________________
: ૪૨૦ :
પઉમચરિય-પદ્યચરિત્ર
સારાં સુન્દર વચન બેલનાર સિદ્ધાર્થે ફરી કહ્યું કે, “સુવર્ણની લગડીની જેમ અખંડિત શીલવાળી જે સીતા હશે, તો અગ્નિમાં ઉતરીને નિરુપદ્રવતાથી બહાર નીકળી જશે.” આકાશમાં રહેલા ખેચ, પૃથ્વીતલ પર રહેલા પાદચારી મનુષ્યો કહેવા લાગ્યા કે, “હે સિદ્ધાર્થ ! તમે આ વચન સુન્દર કહ્યું. ત્યાં રહેલા લોકો મોટા કંઠથી બોલવા લાગ્યા કે, “સીતા સતી છે, સતી છે. હે રામ! મહાપુરુષોની મહિલાઓ વિકૃતિ પામે નહિં.” એ પ્રમાણે સર્વ લોકે ગદગદ સ્વરે રુદન કરતા કહેવા લાગ્યા કે, “હે રાઘવ! અતિ નિય બનીને આવા કૂર કાર્યને વ્યવસાય ન કરો.” ત્યારે રામે કહ્યું કે, જે તમારામાં થડી પણ કૃપા હોય, તો તમે અતિચપળ બનીને સીતાને પરિવાદ અગર તેના માટે વિપરીત વચન ન બોલે.” ત્યાર પછી નજીક ઉભા રહેલા સેવકોને આજ્ઞા આપી કે,
ત્રણસે હાથ પ્રમાણુ સમરસ અને ઉંડી વાવડી ખાદી તૈયાર કરો. તેમાં કાલાગુરુ, ચન્દન આદિનાં કાછો એવી રીતે ભરે કે, ઉપર શિખર સમાન દેખાય અને વાવડીની ચારે બાજુ પ્રચંડ અગ્નિ શીધ્ર સળગાવો.” હે સ્વામિ! જેવી આપની આજ્ઞા” એમ કહીને સેવકવર્ગ ગયે અને આજ્ઞાનુસાર વાવડી બદાવી. ચન્દનાદિક કાણે પૂરાવ્યાં અને અગ્નિ પટાવ્ય વગેરે સર્વ કાર્યો તૈયાર કર્યા.
હે શ્રેણિક! આ જ સમયે તે રાત્રિમાં ઉદ્યાનવિષે પૂર્વભવના કોઈક વૈરીએ સકલભૂષણમુનિને ઉપસર્ગ કર્યો. પાપિણી વિદ્યુદ્રવદના નામની ભયંકર રાક્ષસીએ નીચે ઉતરીને તે મુનિવરને જે દુઃખ ઉત્પન્ન કર્યું, તે એકાગ્ર મનથી શ્રવણ કરે. વૈતાઢ્ય પર્વતની ઉત્તરશ્રેણિમાં ગુંજા-વિધાન નામના નગરમાં સિહવિક્રમ નામને શૂરવીર વિદ્યાધર રાજા તે નગરીનું રાજ્ય ભોગવતું હતું. તેને શ્રી નામની સુન્દરપત્ની હતી. સલ ભૂષણ નામને પુત્ર હતો. ઉત્તમ રૂપવન્તી આઠસો કન્યાઓ સાથે તેનાં લગ્ન થયાં. ઘણા ગુણવાળી કિરણમંડલા નામની તેની અગમહિષી હતી, તે હમશિખ નામના બીજા કુમાર સાથે અધિક મિથુન સેવન કરવાની અભિલાષા રાખતી હતી. કોઈક વખતે તેને દેખીને સકલભૂષણ અધિક કે પાયે, ત્યારે બીજી પત્નીઓએ મધુર અક્ષરોથી તેને કેશાન્ત પાઠ્યો. વળી બીજા કેઈ સમયે શયનમાં કિરણમંડલા પત્નીને હમશિખ સાથે સૂતેલી સાક્ષાત્ દેખી એટલે ગુસ્સો પામેલા રાજાએ તેને હાંકી કાઢી. સકલભૂષણ રાજા સંવેગ પામ્ય અને દીક્ષા અંગીકાર કરી. પેલી મરીને વિદ્યુવદના નામની ભયંકર રાક્ષસી થઈ. ભિક્ષા વિચરતા તે મુનિવરને હેરાન-પરેશાન કરવા માટે મહાપાપિણ તે દુષ્ટ રાક્ષસીએ હાથી બાંધવાના સ્તંભને ખોદી નાખ્યા અને તે હાથી આ મુનિને ઉપસર્ગો કરવા લાગ્યા. નિવાસ કરવાના ઘરને બાળી મૂછ્યું, ધૂળની વૃષ્ટિ કરી, માર્ગમાં ઘણાં કાંટાઓ પાથર્યા. જે મકાનમાં પ્રતિમા ગ્રહણ કરીને મુનિ કાઉસ્સગ કરતા હતા, તે ઘરની ભીંત ભાંગી નાખી. ઘરમાં ચરોએ પ્રવેશ કરીને સાધુને બાંધ્યા; ફરી બંધન છેડી નાખ્યું. મુનિએ મધ્યાહ્ન દેશ-કાળ વખતે ભિક્ષા માટે નગરમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી ભિક્ષા ગ્રહણ કરીને બહાર નીકળતાં રાક્ષસીએ સ્ત્રીરૂપમાં તે મુનિના ગળામાં હાર બાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org