________________
[૧૧૪] ખલદેવ રામનું નિષ્ક્રમણ
: ૪૬૯ :
તેને અનુમતિ આપી. ઉત્પન્ન થએલા સમ્યક્ત્વવાળા સંવેગપરાયણ થએલા એવા ધીરપુરુષ રામે મુનિવરને પ્રદક્ષિણા કરી. મેાહના પાશને તેાડીને, સ્નેહ-સાંકળને તાડી નાખીને રામે તે સમયે મુગુટ અને શ્રેષ્ઠ આભૂષણાના ત્યાગ કર્યા. ધીર એવા રામે ત્યાં ઉપવાસ કર્યાં અને કમલ સરખા કામલ હસ્તા વડે પુષ્પના પરાગથી અત્યન્ત સુગન્ધીવાળા પેાતાના મસ્તક પરના કેશ ઉખેડી નાખ્યા. રજોહરણ સહિત ડાબે પડખે ઉભા રહેલા તેને સામાયિક ઉચ્ચરાવીને સુવ્રત નામના મુનિવરે રામને પ્રત્રજિત કર્યાં.
પાંચ મહાવ્રતયુક્ત, પાંચ સમિતિએ વિષે ઉપયાગવાળા, ત્રણે ગુપ્તિથી ગુપ્ત, ખાર પ્રકારના તપને ધારણ કરનાર ધીર એવા મુનિવર અન્યા. આકાશમાં દુંદુભિ વાગી, દેવાએ પુષ્પાની વૃષ્ટિ કરી, સુરભિગન્ધવાળા પવન વાવા લાગ્યા, મનેાહર પડતુના શબ્દ સભળાવા લાગ્યા, રાજલક્ષ્મીના ત્યાગ કરી મોટા પુત્રને પદે સ્થાપન કરી સર્વે ઇન્દ્રિયરૂપી શત્રુઓને જિતીને શત્રુઘ્ને પણ દીક્ષા અગીકાર કરી. મિભીષણ રાજા, સુગ્રીવ, નલ, નીલ, ચન્દ્રનખ, ગભીર, વિરાધિત, દૃઢસત્ત્વ, દનુજેન્દ્ર અને તે સિવાય બીજા અનેક મહાત્માઓએ રામની સાથે દીક્ષા અંગીકાર કરી, જેની સંખ્યા સેાળ હજારની હતી. તે દિવસે શ્રીમતી નામના આર્યાની સમીપે સાડત્રીશ હજાર યુવતીએએ પ્રત્રજ્યા અંગીકાર કરી, રામદેવ મુનિએ સુત્રત ગુરુની પાસે સાઠ વરસ સુધી પ્રવ્રજ્યાનું પાલન કરી, અભ્યાસ કરી એકલવિહારી સાધુપણાના અભ્યાસ કર્યાં.
વિવિધ પ્રકારના અભિગ્રહો ધારણ કરવા પૂર્વાંગ સૂત્રેાથી ભાવિત મતિવાળા, તપ કરવાની ભાવનાવાળા, અનિત્યાદિક, તેમજ મૈત્રી આદિ ભાવનાએ ભાવીને, ગુરુની અનુજ્ઞા મેળવીને અને તેનાથી અનુમાદન કરાતા રામદેવમુનિએ ગચ્છમાંથી નીકળીને, સાતભય-રહિત એકાકી વિહાર પ્રતિમા અ'ગીકાર કરી. પતની ગુફામાં કાઇક રાત્રિએ ધ્યાનમાં એકાગ્રચિત્ત કરીને રહેલા હતા, ત્યારે અકસ્માત્ રામને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તે સમયે અવધિજ્ઞાનના ઉપયેાગ મૂકીને લક્ષ્મણનું સ્મરણ કર્યું, તેા કામભાગમાં અતૃપ્ત એવા લક્ષ્મણને નરકાવસ્થાનું દુઃખ અનુભવતા જોયેા. કુમારપણામાં સાતસે વર્ષા, માંડલિકપણામાં ત્રણસેા વર્ષી, દિગ્વિજય કરવામાં ચાલીશ વર્ષા જેનાં વીતી ગયાં. અગ્યાર હજાર, પાંચસ। સાઠ વર્ષોં મહારાજ્ય ભાગવવામાં, જેમાં માત્ર વિષયાજ ભાગના હતા. પચીશવ ન્યૂન એવાં ખાર હજાર વર્ષોં ઇન્દ્રિયસુખ ભાગવીને ધર્મ કર્યા વગરનું જીવન પૂર્ણ કરીને લક્ષ્મણ નરકમાં ગયા. આમાં દેવતાઓના પણ શે। દોષ? પૂર્વભવમાં ઉપાર્જન કરેલું કર્મ ઉદયમાં આવ્યું અને અન્ધુના સ્નેહના કારણે મરીને લક્ષ્મણ નરકમાં ગયા. વસુદત્ત વગેરે ઘણા ભવાને તેની સાથેને મારા મહાસ્નેહ હતા, તે ઘણા કાળે અત્યારે ક્ષીણ થયા. આવી રીતે સમગ્ર જને ખાન્ધવાના સ્નેહના અનુરાગથી મમત્વભાવવાળા થઈને ધર્મની અશ્રદ્ધા કરતા લાંખા કાળ સુધી સ`સારમાં રિભ્રમણ કરે છે. આ પ્રમાણે ખલદેવ રામ ત્યાં કન્નુરુદેશમાં ‘દુઃખથી મુક્ત કેમ થાઉં ?? એવી વિચારણામાં એકાકીપણે સ્વાધ્યાય-ધ્યાનમાં રહેતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org