________________
૪૮૩
વિકાલિક સૂત્ર, તવાસ
શ્રીસંધના આગ્રહને વશ બની આચાર્યપદ સ્વીકારવું પડયું અને સરિમંત્રની પાંચે પીઠનું વિધિપૂર્વક આરાધન કર્યું.
૫૦ પૂ આગમેધારકશ્રીના આગમવિષયગતિ પ્રવચને શ્રવણ કરવાના વ્યસનને અંગે મોક્ષમાગ તરફ પ્રીતિ પ્રગટી. પરમકૃપાળુ ગુરુજી મહારાજ સમયે સમયે બોલાવી વિશેષાવશ્યકભાષ્ય, દશવૈકાલિક સત્ર, તત્વાર્થસત્ર, લલિતવિસ્તરા, પંચાશક, આચારાંગસત્ર, સ્થાનાંગસુત્ર આદિની વાચનાઓ પણ આપતા હતા. વ્યાખ્યાન-શ્રવણ-સમયે લખવાની ત્વરાના કારણે આગમ દ્વારકશ્રીનાં અનેક ગ્યાખ્યાનોનાં અવતરણો ઉતારી લીધાં હતાં. તેની પ્રેસ કેપીઓ કરાવી, સુધારી અનેક વ્યાખ્યાન પુસ્તકો છપાયાં, તેમ જ “સિદ્ધચક્ર' પાક્ષિકમાં પણ જે વ્યાખ્યાને છપાયાં છે, તેમાંને મોટો ભાગ મારાં અવતરણોને છે. હાલમાં પણ “આગમોદ્ધારક-પ્રવચન-શ્રેણી' નામનું પુસ્તક છપાઈ ગયું છે.
ગુરુમહારાજના કથનાનુસાર ઉપદેશમલાની ઘટ્ટી ટીકાની તાડપત્રીય પોથી પરથી પ્રેસકોપી કરાવી, કેટલીક બીજી પ્રતો સાથે મેળવી, યથાશક્ય પ્રયત્નપૂર્વક સંશોધન કરી, સંપાદન કરી. વળી દાક્ષિણ્યચિહ્ન ઉદ્યોતનસૂરિ-રચિત મહાગ્રંપૂકાવ્ય (પ્રાકૃત કુવલયમાલા-મહાકથાના, તથા ૧૪૪૪ ગ્રંથકાર આ. શ્રીહરિભકરિ-રચિત સમરાદિત્ય-ચરિત્ર (પ્રાકૃત, કથાને પણ સંપૂર્ણ ગુજરાતી અનુવાદ કરી સંપાદન કર્યો, જે ગત વર્ષોમાં પ્રસિદ્ધ થયાં છે. ક. સ. શ્રી હેમચન્દ્રાચાર્ય-વિરચિત પવિવરણ-સહિત રોગશાસ્ત્રનો ગૂજરાનુવાદ સંપાદન કરી પ્રસિદ્ધ કર્યો
ચાલુ વર્ષમાં શીલાંક શીલાચાય વિરચિત પ્રાકૃત ચેપન્ન મહાપુરુષ-ચરિતનો ગૂજરાનુવાદ સંપધન કર્યો. હવે પછી પ. પૂ. આગમાધારક આ. શ્રી આનન્દસાગરસૂરીશ્વરજીએ સં. ૧૯૮૮ના ચાતુર્માસ દરમ્યાન મુંબઈ ભૂલેશ્વર લાલબાગ શેઠ મોતીશાના ઉપાશ્રયમાં આપેલાં અપૂર્વ આગમના નવનીતભૂત પ્રવચનના બીજા વિભાગરૂપ વ્યાખ્યાનોનો સંગ્રહ તૈયાર થઈ રહેલ છે.
આ આચાર્ય વિમલસૂરિવિરચિત પ્રાકૃત પઉમચરિશ્ય-પાચરિત્ર અર્થાત જૈન મહારામાયણ પ્રન્થને અક્ષરશઃ સંપૂર્ણ ગૂજરાનુવાદ કરી આજે જિજ્ઞાસુ વાચક-વૃન્દમાં કર-કમલમાં સમપ કરી કૃતકૃત્યતા અનુભવવા હું ધન્ય બન્યો છું. આવા અતિપ્રાચીન મહાચરિત્ર પ્રત્યેને અનુવાદરૂ૫ સ્વાધ્યાય કરી જે કંઇ કુશલ કમ્પાજન થયું હોય, તેનાથી જગતના તમામ છ મૈત્રી આદિ ભાવનાઓ સહિત સર્વજ્ઞ વીતરાગ પ્રભુશાસનના અનુરાગી બને એ જ અંતિમ અભિલાષા. શ્રીગોડીજી જૈન ઉપાશ્રય પાયધુની, મુંબઈ-૩
આગમ દ્વારક-આનન્દસાગરસૂરિશિષ્ય સં. ૨૦૨૫, શ્રાવણ શુદિ ૧ ગુરુ
- આ. હેમસાગરસૂરિ, તા. ૧૪-૮-૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org