________________
પઉમચરિય--પદ્મચરિત્ર
ભાગમાં મરકત-માણિક્ય રત્નથી કરેલી સજાવટના કારણે તેનાં રંગબેરંગી કિરણા શાભતાં હતાં. તથા અગુરુ, તુરુષ્ક અને ચંદનની સુગંધી આખા નગરમાં ફેલાતી હતી.
: ૮ :
વળી ચૈત્ય-મદિરાથી રમણીય, બાગ બગીચા ઉદ્યાનાથી સમૃદ્ધ, તથા સેંકડો સાવરા, વાવડીઓ, જળાશયા, થારા, ખેતરાથી અતિ મનેાહર અને દર્શનીય હતું. ત્યાં ચાક, ચારા, પ્રેક્ષણગૃહે વિશાળ હતાં અને મધુર શબ્દોવાળાં સ’ગીતા સંભળાતાં હતાં, ત્યાં વિદ્વાન પંડિતજના અનેક હતા, તેમજ નિષ્કલંક ચરિત્રવાળા લેાકેાના સા ઘણા હતા. આ નગરની કેટલી પ્રશંસા કરવી ? હજારા ગુણાનું નિવાસસ્થાન હતુ, જાણે અમરપુરીની ઘેાભા લઇને જ નિર્માણ કર્યું... હાય, તેવું અપૂર્વ શેાલાવાળું હતું. શ્રેણિક રાજાનુ વણ ન
આવા પ્રકારના નગરમાં રાજાને ઉચિત ગુણવાળા, પ્રત્યક્ષ કુબેર જેવા શ્રેણિક નામના રાજા રહેતા હતા. ભમરા સરખા શ્યામ અને ચળકાટવાળા તેના કેશ હતા, તેના મુખની શાભા ખીલેલા સુન્દર પદ્મકમળ જેવી હતી, તેના ખભા ઘણા મજભૂત અને કઠિન હતા, બંને બાહુ લાંબા, ઉન્નત, સ્થૂલ હતા, વક્ષસ્થલ વિશાળ અને ઉન્નત હતુ, કમ્મરના મધ્યપ્રદેશ મનહર અને હસ્તતલથી પકડી શકાય તેવા પાતળા હતા, કટિતટ સિંહની જેવા હતા, જઘા હાથીની સૂંઢથી પણ અધિક સુ ંદર હતી, ચરણુ કાચમાં સરખા મનેાહર હતા, જે સુવણ પર્વતની જેમ તેજસ્વી હતા, વદન ચંદ્રની જેમ સૌમ્ય અને આહ્લાદક હતુ, તેમજ સમુદ્ર સરખા ગંભીર હૃદયવાળા હતા. રાજનીતિ આદિ કાઈ પણ જ્ઞાન કે વિજ્ઞાન ન હતું, કે તે જાણુતા ન હેાય. સમ્યક્ત્વથી નિર્મળ થએલી બુદ્ધિવાળા તે રાજા નિરંતર ગુરુ અને દેવની પૂજા કરવા માટે તત્પર રહેતા હતા. વિવિધ કળા, કાવ્ય, અલંકારાદિ આગમાદિ શાસ્ત્રો જાણનાર પંડિત લાંખા કાળ સુધી તેના ગુણાનું વર્ણન કરે, તેા પણ તેના છેડા ન પામી શકે તેવા શ્રેણિક રાજા હતા.
મહાવીર ભગવંતનું ચરિત
આ જ ભરતક્ષેત્રમાં ગુણ અને સમૃદ્ધિવાળા કુંડગ્રામ નામના નગરમાં રાજાએ વિષે વૃષભ સમાન સિદ્ધાર્થ નામના રાજા હતા. તેને ઘણા ગુણયુક્ત તથા સુંદરરૂપવાળી ત્રિશલા નામની રાણી હતી, તે રાણીના ગભ માં પાછલા છેલ્લા દિવસેામાં જિનેશ્વરના જીવ (કાઈ પ્રકારે) આવ્યેા. આસન-કપ થવાથી જિનેશ્વર ઉત્પન્ન થયા-તેમ જાણીને હ થી રામાંચિત થએલા દેહવાળા દેવતાઓ તે નગરમાં આવીને સુગંધી જળવૃષ્ટિ કરીને જિનેશ્વરને લઇને મેરુ પર્વતના શિખર પર પહેાંચ્યા. પાંડુકમ્મલ-શિલા ઉપર મણિજડિત સુંદર સિંહાસન પર સ્થાપન કરીને ક્ષીરસમુદ્રના જળ ભરેલા કલશેાથી દેવાએ જન્માભિષેક કર્યાં. મહાન મેરુપર્યંતને પગના અંગુઠા માત્રથી કુતૂહલ કરતાં કપાવ્યા, તેથી સુરેન્દ્રોએ ‘ મહાવીર' નામ કર્યુ. જિનેશ્વરને નમન વંદન કરીને પછી પ્રદક્ષિણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org