________________
: ૧૨ :
પઉમચરિય-પદ્મચરિત્ર
ધર્મ પ્રાપ્ત કરવા છતાં પણ હંમેશાં જેનું મન ધર્મમાં લાગતું નથી, તે મનુષ્ય ખરેખર હથેલીમાં મેળવેલા અમૃતને ઢાળી નાખે છે. અહીં કેઈ ધીર પુરુષે ભાવથી ચારિત્ર ગ્રહણ કરીને અખલિત ચારિત્રની આરાધના કરીને યાવત્ મેક્ષે ગયા. વળી કેટલાક બીજાઓએ તીર્થકર નામકર્મના કારણભૂત વીશ સ્થાનકનું સેવન કરીને ત્રણે લકને આશ્ચર્ય ઉત્પન્ન કરાવનાર અનંતસુખની પ્રાપ્તિ કરી. વળી બીજા કેઈક વિશિષ્ટ પ્રકારનું તપ કરીને અલ્પ બાકી રહેલા સંસારવાળા બે કે ત્રણ ભ પૂરા કરીને અનુસર નિર્વાણ-સુખ મેળવે છે. ઉદાર તપ કરીને, ધર્ય ધારણ કરીને, પંડિતમરણની આરાધના કરીને કેટલાક ભાવિભદ્રાત્માઓ અનુત્તર વિમાનમાં અહમિન્દ્રો થાય છે. ત્યાંથી ચ્યવેલા બલદેવ, ચક્રવર્તિની ભેગ-સમૃદ્ધિ લાંબા કાળ સુધી ભોગવી, પ્રાન્ત તેને પણ ત્યાગ કરી ધર્મ કરીને નિર્વાણ પામે છે.
કેટલાક ચારિત્રધર્મ અંગીકાર કરીને ઘર પરિષહ-ઉપસર્ગથી પરાજિત થએલા સંયમમાર્ગથી પતિત થઈને શ્રાવકધર્મના અણુવ્રતનું સેવન કરે છે. બીજા કેટલાક જિનેશ્વરનું શાસન પામીને પ્રત્યાખ્યાન કરવા પૂર્વકની નિવૃત્તિ સ્વમમાં પણ ગ્રહણ કરી શકતા નથી. કેટલાક મિથ્યાત્વ મતિમાં મુંઝાએલા શીલ વગરના, વ્રત રહિત, ઘરના આરંભમાં અને કેટલાક વિષયરસમાં લુબ્ધ મહાભયંકર સંગ્રામભૂમિમાં પ્રવેશ કરે છે. વળી કેટલાક ખેતી, વેપાર કરતા વિવિધ જીવોની વિરાધના કરીને તીવ્ર મહાવેદના આપનારી ભયંકર નરકમાં જાય છે. કેટલાક જીવ માયા–પ્રપંચ-કુટિલતા કરીને, ખોટા તેલ-માપને વેપાર કરતા ધર્મની શ્રદ્ધા ન કરતા તિર્યંચનિને પ્રાપ્ત કરે છે. સરળતા રાખનાર, ધર્મના આચાર સેવન કરનાર, પાતળા કષાયવાળા, સ્વભાવથી ભદ્રિક પરિણામવાળા, લજજા, દયા, દાક્ષિણ્ય આદિ મધ્યમ ગુણવાળા મનુષ્યજન્મ પ્રાપ્ત કરે છે.
શ્રાવકનાં આણુવ્રતે, સાધુનાં મહાવ્રત તેમ જ અજ્ઞાન–આલતપસ્યા કરનાર પરિણામના ચોગથી દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે. નિર્મલ જ્ઞાન, દર્શન અને ચારિત્રવાળ, ચરણસિત્તરી, કરણસિત્તરી આદિના અન્ય ગોમાં અખંડિત વર્તનવાળા, પિતાના દેહ વિષે પણ મમત્વ વગરના કર્મ રજને ખંખેરીને સિદ્ધિગતિ પ્રાપ્ત કરે છે. કઈ દિવસ ક્ષય ન થાય તેવા છેડા વગરના, પીડા રહિત, પરમસુખમય એવા મોક્ષને શ્રમણસિંહે આઠ કર્મને ક્ષય કરીને પ્રાપ્ત કરે છે, કર્મ–જંજીરમાં જકડાએલા છે ચારગતિ રૂપ મહાસમુદ્રમાં આમ તેમ અટવાયા કરે છે, જિનેશ્વર ભગવંતના શાસન રૂપી નાવ વગર કઈ પણ તેને પાર પામવા સમર્થ થઈ શકતો નથી. સંસાર રૂપી મહાગ્રીષ્મ ઋતુ-સમયે દુઃખ રૂપી તીવ્ર તાપની વેદનાથી તપેલા સમગ્ર જીવલેકને જિનેશ્વર ભગવંતના વચનરૂપી મેઘજળથી શાંતિનો અનુભવ થાય છે.”
–આ પ્રમાણે જિનેન્દ્રના મુખ-કમલથી નીકળેલા ધર્મનું શ્રવણ કરીને સમ્યક્ત્વની બુદ્ધિ પ્રાપ્ત કરીને તે દેવો પોતાના સ્થાને ગયા. પરિવાર સહિત શ્રેણિકરાજા પણ વીર ભગવંતને પ્રણામ કરીને કુશાગ્રનગરમાં ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org