________________
[3] વિદ્યાધરલેકનું વર્ણન
ઉતાવળા ઉભા થઈ ગયા. ઘંટાના શબ્દોથી ક૯પવાસી દેવો સાવધાન બની ચાલવા લાગ્યા. પિોતપોતાના સર્વઋદ્ધિ-સમુદાય સાથે અહિં મનુષ્યલકમાં આવ્યા. હાથી, ઘેડા, વૃષભ, સિંહ, વિમાન આદિ વાહન વિષે આરૂઢ થઈ ચારે પ્રકારના દેવ નાભિકુલકરના ઘરે આવી પહોંચ્યા.
હર્ષ પામેલા દેવ નાભિના ઘરમાં વેડૂર્ય, વજા, મરકત, કર્કતન, સૂર્યકાન્ત આદિ ચમકતાં રત્નોની વૃષ્ટિ વરસાવતા હતા. તે સમયે ઇન્દ્રના સેનાપતિ દેવ કૃત્રિમ બાલક માતા પાસે સ્થાપન કરીને જિનેશ્વરને બે હાથમાં ગ્રહણ કરીને ઈન્દ્રની પાસે લાવ્યા. ઈન્દ્ર મહારાજા મસ્તકથી પ્રણામ કરીને આદર સહિત જિનેન્દ્રને ગ્રહણ કરીને હજાર નેત્રથી જોતા હોવા છતાં તૃપ્તિ પામતા નથી. ત્યાર પછી સર્વ સમુદાય-સહિત આભૂષણથી પ્રકાશિત કાંતિવડે આકાશને આચ્છાદિત કરતા દેવ મેરુપર્વત તરફ જવા લાગ્યા.(૭૮) મેરુપર્વતનું વર્ણન તથા ભગવંતને અભિષેક
તે દેવોએ મેરુમહાપર્વતને દેખે. તે કેવો? સફટિકની શિલાઓ તથા વિવિધ રંગના રત્નના સમૂહવાળા, મનહર ડોલતી લતાવાળો, લટકતી લાંબી વનમાળાવાળો, શિખરના શિલા-સમૂહથી નીકળતા વિવિધ મહામણિઓનાં કિરણોથી ઝળહળતા, કમલપત્રના મનોહર નિર્મલ પવનથી ડોલતા પલવરૂપી હસ્તાગ્રવાળો, ઉત્તમ તરુણ વૃક્ષો પર ખીલેલાં સુગંધી પુષ્પોના રસમાં મત્ત થએલ ભ્રમરીઓના ગુંજારવ કરવાના બહાને
સ્તુતિ કરાતો, “ઘેલું ઘુલ” શબ્દ કરતા અને વહેતા નિર્મલ જળ-પ્રવાહના ઝરણાંવાળ, સિંહ, વાંદરા, નોળિયા, બળદ, ડુક્કર, હરણ, ચમરીગાય આદિ જાનવરથી સમૃદ્ધ, નિર્ભયતાના કારણે મનોહર અને સ્વચ્છેદ કીડાઓ કરી રહેલા જાનવરના સમૂહવાળો, ગરુડ, ઉત્તમ કિન્નર, નાગ તેમજ ક્રિપુરુષોના સમૂહવડે ઉપર આરેહણ કરાતે, દેવાંગનાઓનાં મધુર શબ્દોવાળાં ગીતોથી વ્યાપેલી સર્વદિશાવાળો-આવા પ્રકારના ગુણોવાળા મેરુપર્વતના ઉત્તમ મહાશિખર ઉપર તે સર્વે ભાગ્યશાળી ઉત્તમ દે ઉતર્યા.
ત્યાં નિર્મળ મણિઓથી પ્રકાશિત, ચંદ્રની પ્રભા સરખી આહલાદક અને દશે દિશાઓને નિર્મલ કરતી પાંડુકમ્બલ નામની શિલા દેખવામાં આવી. તેના પર સ્થાપન કરેલા સિંહાસન ઉપર હર્ષથી તુષ્ટ થએલા ઈન્દ્ર મહારાજાએ ભગવંતને સ્થાપન કર્યા અને આડંબર પૂર્વક દેએ અભિષેક શરુ કર્યો.
ડંકા, ભેરી, કાંસીજેડા, આઈંગ વાદ્ય, મૃદંગ, શંખ અને ઢેલ સરખાં અનેક વાજિંત્રો મેઘ સરખા ગંભીર શબ્દથી વગાડવામાં આવ્યાં, ઉત્તમ જાતિનાં પુષ્પો, ચન્દન, અગુરુ, દિવ્ય વસ્ત્ર, ચામર હાથમાં લઈને ગંધર્વો, યક્ષો, કિન્નરો, તુમ્બર, મહારગ વગેરે અનેક દે વિલાસપૂર્વક નૃત્ય કરવા લાગ્યા. તુષ્ટ થએલા બીજા કેટલાક દે મધુર શબ્દથી ગાવા લાગ્યા. કેટલાક પગ અફાળીને, હથેળીના તાલ દેવા પૂર્વક ઘૂમવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org