________________
ઃ ૪૧૪ :
પહેમચરિય-પદ્મચરિત્ર
તીક્ષણ બાણથી અત્યન્ત ઘાયલ કરી જર્જરિત શરીરવાળા કર્યા છે. અશ્વો નિદ્રાધીન થએલા હતા, ત્યારે લેહી વહેતા શરીરવાળા કરી નાખ્યા છે. જેમાં સેંકડો ચાબૂકે કે કરતાડન કરવાથી પણ રથ ખેંચી શકતા નથી. હે રાઘવ! શત્રુએ અતિશય બારીક અણીદાર બાણે મારી આ ભુજાઓ પણ કદંબપુષ્પ સરખી લાલવર્ણવાળી લોહી વહેતી કરી નાખી છે, તેને આપ જુઓ. ત્યાર પછી રામે કૃતાન્ત સારથીને કહ્યું કે, વજાવત નામના મારા ધનુષરત્નને અત્યન્ત શિથિલ અને હળ તથા મુશલને પણ પ્રતાપ વગરનું બનાવી નાખ્યું છે. રક્ષણ કરનારા યક્ષો શત્રુપક્ષને ક્ષય કરનારાં દિવ્ય અસ્ત્ર અને મારા તમામ શોની અવસ્થા અત્યારે નાકામિયાબ બની ગઈ છે. હે શ્રેણિક! જે પ્રમાણે રામના હાથ નિરર્થક બની ગયા છે, તે જ પ્રમાણે યુદ્ધમાં લક્ષમણની અવસ્થા વધારે નકામી થએલી છે. આ કુમારે દેવતાઓને પણ બાંધી લીધા છે–એમ જાણીને રણભૂમિમાં કુમાર સાથે રામ અને લક્ષ્મણ હવે માત્ર દેખાવ ખાતર નિરપેક્ષપણે નિરુત્સાહથી લડતા હતા.
રામે હસ્તથી છડેલા બાણને લવણ સામે ઘણાં બાણે ફેંકીને છેદી નાખતે હતે, એ જ પ્રમાણે સંપૂર્ણ બલવાળો અંકુશકુમાર પણ લક્ષમણનાં બાણોને તેવી જ રીતે પ્રતિકાર કરતે હતે. એટલામાં અંકુશે લક્ષમણને એવું આકરું બાણ માર્યું કે, તે તરત મૂચ્છ પામ્યા, એટલે તરત વિરાધિત તેને રથમાં બેસાડીને કેશલા તરફ લઈ ગયા. લક્ષ્મણ સ્વસ્થ થયા અને ભાનમાં આવ્યા, એટલે વિરાધિત સારથિને કહેવા લાગ્યા કે, “રથને ઉલટા માર્ગે ન ચલાવ, જલ્દી શત્રુસુભટો સન્મુખ રથ હંકાર. ચાહે તેટલા બાણથી શરીર ભરાઈ ગયું હોય, તે પણ યુદ્ધમાં શૂરવીર સન્મુખ રહેલા સુભટનું મરણ પ્રશંસવા લાયક ગણાય છે, પરંતુ આમ પૂઠ બતાવવી ગ્ય ન ગણાય. દે અને મનુષ્યની વચ્ચે પરમપદ પામેલા મહાપુરુષ પ્રશંસાયા છે, તે રણભૂમિમાં તેવા નરસિંહ કાયરભાવ કેવી રીતે પામે? હું દશરથ રાજાને પુત્ર અને રામનો ભ્રાતા છું, ત્રણે ભુવનમાં પરાક્રમી પણાને યશ મેળવેલ છે, તે તેવાએ આ પ્રમાણે ડરીને, પીઠ ફેરવીને નગરમાં ચાલ્યા જવું ઉચિત ન ગણાય.” એમ કહીને પવન સરખા વેગવાળા રથને યુદ્ધભૂમિ તરફ પાછો વાળ્યો અને ફરી પણ સુભટ સાથે અતિભયંકર યુદ્ધ ચાલ્યું. આ સમયે લક્ષમણે અમેઘ હજાર વાલાઓથી યુક્ત, ત્રણે લોકને ભય ઉત્પન્ન કરનાર ચકરત્ન અંકુશ ઉપર છેડયું. વિકસિત પ્રભાવવાળું ચક્ર અંકુશની નજીકમાં એકદમ ગયું અને ફરી પાછું લક્ષમણના હાથ ઉપર પાછું આવી ગયું. ફરી ફરી તે ચક્ર લક્ષમણે રોષપૂર્વક ફેંકયું, તે પણ પવન સરખા વેગથી નિષ્ફળ બની પાછું ફર્યું. આ સમયે અંકુશે હર્ષપૂર્વક ધનુષ અફાળ્યું અને યુદ્ધમાં લમણને કહ્યું કે, આવી જાવ, સામા આવી ઉભા રહે, ઉભા રહો.”
રણાંગણમાં આ પ્રકારે નિષ્ફળતા પામેલા લક્ષમણને જોઈને વિસ્મય પામેલા મનવાળા સમર્થ સુભટે પણ બોલવા લાગ્યા કે, આમ વિપરીત કેમ બન્યું? શું લમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org