________________
૩૯૬ :
પઉમચરિય-પદ્ધચરિત્ર
હતી, ત્યારે વીણાના સુંદર સંગીતથી જાગતી હતી, તે જ હું અત્યારે પુણ્યને ક્ષય થવાના કારણે શિયાળ, સિંહ, વ્યાવ્ર આદિ ભયંકર જાનવરોના સંભળાતા શબ્દવાળી મહાઇટવીમાં સંકટરૂપી મહાસમુદ્રમાં પડેલી અહિં રહેલી છું. અત્યારે હવે હું શું કરું? કઈ દિશા તરફ જાઉં? અહિં કઈ જગે પર વાસ કરું! આવા ભયંકર ઉત્પન્ન થએલા દુઃખ-સમયમાં અહિં કેનું શરણું લઉં? હે ઘણું ગુણેના નિધાન રામદેવ! હે લક્ષ્મણ ! તમે મને કેમ યાદ કરતા નથી? હે પિતાજી! આવા જંગલમાં હું આવી પડી છું, તે તમે તો જાણતા જ ક્યાંથી હે. વિદ્યારપાર્થિવરાજા! ભામંડલ! તારી પાપિણી બેન આ અરણ્યમાં શેકસમુદ્રમાં ડૂબી ગઈ છે, તે તું મને કેમ સંભારતે નથી? અથવા તે આ અરણ્યમાં આવા નિરર્થક વિલાપ કરવાથી લાભ? મેં પૂર્વે જે કર્મો કર્યા છે, તે આ જન્મમાં મારે ભોગવવાં જ જોઈએ.”
આ પ્રમાણે જનકપુત્રી જ્યારે તે વનમાં વિલાપ કરતી રહેલી હતી, ત્યારે ઘણા સૈન્ય પરિવાર–સહિત વાઘ નામને રાજા પ્રથમ ત્યાં આવી પહોંચ્યો.
પુંડરીક નગરને અધિપતિ હાથીને પકડવા માટે અરણ્યમાં આવેલ હતો, તે હાથીને પકડીને સિન્યપરિવાર-સહિત નગરમાં પાછો ફરતો હતો. તેમાં જેમણે હથિચારો અને બખ્તરો પહેરેલાં હતાં, તેવા આગળ રહેલા સૈનિકોએ રુદનને શબ્દ સાંભળ્યો, એટલે તરત જ ક્ષેભ પામેલા તેઓ વિચારવા લાગ્યા. હાથી, વરાહ, શરમ, સિંહ, પાડા, ચમરી ગાય, વિવિધ જાતિનાં હરણે વગેરેથી સેવિત આ અટવીમાં કઈ દુઃખી સ્ત્રી રડે છે, તેને અતિકરુણ વિલાપ અહિં સંભળાય છે. શું કોઈ દેવકન્યાને ઈન્દ્ર શાપ આપ્યો હશે કે, જેથી પૃથ્વીતલમાં પડી હશે? અથવા તો કામદેવ રતિ ઉપર કોપાયમાન થયા હશે, જેથી અહિં ઉતરી પડી હશે? આવા આવા તર્ક-વિતર્ક મનવાળા તે સૈનિકે નગર તરફ જતા નથી, ભયથી ઉદ્વેગ પામેલા તે સર્વે વ્યગ્ર બનીને ત્યાં ઉભા રહ્યા.
આવા પ્રકારના તે વનમાં મોટું સિન્ય સ્ત્રીને કરુણ વિલાપસ્વર સાંભળીને ઉત્પન્ન થએલ ભયવાળું ચંચળનેત્રયુક્ત વિખ્યાતયશવાળું અને વિમલ હોવા છતાં પણ કાઈ ગયું. (૧૦૮) પચરિત વિષે સીતાનું નિર્વાસન–વિધાન” નામના ચારાણમા પર્વને
આ. શ્રીહેમસાગરસૂરિએ કરેલ ગૂજરાનુવાદ પૂર્ણ થયો. [૯]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org