________________
પઉમચરિય–પદ્મચરિત્ર શશિચૂલા નામની સુન્દર કન્યા બત્રીશ કુમારિકાઓ સાથે વિવાહ કર્યો. વાઘ રાજાની એવી ઈચ્છા હતી કે, વિવાહનું મંગલલગ્ન તે બંને કુમારનું મારે સાથે જ જેવું છે, તેથી બીજા કુમારને અનુરૂપ રૂપવાળી કન્યા શોધી કાઢું વિચારતાં યાદ આવ્યું કે, પૃથ્વીપુરમાં અમૃતમતીની કુક્ષિથી ઉત્પન્ન થએલી પૃથુ રાજાની કનકમાલા નામની પુત્રી છે. રાજાએ તરત જ તેના માટે જલદી દૂત મોકલે, તે નગરમાં પહોંચીને ત્યાં રાજાને મળ્યો. રાજાએ દૂતનું યેગ્ય સન્માન કર્યું. દૂતે જણાવ્યું કે, “હે મહાયશ! વાસંઘ રાજાએ આપની પુત્રીની માગણ માટે મને આપની પાસે મોકલ્યા છે. ત્યારે પૃથુરાજાએ દૂતને કહ્યું કે, “અરે દૂત! વરને પ્રથમ ગુણ એ જેવાય છે કે, તે કયા કુલ અને વંશનો છે? એ જાણ્યા પછી કન્યા અપાય. કુલ-વંશ જાણ્યા વગરના પુત્રને હું કેવી રીતે કન્યા આપી શકું? હે દૂત! આ પ્રમાણે માગણી કરનાર તને શિક્ષા કરવી જોઈએ. બીજે ગમે તેમ કહેવરાવે, તે સર્વ નિભાવી લઈ શકાય નહિ.” આ પ્રમાણે નિષ્ફર વાણીથી રાજાએ દૂતને તિરસ્કાર કર્યો, એટલે તેણે વજાજંઘ રાજા પાસે જઈને સર્વ સ્પષ્ટ હકીકત જણાવી.
તે કહેલ વચન સાંભળીને વાજંઘ રાજા સિન્યસહિત પૃથ્વીપુરના દેશ તરફ ગયે અને તે દેશને વિનાશ કરવા લાગ્યા. પૃથુરાજાના દેશનો વિનાશ થતો દેખીને વ્યાઘરથ નામનો રાજા કે પાયમાન થયો અને સંગ્રામ કરતા કરતા વજબંઘ રાજાએ તેને પકડી લીધે. વ્યાઘરથ કેદ પકડાયો અને દેશને ભંગ અને વિનાશ થયે જાણી પૃથુ રાજાએ પોતાના મિત્ર ઉપર લેખ મોકલ્યા. લેખને ભાવાર્થ જાણીને મહાત્મા પિતનાધિપતિ ઘણું સૈન્ય–પરિવાર સાથે મિત્રના સહાયકાર્ય માટે આવી પહોંચે. તેટલામાં વાજંઘ રાજાએ પણ તરત પુંડરીકપુરમાં પોતાના પુત્ર પર એક લેખવાહક મોકલ્યો. હવે વાજઘરાજાના સિંહ સરખા કુમારપુત્રએ પિતાની આજ્ઞા અંગીકાર કરીને પોતાના નગરમાં યુદ્ધમાં જવા માટેની તૈયારી કરવાની ભેરી વગડાવી. એટલે પુંડરીક પુરમાં અતિશય મોટાં વાજિંત્ર અને સુભટને કોલાહલ ઉછળ્યો. પહેલાં કઈ વખત ન સાંભળેલ એવા ભેરીના સંગ્રામસૂચક શબ્દ સાંભળીને પાસે રહેલા લવણ અને અંકુશ પૂછવા લાગ્યા કે, “આ શું છે? લવણ અને અંકુશ આ નિમિત્ત સહિત સંગ્રામને વૃત્તાન્ત સાંભળીને યુદ્ધમાં જવાના મનવાળા તૈયારી કરવા લાગ્યા. વાજઘના પુત્રોએ રોકવા છતાં પણ જવાની અધિક અભિલાષાવાળા તે પુત્રને સીતા કહેવા લાગી કે, “હે પુત્ર! હજુ તમે બાળક છે, યુદ્ધ કરવા માટે હજુ તમે પરિપકવ થયા નથી. હે વત્સ ! અશ્વોના વન્સ અતિમોટા રથની ધુરાને ધારણ કરવા માટે જોડી શકાતા નથી, તેમ તમે હજુ તે જોવા માટે પણ સમર્થ નથી.” તેઓએ સીતાને પ્રત્યુત્તર આપ્યું કે, “હે માતાજી! આવું દીનવચન કેમ બોલે છે? આ પૃથ્વી તે જે વીરપુરુષ હોય, તેને ભેગવવા લાયક છે. શું આ પૃથ્વી વૃદ્ધો ભેગવવાના છે? આ પ્રમાણે પુત્રને સ્વભાવ જાણીને સીતાએ પુત્રને આશીર્વાદ આપતાં કહ્યું કે-આ સુભટના સંગ્રામમાં તમે રાજાને યોગ્ય યશની પ્રાપ્તિ કરો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org