________________
ઃ ૪૧૬ :
પઉમચરિય-પદ્મચરિત્ર
વાજિંત્રેના મંગલશબ્દો સંભળાવા લાગ્યા અને ઘણી વિલાસિની સ્ત્રીઓ નૃત્ય કરવા લાગી. રામે વાજંઘ અને ભામંડલને મુબારકબાદી આપી કે, તમે મારા બધુ છે. કારણ કે, કુમારોને તમે અહિં આપ્યા છે. ત્યાર પછી સાકેતપુરી શણગારીને સ્વર્ગ સરખી સજજ કરાવી. વળી ત્યાં ઘણું વાજિંત્રેના મંગલશબ્દ થવા લાગ્યા. તેમ જ નૃત્ય, નાટક અને હાવ-ભાવ–પૂર્વકના વિલાસ ઉંચી ગ્રીવાઓ કરીને વિલાસિનીઓ વિલાસ કરવા લાગી. પુત્ર સહિત રામ પુષ્પક વિમાનમાં આરૂઢ થયા, તેમ જ આભૂષણોથી અલંકૃત થએલા લક્ષમણ પણ તેમાં બેઠેલા શેભવા લાગ્યા. નગરના કિલ્લાઓ, નગરના દરવાજાઓ પર વજા ઉડતી હોય તેવા જિનભવનનાં દર્શન કરતા આ નરેન્દ્રોએ સાકેતનગરીમાં પ્રવેશ કર્યો. હાથી, ઘોડા, રથ, અને દ્ધાઓ સહિત વાજિંત્રો અને જયકારના શબ્દ ઉત્પન્ન કરતા, કેવડે દર્શન કરાતા રામ-લક્ષ્મણ અને કુમાર નગરમાગમાં જઈ રહેલા હતા. લવણ અને અંકુશના દર્શનની ઉત્કંઠાવાળી, કમળ સરખા મુખવાળી નારીઓ એકદમ મકાનના ગવાક્ષેમાં નજીક નજીક અડોઅડ ગોઠવાઈ ગઈ. અતિશય સુન્દર રૂપને ધારણ કરનાર લવણ-અંકુશનાં અધિક અધિક દર્શન કરતી યુવતીઓ પોતાનાં હાર, વલય અને આભૂષણે પડ્યાં છે કે નથી પડ્યાં? તે કુમારેને જોવાની ઉત્કંઠામાં જાણી શકી નહિં. અરે બેન! પુપોથી ભરેલા અને વેણીવાળા આ તારા મસ્તકને નીચું નમાવ, તે માર્ગમાં જતા આ લવણ-અંકુશ કુમારનાં દર્શન પામી શકું. ત્યારે સામીએ તેને પ્રત્યુત્તર આપ્યું કે, અરે નિર્ણાગિણ! તારું મન
ક્યાંય બીજે ભટકતું જણાય છે, નહિંતર હે ચંચળ અને ચપળ સ્વભાવવાળી ! આટલી વિશાળ વચ્ચે જગ્યા હોવા છતાં તે કુમારને કેમ ન દેખી શકે? હે લજજાવગરની! યૌવનના મદથી ગર્વિત બનીને તારા સ્તનયુગલોથી મને દાબી ન” નાખ. ત્યારે બીજી નમ્રતાથી કહેવા લાગી કે, “હે બહેન ! તું મારા પર શેષ ન કર, કારણ કે, કૌતુક જોવાનું કુતુહળ તે દરેકને સમાન હોય છે” બીજી કઈ બીજીને દબાવીને અંદર પેસી જાય છે, બીજી વળી બીજીનું મસ્તક નીચું નમાવી માગમાં નજર કરે છે, વળી બીજી કેઈકને ત્યાંથી ખસેડીને ગવાક્ષમાં પોતે દાખલ થાય છે.
આ પ્રમાણે નગરની નારીઓ લવણ અને અંકુશનાં રૂપ જોવાના કૌતુક મનવાળી સ્ત્રીઓએ સામટો કેલાહલ કરીને સર્વે ભવનના ગવાક્ષેને ઘાંઘાટવાળા કરી નાખ્યા. અષ્ટમીના ચન્દ્ર સરખા ભાલતલવાળાં આભૂષણોથી અલંકૃત લવણ-અંકુશ બંને કુમારે રામની બાજુમાં બેઠા. ‘સિન્દરવણું સમાન રંગવાળા વસ્ત્રોવાળે આ લવણકુમાર છે, તેમાં શંકા નથી; જ્યારે શુકના પિચ્છ સમાન વર્ણવાળો રેશમી દિવ્ય વસ્ત્ર પહેરેલ. અંકુશકુમાર છે. અનેક વિશાલગુણોવાળા જેના આ પુત્ર છે, તે જનકપુત્રી ખરેખર ધન્ય છે. જે કેઈએ અતિશય પુણ્ય કર્યા હશે, તે જ કન્યાઓ આને વરશે.” કઈ નારી આવતા શત્રુઘને, તે બીજી વાનરાધિપતિ સુગ્રીવને, ત્રીજી વળી હનુમાનને, ચાથી ભામંડલ બેચરને દેખતી હતી. કેઈ ત્રિકૂટ-સ્વામીને, કેઈક વિરાધિત, નલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org