________________
[૧૦] લવણ અંકુશના પૂર્વભવો
ત્યાર પછી ફરી બિભીષણે સકલભૂષણ મુનિવરને પૂછયું કે, “હે ભગવન! લવણ અને અંકુશના પૂર્વભવોનું ચરિત્ર સંભળા.” ત્યારે મુનિએ કહ્યું કે, “સાંભળો! કાકંદી નગરીના સ્વામી શૂરવીર રતિવર્ધનની વિખ્યાત સુદર્શન નામની ભાર્યા હતી. તેના ગર્ભથી ઉત્પન્ન થએલા ધીર પ્રિયંકર અને હિતકર નામના બે પુત્રો હતા. તે રાજાને સર્વગુપ્ત નામને રાજાને પ્રતિકૂલ બનેલ મંત્રી હતા. વિજયાવલી નામની મંત્રીની ભાર્યા રાત્રિ-સમયે રાજા પાસે જઈને કહેવા લાગી કે, “હે પ્રભુ! મારું વચન સાંભળો. હે નરાધિપ! હું તમારા વિષે અનુરાગવાળી બની છું, મારા પતિને છોડીને હું તમારી પાસે આવી છું. તમે મારે સ્વીકાર કરો. હવે તેમ ન કરશે કે જેથી મારા મનોરથ પૂર્ણ ન થાય.” રાજાએ વિજયાવલિને જણાવ્યું– “આમ કરવું યોગ્ય ન ગણાય, પારકી પત્નીનું સેવન કરવું, તે ઉત્તમ પુરુષ માટે લજજા પમાડનારું કાર્ય ગણાય.” આ પ્રમાણે કહેવાએલી વિજયાવલિ પિતાના ઘરે ગઈ. મંત્રીએ જાણ્યું કે, જરૂર આ મારી પત્ની બીજાને અર્પણ કરેલા હદયવાળી છે. અતિ કે ધાધીન થએલા મંત્રીએ રાત્રિ-સમયે એકદમ રાજાનું મહાભવન હતું, તેમાં સર્વત્ર આગ લગાડી. એટલે ગુપ્ત સુરંગના માર્ગેથી પત્નીને આગળ કરીને પુત્ર સહિત રાજા બહાર નીકળી ગયો અને વારાણસી દેશમાં ગયે. સર્વગુપ્ત મંત્રીએ સકલ રાજ્ય સ્વાધીન કર્યું અને પોતાના દૂતને કાશીના રાજા પાસે કાશીપુરે મોકલ્યો. તે કાશીનરેશ પાસે જઈને સ્વામીની આજ્ઞા જણાવી, એટલે અતિનિષ્ફર શબ્દોથી દૂતને ઠપકો આપ્યો. “ક ઉત્તમ પુરુષ સ્વામીના ઘાત કરનારનું નામ પણ ગ્રહણ કરે? દોષ જાણ્યા પછી તેનું સેવકપણું કેણ સ્વીકારે? પુત્ર સહિત ઉત્તમસ્વામીની તે અનાયે હત્યા કરી, તે હવે હું તને રતિવર્ધન સ્વામીને માર્ગ બતાવીશ.” - કાશીના રાજાએ દૂતને નિષ્ફર શબ્દથી અપમાનિત કર્યો, ત્યાર પછી તે સ્વામી પાસે પહોંચીને પોતાની વીતક કથા સર્વ વિસ્તારથી કહી સંભળાવી. દૂતનું વચન સાંભળીને હવે તે સર્વગુપ્ત મોટા સુભટ–પરિવાર સાથે ઉતાવળ કરતે કાશી નરેન્દ્રના ઉપર ઘેરે ઘાલવા નીકળે. સર્વગુપ્ત કાશીપુરના દેશમાં પ્રવેશ કર્યો. દઢસત્ત્વવાળા કાશીના સ્વામીએ પણ તરત પોતાનું સર્વ સિન્ય એકઠું કર્યું. રતિવર્ધન રાજાએ કાશીરાજાની પાસે રાત્રિની શરુઆતમાં એક પુરુષને મોકલ્યો અને જણાવ્યું કે, “હે દેવ! આપના સ્વામી આવી ગયા છે. સર્વ વૃત્તાન્ત સાંભળીને અતિત્વરા કરતા કાશીના રાજા ત્યાં ગયા અને ઉદ્યાનમાં રહેલા પુત્ર અને પત્ની-સહિત એવા પિતાના સ્વામીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org