________________
[૫] સીતાને મળેલું આશ્વાસન
: ૩૯૯ : તપી રહેલું છે. આ જિનેશ્વરમાં તને જન્મસ્થાનકો જણાવ્યાં. હે પ્રિયે! તું આ કલ્યાણક સ્થાનને તથા બીજા પણ તેવાં અતિશયવાળાં તીર્થોને ભાવથી પ્રણામ કર. પુષ્પકવિમાનમાં આરૂઢ થઈને મારી સાથે મેરુપર્વત ઉપર રહેલા દિવ્ય સિદ્ધાયતોને
ત્યાં જઈને પ્રણામ કરજે. અહીં જે પૃથ્વીતલ વિષે શાશ્વતાં અને અશાશ્વતાં જિનચિત્યે હોય, તેને વન્દન કરીને ફરી પાછા આપણી નગરીમાં આવી જઈશું. આ જિનચન્દ્રોને ભાવથી કરેલો એક નમસ્કાર જીવને સજજડ પાપના સંગના યોગથી મુક્ત કરાવે છે. આ પ્રમાણે પ્રિયતમવડે કહેવાએલી સુન્દર મનવાળી હું જિનચેત્યાનાં દર્શનને હંમેશાં ચિંતવન કરતી રહેલી હતી. જિનવરનાં ચને વંદન કરવાના ઉત્સુકમનવાળા મારી સાથે ચાલવા માટે પતિની સાથે મારા વાર્તાલાપ ચાલતા હતા, તે સમયે ઓચિંતા આવા લેકે તરફના મારા માટેના ખોટા સમાચાર સાંભળવામાં આવ્યા. અપવાદથી ભય પામેલા મારા પતિએ ચિન્તવ્યું કે, લોકે સ્વભાવથી કુટિલ છે, આ સિવાય તેઓને સંતોષ થશે નહિં. માટે આ સીતાને અરણ્યમાં લઈ જઈને ત્યાં તેને ત્યાગ કરે, આમ કરવાથી મારા યશને અહીં એક ક્ષણ માટે પણ વાંધે નહિં આવે. હે નરાધિપ! લોકોના અપવાદથી ભય પામેલા રામે દેષરહિત હોવા છતાં પણ નિર્ભાગી મારો અરણ્યમાં ત્યાગ કરા. લેકમાં ઉત્તમકુળમાં ઉત્પન્ન થએલા ક્ષત્રિય પુરુષ, ઘણું શાસ્ત્રના પંડિત, ધર્મની મર્યાદા સમજનારને માટે આમ કરવું રોગ્ય ન ગણાય.”
આટલે વૃત્તાન્ત કહ્યા પછી માનસિક દુખાગ્નિથી જળી રહેલી જનકપુત્રી સીતા કરુણ શબ્દના વિલાપ કરતી રુદન કરવા લાગી. સીતાને રોતી દેખીને કરુણહદયવાળા આશ્વાસન આપવામાં ઘણા જ કુશળ રાજા આવાં વચને કહેવા લાગ્ય–
જિનશાસનની તીવભક્તિવાળી હે સીતા ! તું રુદન ન કર. દુઃખના ઉદયમાં આમ આધ્યાન કરવા કેમ તૈયાર થાય છે? અથવા તે આ લોકની સ્થિતિ જ આ પ્રમાણે નિયત થએલી છે કે, “અશરણ પરાધીન એવાં કર્મોની સ્થિતિ જ વિચિત્ર પ્રકારની છે. શું તે સાધુઓ પાસે સાંભળ્યું નથી કે, ધર્મ વગરને પિતાના કર્મથી પ્રતિબદ્ધ થએલે જીવ સંસાર-અટવીમાં દુઃખથી અટવાયા કરે છે. આ સંસારમાં અનાદિથી આ જીવ અનેક પ્રકારના સંગ અને વિગ પામ્યા કરે છે અને તેમાં અનેક પ્રકારનાં સુખ અને દુઃખ ઉત્પન્ન થયા કરે છે. જળમાં અને સ્થળમાં પિતાનાં કર્મના વિફરવાના કારણે ઘવાતે એ જીવ તિર્યંચભવમાં ભૂખ, તરસ આદિ અનેક દુખે ભેગવનારો થયો હતો. આ જીવે મનુષ્યગતિમાં પણ વિરહ, કલંક, તર્જન, તિરસ્કાર, રેગ, શાક વગેરે ભયંકર દુઃખોને અનુભવ કર્યો. દેવભવમાં પણ પૂર્વભવમાં કરેલા અજ્ઞાન અને કુત્સિત તપના પ્રભાવે મેળવેલાં અલ્પસુખ અને બીજાએ સુન્દર તપ કરીને મેળવેલા, મહાદેવકના વિભવો આ બેની સરખામણ અનુભવતા અને વિશેષ પ્રકારે ચ્યવનસમયે તેઓ પારાવાર દુઃખાનુભવ કરે છે. નરકગતિમાં ઉત્પન્ન થએલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org