________________
[૧૦૨] રામે કરેલ ધર્મ-શ્રવણ
: ૪ર૭ :
વાળા હોય છે. તેઓ અનુક્રમે સ્પર્શ, રસ, ગન્ધ, ચક્ષુ અને શ્રોત્ર ઈદ્રિના ઉપગવાળા અને ભેવાળા જીવો હોય છે. સ્થાવરજીવો તે પ્રકારના કહ્યા છે, સૂક્ષમ અને બાદર, વળી તે બંને પર્યાપ્તા અને અપર્યાપ્તા એવા ભેદવાળા સમજવા. જીવને જ્ઞાન અને દર્શનનો ઉપયોગ હોય છે. જ્ઞાનનો ઉપયોગ આઠ પ્રકારને અને દર્શનનો ઉપયોગ ચાર પ્રકારનો કહેલો છે, અંડાયુજ, પિતાયુજ, જરાયુજ; આ ગર્ભજ જીવોના ભેદે છે. દેવ અને નારકે ઉપપાત-જન્મવાળા છે. તેમ જ કેટલાક સંમૂછિમ જીવ હોય છે. પાંચ પ્રકારનાં શરીરો આ નામવાળાં જાણવાં, દારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કામણ-શરીર, એક એકથી આગળ આગળનાં સૂક્ષમ અને ગુણે દ્વારા આ શરીર પ્રાપ્ત થાય છે.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાલ, જવ અને પુદગલ આ છે દ્રવ્યો છે. અને તે સાત ભાંગાઓથી યુક્ત હોય છે. આ પ્રમાણે સંક્ષેપથી દ્રવ્યવિશેષ સમજાવ્યા. તે શ્રેણિક! હવે સંક્ષેપથી દ્વીપ અને સમુદ્રો કેટલા અને કેટલા પ્રમાણવાળા છે, તે કહું છું, તે સાંભળો. જંબુદ્વીપ વગેરે દ્વીપ અને લવણ વગેરે સમુદ્રો એક એકના આન્તરે આગળ આગળના કમસર બમણ બમણા માપવાળા અસંખ્યાતા દરેક શુભનામવાળા છે. સહુથી છેલે સ્વયંભૂરમણ નામનો સમુદ્ર છે અને મધ્યમાં જમ્બુદ્વીપ નામને દ્વીપ છે, તે એક લાખ જન પ્રમાણુવાળો અને મંડલાકાર આકૃતિવાળે છે. તે હીપના નાભિસ્થાનના મધ્યભાગમાં એક લાખના સવ પ્રમાણવાળો ઉંચો, દશ હજાર એજન-પ્રમાણ વિસ્તારવાળે મેરુપર્વત છે. તે મેપર્વતની દક્ષિણ અને ઉત્તરદિશા તરફ સુવર્ણ અને રત્નના પરિણામવાળા બંને પડખે કુલપર્વત છે. જેને લવણસમુદ્રનું જળ સ્પર્શ કરે છે. હિમવાનું, મહાહિમવાન, નિષધ, નીલ, રુકિમ અને શિખરી એવા નામના છ પર્વત ૭ ક્ષેત્રનો વિભાગ કરે છે. તેનાં અનુક્રમે આ નામો જાણવાં– ભરત, હેમવાનું, હરિવર્ષ, મહાવિદેહ, રણ્યક, હેરણ્યવત, ઉત્તરમાં એરવતક્ષેત્ર-એમ સાત ક્ષેત્રે જાણવાં. ગંગા નામની પ્રથમ નદી, સિધુ, રોહિતાશા, રોહતા, હરિનદી, હરિકાન્તા, શીતા, શીદા, નારીનરકાન્તા, રૂધ્યકૂલા, સુવર્ણકૂલા, રક્તા, રક્તવતી વગેરે મહાનદીએ કહેલી જાણવી. વીશ વક્ષસ્કાર પર્વતે, ચેત્રીશ રાજધાનીઓ, શાલ્મલિ અને કબૂ સહિત ઉત્તરકુરુ અને દેવકુરુઓ એ નામની અકર્મભૂમિ જાણવી. જમ્બુદ્વીપનું જેટલું પ્રમાણ છે, તેના કરતાં ધાતકીખંડ ચારગુણે વિશાળ જાણ અને તેના કરતાં બમણા પ્રમાણવાળા પુષ્કરવર દ્વીપનું અર્ધક્ષેત્ર જાણવું. પાંચ ભરત, પાંચ ઐરવત અને પાંચ મહાવિદેહ એમ પંદર કર્મભૂમિઓ અને ત્રીશ અકર્મ અર્થાત્ ભગભૂમિઓ કહેલી છે. હૈમવત, હરિવર્ષ, ઉત્તરકુરુ, દેવકુરુ, રમ્યક, હેરણ્યવત–આ ભોગભૂમિઓમાં યુગલિકો હોય છે.
તેઓનાં આયુષ્યની સ્થિતિ અને શરીર-પરિમાણ જેટલાં જેટલાં હોય છે, તે સંક્ષેપથી કહું છું, તે તમે એકાગ્ર મનથી સાંભળે. તે ભેગભૂમિઓ વિવિધ પ્રકારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org