________________
પઉમચરિય-પૂવત્રિ
પ્રત્રજ્યા અંગીકાર કરી નિગ્રંથ–ચારિત્ર પાલન કરી, તપ સેવન કરીને કાળધર્મ પામ્ય અને માહેન્દ્ર નામના ચોથા દેવલોકમાં માટે દેવ થયે. ત્યાં પાંચે ઈન્દ્રિયોના મનહર ભેગે ભેળવીને, અનુક્રમે ઍવીને પૂર્વ વિદેહમાં અતિમને હર ક્ષેમપુરીમાં તે વિપુલવાહનની પદ્માવતી રાણીને યૌવન-લાવણ્યાદિ ગુણયુક્ત શ્રીચન્દ્ર નામના રાજપુત્રરૂપે ઉત્પન્ન થયે. પ્રિયાઓથી પરિવરેલા દગુબ્દક દેવની જેમ અનેક પ્રકારનાં સુખોને ભોગવતાં તેને કેટલો સમય પસાર થયે, તે પણ જાણતું ન હતું. કેઈક સમયે સંઘના પરિવાર–સહિત સમાધિગુપ્ત નામના મુનિવર પૃથ્વીમાં વિચરતા વિચરતા તે નગરમાં આવી પહોંચ્યા.
“ઉદ્યાનમાં મુનિવર પધારેલા છે.” એમ સાંભળીને અનેક રાજાથી પરિવારેલ તે રાજા તેમની સમક્ષ ગયે. તે મુનિને દેખીને શ્રીચંદ્રરાજા હાથી ઉપરથી નીચે ઉતર્યો અને હર્ષિત મનવાળે બની સમગ્ર પરિવાર સાથે સમાધિગુપ્ત મુનિવરને પ્રણામ કર્યા. મુનિવરના ગુણોની સ્તુતિ કરવા પૂર્વક અને આશીર્વાદ અપાએલ બીજા રાજાઓ સહિત ત્યાં બેઠે. રાજાએ ધર્મ પૂછળ્યો, એટલે સાધુએ સંક્ષેપથી ધર્મ સંભળાવ્યો કે, “આ જીવે અનાદિકાળથી અનેક યોનિમાં પરિભ્રમણ કરતાં કરતાં કર્મોના પ્રભાવથી અનેક મુશ્કેલીથી મનુષ્યપણું પ્રાપ્ત કર્યું. ઉત્તમ મનુષ્યત્વ પ્રાપ્ત કર્યું, પરંતુ વિષયસુખના
સ્વાદમાં લાલુપી બનેલ મૂઢામાં સ્ત્રીના નેહરૂપી સાંકળમાં જકડાએ પરાધીન બની જિને પદિષ્ટ ધર્મનું સેવન કરી શકતું નથી. ઈન્દ્રધનુષ, ફીણ પરપોટા, સયારાગ વગેરેની ઉપમા સરખા ક્ષણમાં નાશ પામવાના સ્વભાવવાળા મનુષ્યજન્મમાં જેઓ જિન ધર્મનું સેવન કરતા નથી, તે મૃત્યુ પામી નરકાદિક દુર્ગતિમાં જાય છે. નરક–ગતિમાં હણવાનું, દાઝવાનું, છેદાવાનું, પીલાવાનું, કપાવાનું, ભૂખ, તરસ, રોગ વગેરે મહાદનાનું દુઃખ જીવને લાંબા કાળ સુધી જોગવવું પડે છે. આંખના પલકારા જેટલો સમય પણ શાતાસુખ હોતું નથી. તિર્યંચગતિમાં દમન, બન્ધન, તાડન, તરસ, સુધા અતિભાર, ભય વગેરે અનેક દુઃખો ભોગવવાં પડે છે. મનુષ્યગતિમાં અનેક રોગ, વિયેગ, શોકથી થએલાં દુઃખે ઉત્પન્ન થાય છે. દેવલોકમાં પણ ઉત્તમ વિષયસુખો ભોગવીને ચ્યવનકાળે જીવ મહાદુઃખને અનુભવ કરે છે. ચારે ગતિરૂપ સંસારમાં રહેલા જીવને ક્યાંય પણ સુખને છાંટે નથી. જેમ અગ્નિને ઈન્જણાથી, સમુદ્રને જળથી કદાપિ તૃપ્તિ થતી નથી, તેમ આ જીવને વિપુલ પ્રમાણમાં કામની પ્રાપ્તિ થાય, તે પણ તે તૃપ્તિ પામતો નથી. જે જીવને દેવલોકનાં શ્રેષ્ઠ સુખમાં તૃપ્તિ ન થઈ તે પછી હુજન આ જીવને વિપુલ એવા કામોગોમાં તૃપ્તિ કયાંથી થાય? હે નરપતિ ! સ્વસમાન અધવ, ચલ એવા આ મનુષ્યજીવનને જાણીને દુઃખથી મુક્ત થવા માટે જિનેએ કહેલા ધર્મનું સેવન કરે. જિનેશ્વએ સાગાર અને નિરગાર એ બે પ્રકારના પ્રશસ્ત ધર્મ કહેલા છે, ગૃહસ્થને સાગારધર્મ અને સાધુઓને ઘર વગેરે રહિત અને છૂટછાટવગરને નિગાર ધર્મ કહેલ છે.
સ્થૂલ હિંસા, જૂઠ, ચોરી, પરદા રાગમન અને પરિગ્રહ એવા મોટા પાપની વિરતિ કરવી, તે શ્રાવકને અણુવ્રત ધારણ કરવા રૂપ દેશવિરતિધર્મ, આ જ મહાવ્રત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org