SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૧૫] રામના ભિક્ષા-ભ્રમણ-પ્રસંગે નગર-સંભ : ૪૭૧ : બાંધવાના સ્તંભે તેડીને દેડાદેડી કરતા નાસવા લાગ્યા. ગળે દેરડાં બાંધેલા અધો દોરડાં તેડીને પલાણ સહિત તેમ જ ગધેડાં, ઉટે, પાડા, બળદ વગેરે ભયભીત બની દોડીને નાસવા લાગ્યા. લોકેને કૈલાહલ સાંભળીને પ્રતિનિ%િ રાજાએ પિતાના સેવકને તપાસ કરવા મોકલ્યા કે, “આખું નગર શા કારણથી આકુલ-વ્યાકુલ થયું છે? તે જાણીને મને કહે.” યથાર્થ કારણ જાણેલા સેવકે રાજાને વૃત્તાન્ત જણાવ્યું, ત્યારે ઉત્તમ સુભટોને મોકલ્યા કે, “તે મહાશ્રમણને અહિં લાવે. સુભટોએ ત્યાં જઈને પ્રણામ કરી મુનિવરને વિનતિ કરી કે, “હે ભગવન્ત! આપ અમારા સ્વામીને ત્યાં પધારવા કૃપા કરો. હે મહામુનિ! સ્વભાવથી કપે તેવા પ્રકારને ઉત્તમ આહાર તેને ઘરેથી નિરાકુલ મન કરીને ગ્રહણ કરજે. આપ પધારે અને અમારા ઉપર કૃપા કરે. રાજ-સુભટનાં આ વચને સાંભળીને ત્યાં રહેલી સર્વ નગરનારીઓ અતિશય પ્રસન્નભાવથી મુનિવરને ભિક્ષા આપવા તત્પર બની. રાજપુરુષોએ તરત તે યુવતીઓને દૂર ખસેડી નાખી, એટલે તે નારીએ તત્કાલ એકદમ અતિદુર્મનવાળી થઈ. “ઉપકારના બાનાથી અન્તરાય થાય છે.” એમ જાણીને મહામુનિ વિપરીત પરિણામવાળા થયા અને સુખેથી જવા લાગ્યા. જન્મથી જ ઉત્તમ કાંતિયુક્ત દેહવાળા, ઈન્દોથી નમન કરાએલા ચરણયુગલવાળા, મદ-મહ-રહિત સદા વિમલ મનવાળા રામદેવ મુનિવરે અરણ્યમાં પ્રવેશ કર્યો. (૨૩) પદ્મચરિત વિષે ભિક્ષા સમયે નગર-સંભ” નામના એક પન્નરમા પવન આ. શ્રીહેમસાગરસૂરિએ કરેલ ગૂર્જરનુવાદ પૂર્ણ થયો. [૧૧૫] [૧૧૬] દાન-પ્રશંસા હવે ત્યાં બીજે દિવસ વીતી ગયે, ત્યારે વિશેષ સંવેગ પામેલા ધીર ગંભીર ગુણવાળા આ રામદેવ મુનિવરે આ પ્રમાણે અભિગ્રહ કર્યો કે-“આ મહાઅરણ્યમાં દેશ અને કાલ પ્રમાણે જે ભિક્ષા પ્રાપ્ત થાય, તે જ હું ગ્રહણ કરીશ, પરન્તુ ગામમાં ભિક્ષા માટે પ્રવેશ નહિં કરીશ. ત્યાં જ્યારે સાધુએ મહાઘોર અભિગ્રહ ગ્રહણ કર્યો, તે સમયે કઈ દુષ્ટ અવળચંડા અ પ્રતિનન્દી રાજાનું અરણ્યમાં હરણ કર્યું. અશ્વ રાજાને અરણ્યમાં ખેંચી ગયે, એટલે સામન્તસમૂહ સહિત સમગ્ર નગરલે કે આકુળ-વ્યાકુળ બની ગયા અને અશ્વ ઉપર આરૂઢ થઈને વેગથી તેની પાછળ ગયા. પ્રતિનન્દી રાજાને હરણ કરનાર તે અશ્વ વેગથી દેડતે દેડતે સરોવરના કિનારા પરના કાદવમાં ખેંચી ગયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004884
Book TitlePaumchariya
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherVallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai
Publication Year1914
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy