________________
પઉમચરિય-પદ્યચરિત્ર
થયે. ત્યાંથી ચ્યવીને પ્રતિષ્ઠાન નગરમાં પુનર્વસુ બેચરાધિપ થયો અને સ્ત્રીના કારણે શોક કરીને, નિયાણું કરીને દીક્ષા લીધી. ઘેર તપ કરીને સનકુમાર દેવલોકમાં દેવ થયે. ત્યાંથી ચ્યવને સુમિત્રાને પુત્ર આ લક્ષમણ થયે. જે કારણથી સ્વયંભૂ શ્રીભૂતિ પુરે હિતને આગળ શત્રુ થયે હતું, તે કારણથી અહિં લમણે રાવણને મારી નાખ્યો. હે બિભીષણ! “જે કોઈએ જેને હર્યો હોય, તે જ તેનાથી વધુ પામે તેમાં સદેહ નથી. સંસારમાં રહેલા જીવોની આવા પ્રકારની સ્થિતિ છે. આવા પ્રકારના આ વૃત્તાન્ત સાંભળીને પૂર્વના વૈર–સંબોને હંમેશાં સર્વથા દૂરથી ત્યાગ કરવા જોઈએ.
“બીજાને પીડા કરનાર એવાં દુર્વચનને પણ પ્રયોગ ન કરવો. ખોટાં કલંક લગાડવાના કારણરૂપ વચન-પ્રગ કરવાથી સીતાએ જેવી રીતે મહાકલંકનું દુઃખ અનુભવ્યું. મંડલિક નામના ઉદ્યાનમાં સુદર્શન નામના મુનિવર પધાર્યા. સમ્યગ્દષ્ટિ કેઈક લકો દર્શન માટે આવ્યા અને તેમને વન્દન કર્યું. સાધુને દેખીને વેગવતી સમગ્ર લોકેને કહેવા લાગી કે, “આ મુનિને ઉદ્યાનમાં એક સ્ત્રી સાથે મેં જોયા હતા.” આ સાંભળીને ગામલોકોને મુનિ પ્રત્યે અનાદર થયે. તે ધીર મુનિવરે પણ તરત જ અભિગ્રહ કર્યો કે-અજ્ઞાની દુર્જને એ મારા ઉપર જે અસદ્દોષારોપણ કર્યું છે, તે દૂર નહિં થાય, ત્યાં સુધી હું આહાર ગ્રહણ કરીશ નહિ.” આ પ્રમાણે સાધુએ પ્રતિજ્ઞા ગ્રહણ કરી. ત્યાર પછી દેવતાના સાંનિધ્યથી વેગવતીનું મુખ સૂઝી ગયું. ત્યાર પછી વેગવતીએ સાધુને કહ્યું કે, “તમને મેં ખોટું બોલીને વગોવ્યા છે. ત્યાર પછી ગામના લેકે મુનિવર ઉપર વધારે આદર–ભક્તિવાળા થયા, તેમ જ મુનિનું આહારાદિકથી સન્માન કરનાર પ્રીતિવાળા અને ગુણપક્ષપાતી બન્યા. મુનિવરના ઉપર કન્યાએ કલંક ચડાવ્યું અને વળી તેની શુદ્ધિ કરી, તે કારણે જનકપુત્રી-સીતા પણ આ સતી છે.” એવી પ્રતીતિ લોકોને ઉત્પન્ન થઈ. બીજાનો દોષ દેખે કે સાંભળ્યો હોય, તે કદાપિ કોઈને ન કહે, તેમાં પણ જિનધર્મના અનુરાગી પુરુષ કે સ્ત્રી હોય, તેઓએ તે ખાસ ગંભીરતા રાખવી અને પારકા છતા કે અછતા દોષ પ્રગટ ન કરવા. રાગ કે દ્વેષથી જે કઈ બીજાના દોષે લોકોની પાસે પ્રગટ કરે, તે હજાર દુઃખ અનુભવત સંસારમાં પરિભ્રમણ કરે છે.” મુનિવરનું તે વચન સાંભળીને મનુષ્યો મનમાં વિસ્મય પામ્યા, સંવેગ પામેલા તેઓ વૈરમુક્ત થયા. ઘણું આત્માઓ સમ્યગ્દષ્ટિ બન્યા, તેમાં કેટલાક તે શ્રાવક થયા, વળી કેટલાક ભેગે વિષે વિરક્ત મનવાળા બનીને સાધુપણું સ્વીકારનાર થયા.
આ બાજુ કૃતાન્તવદન હજારે ભવના દુખસમૂહને સાંભળીને દીક્ષાભિમુખ પરિ. ણામવાળો થયો અને રામને કહેવા લાગ્યા કે, “હે સ્વામિ ! મારુ વચન સાંભળોહે રાઘવ! અનન્ત સંસારમાં રખડતાં રખડતાં હું હવે ઘણું જ થાકી અને કંટાળી ગયો છું. હવે તો દુઃખથી મુક્ત થવા માટે પ્રવજ્યા અંગીકાર કરીશ.” ત્યારે તેને રામ કહેવા લાગ્યા કે-“તું મારા પ્રત્યેને સ્નેહ કેવી રીતે છોડી શકીશ? તેમ જ તલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org