________________
પઉમચરિય–પદ્મચરિત્ર
સાચી નથી. માત્ર મૂઢ-અજ્ઞાની કવિઓએ એ કહેલ છે. વળી પ્રસ્તાવના વગર જે કહેવામાં આવે, તેનાથી અર્થની પ્રતીતિ–વિશ્વાસ થતું નથી, પ્રસ્તાવના વગરનું વચન છેદાએલા મૂળવાળા વૃક્ષ સમાન નકામું સમજવું. પ્રથમ હું ક્ષેત્ર-વિભાગ, કાલવિભાગ વર્ણવીશ, ત્યાર પછી ક્રમસર મહાપુરુષોનાં ચરિત્રો કહીશ, તે તમે સાંભળે.
અનંતાનંત આકાશના મધ્યભાગમાં આદિ-અંત વગરનો નિત્ય ત્રણ ભેદવાળો લેક રહે છે. ત્રાસન સરખે અધોલેક, ઝાલર સરખે મધ્યલક અને મૃદંગના આકાર સરખો દેવલોક છે. સર્વલોક તાલ સરખો અને ત્રણ વલયોથી ઘેરાએલ છે. તેના મધ્યમાં ઘણા દ્વીપ અને સમુદ્રવાળો તિયક છે. તેના મધ્યભાગમાં દર્પણના આકારવાળે એકલાખ જન (લાંબા-પહોળા) પ્રમાણવાળો જબૂદ્વીપ નામને દ્વીપ છે. તેની ચારે બાજુ ફરતો લવણસમુદ્ર રહેલ છે. તેના કિલ્લાના દરવાજામાં રહેલ પદ્મવદિકાથી તે ઉજજવલ કાંતિવાળે જણાય છે. તે જંબુદ્વીપના મધ્યભાગમાં ચાર વનથી શોભતો, રત્ન વડે આશ્ચર્યકારી, નવાણું હજાર યોજન ઉંચા અને દશ હજાર
જન પહોળો, નીચે પૃથ્વીની અંદર એક હજાર યોજન ઊંડે, વજરત્નના પટલથી ઢંકાએલ, ઉપર ચૂલિકા વડે સૌધર્મ દેવલોકને સ્પર્શ કરતો મેરુપર્વત છે. તે જંબુદ્વીપમાં છ વર્ષધર પર્વતે, તેનાથી વિભાજિત થએલાં સાત ક્ષેત્રો, ચૌદ મહાનદીઓ, ચાર નાભિગિરિ, વીશ વક્ષસ્કાર પર્વતે, ચેત્રીશ રાજધાનીઓ, અને ત્રીશ પર્વત છે. તેમાં અડસઠ ગુફાઓ તથા દેવકુરુ અને ઉત્તરકુરુની વચ્ચે રહેલા એક ઉત્તમ દિવ્ય વૃક્ષની નીચે ત્રીશ સિંહાસને છે. બસ કંચનકૂટ, છ કહે, ચિત્ર-વિચિત્ર નામના બે યમલગિરિ રહેલા છે, તેમાં ઉત્તમ વૃક્ષેથી શેભિત મનહર છ ભેગભૂમિઓના વિભાગો છે. જેમાં તે સ્થાનકમાં જિનચૈત્યગૃહો હોય છે.
લવણસમુદ્રના જળની અંદર જિનચેત્યેથી મનોહર અને દેવલોક સમાન ભોગોવાળા ચાર દ્વીપો છે. જબૂદ્વીપના ભરતની દક્ષિણે રાક્ષસદ્વીપ મહાવિદેહની પશ્ચિમે ગંધર્વદ્વીપ આવેલો છે. ત્યાર પછી ઐવિત ક્ષેત્રની ઉત્તરદિશામાં કિન્નરદ્વીપ, પૂર્વ વિદેહની પૂર્વમાં વરુણદ્વીપ રહેલો છે. ભારત અને ઐરાવત ક્ષેત્રમાં તેવા પ્રકારે અવસર્પિણી–ઉત્સપિણી રૂપ કાલની હાનિ-વૃદ્ધિ થાય છે અને બાકીનાં ક્ષેત્રમાં નિત્ય એક સરખો અવસ્થિત કાળ હોય છે. હજારો દેવતા સહિત મહાઋદ્ધિવાળે જંબુદ્વીપનો અધિપતિ અનાદત દેવ સર્વ ક્ષેત્રોનું સ્વામિત્વ ભેગવે છે.
પહેલા પ્રથમ સુષમાસુષમાં નામના આરામાં આ ભરતક્ષેત્ર ઉત્તરકુરુના સરખા ભેગથી સંપૂર્ણ શ્રેષ્ઠ કલ્પવૃક્ષોની પ્રચુરતાવાળું અતિમનહર હતું. તે સમયે મનુષ્યનું શરીર ત્રણ ગાઉ પ્રમાણુ ઉંચું સમચતુરસ સંસ્થાન, ત્રણ પલ્યોપમની આયુષ્ય સ્થિતિ હોય છે. ત્રુટિતાંગ-વાઘ, ભેજનાંગ, વિભૂષણગ, મદ્યોગ, વસ્ત્રાંગ, ગૃહાંગ, જ્યોતિરંગ, દીપાંગ, ભાજનાંગ અને માલ્યાંગ એ નામના દશ કલ્પવૃક્ષે કે જેઓ અનુક્રમે વાજિંત્રો, ભજન, આભૂષણ, મદિરા, વસ્ત્ર, ઘર, પ્રકાશ, ભાજન, પુષ્પમાળા આપનાર હતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org