________________
[૧૫] મધુ અને કૈટભની કથા હે મગધપતિ શ્રેણિક! પતિ અને પુત્રના સ્નેહનો ત્યાગ કરીને ઉત્પન્ન થએલા તીવ્ર સંવેગવાળી સીતા જે પ્રકારનું તપ કરતી હતી, તે હવે તમને કહું છું. તે સમયે સકલભૂષણ મુનિએ સર્વ લોકોને ધર્મોપદેશ અને પૂર્વભવ કથન કરવા દ્વારા ધર્મસમુખ બનાવ્યા. ધર્માનુરાગી તે લોકે ભિક્ષાદાન આપવામાં વિશેષ ઉદ્યમવન્ત થયા. લાવણ્ય અને યૌવનગુણવાળી જે સીતા પહેલાં દેવાંગના સરખા રૂપવાળી હતી, તે તપથી શેષિત કરેલા દેહવાળી, બળેલી વેલડી સરખી દુર્બલ દેહવાળી થઈ ગઈ. પાંચ મહાવ્રતને ધારણ કરનારી, દુર્ભાવરહિત, સ્વભાવથી શાન્તમુદ્રાવાળી, પિતાના સ્ત્રીપણાને નિન્દતી, બાર પ્રકારનું વિવિધ તપ કરવા લાગી. મસ્તક પર કરેલા કેશના લોચવાળી, શરીર પર મેલ-કંચુકને ધારણ કરનારી, દુર્બલ દેહધારી, છઠ્ઠ અઠ્ઠમથી માંડીને માસક્ષપણ સુધીના વિચિત્ર તપનું સેવન કરીને સૂત્રમાં કહેલી વિધિપૂર્વક પારણે ભેજન ગ્રહણ કરનારી, રતિ-અરતિથી મુક્ત થએલી, નિયત–સમયે સ્વાધ્યાય અને ધ્યાનમાં મન પરોવતી. સમિતિ અને ગુપ્તિની વિરાધનાં ન કરતી, સંયમ વિશે ઉદ્યમ કરનારી, જેના શરીરમાંથી માંસ અને લેહી સુકાઈ જવાથી નસે પ્રગટ દેખાવા લાગી અને જેના કપોલતલ પણ પહેલા ઉપસેલા હતા, તે ખાડાવાળા જણાતા હતા. સાથે વૃદ્ધિ પામેલા લોકોએ પણ દુર્બલ દેહ થવાના કારણે સીતાને ઓળખી નહિં. આવા પ્રકારનું વિચિત્ર દુષ્કર તપ સાઠ વરસ સુધી કરીને પછી તેત્રીશ દિવસ સુધી વિધિપૂર્વક સંખના કરવા ઉત્સાહિત બની. વિધિપૂર્વક ચારિત્રની આરાધના કરીને ત્યાં સીતા કાલધર્મ પામીને બાવીશ સાગરોપમની સ્થિતિવાળા અશ્રુત નામના બારમા દેવલોકમાં ઈન્દ્રપણે ઉત્પન્ન થયા. હે મગધાધિપ! આ જિનશાસનને પ્રભાવ તો દેખો કે, સીતાને
જીવ સ્ત્રીપણાને ત્યાગ કરીને પુરુષ અને ઈન્દ્રપણે ઉત્પન્ન થયા. સુમેરુપર્વતના શિખરની ઉપમા સરખા વિચિત્રરત્નવાળા ઉત્તમ વિમાનમાં દેવાંગનાઓથી પરિવરેલ તે ઈન્દ્ર સુખતિશયવાળા ભેગો ભેગવવા લાગ્યા. હે નરાધિપ ! મુનિવરએ કહેલા આ અને બીજા ઘણા જીવોનાં પૂર્વભવનાં ચરિત્રે સાંભળવામાં આવે છે.
ત્યાર પછી મગધરાજાએ કહ્યું કે-“હે ભગવન્ત ! તે બારમા અમ્યુતકલ૫ દેવલકમાં તે મધુ અને કેટલે પણ બાવીશ સાગરેપમ કાળની સ્થિતિ કેવી રીતે ભેગવી?” ત્યારે ગણનાથ શ્રીગૌતમ ભગવતે કહ્યું કે-ચોસઠ હજાર વર્ષો સુધી વિપુલ તપ કરીને અશ્રુતક૯૫માં દેવ થયા. ક્રમે કરી ત્યાંથી વેલા તે મધુ અને કેટભ દેવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org