શ્રેષ્ઠી, ગામના નેતાઓને રાજનીતિ શીખવી અને લોકોને લેકવ્યવહાર કેવી રીતે કરે, તે બતાવ્યું. ઋષભ પ્રભુની પ્રવજ્યા
આ પ્રમાણે રાજ્યલક્ષ્મી ભેગવતાં ઘણા કાળ પસાર કર્યો. એક સમયે આકાશના નીલવર્ણ સરખા વસ્ત્રને દેખીને વૈરાગ્ય તત્પર થયા. વિચારવા લાગ્યા કે–અહો ! બીજાની સેવા કરવામાં તત્પર બનેલા લોકો કેવાં કષ્ટ સહન કરે છે ? વળી ગાંડાની જેમ નૃત્ય કરે છે અને નાટકીયા માફક સેંકડો પ્રકારની ચેષ્ટાઓ કરે છે, મનુષ્યપણું અસાર છે, જીવિત વિજળીલતા સરખું ચંચલ છે, અનેક રોગ, શેક, કૃમિસમૂહથી ભરપૂર આ દેહ છે. વિષયરૂપી માંસના ટુકડામાં અનુરાગ કરતા જીવ દુઃખમાં સુખની કલ્પના કરે છે, અનેક પ્રકારનાં દુઃખ અનુભવ કરવા છતાં પણ પિતાના ક્ષીણ થતા આઉખાને જાણતા નથી. આવા પ્રકારનું અલ્પકાળ ટકનારુ વિષયસુખ છેડીને નિઃસંગ અનીને સિદ્ધિસુખને કારણભૂત તપ અને સંયમમાં ઉદ્યમ કરું.
જ્યારે પ્રભુ સંસાર-ઉછેદને કારણભૂત આ પ્રમાણે ચિતવતા હતા, ત્યારે મનહર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org