________________
: ૩૮૬ :
પઉમચરિય-પદ્મચરિત્ર
નામના પુત્ર હતા. પૃથ્વીના તિલક સમાન એવા તિલક નામના રૂપમતીના પુત્ર હતા, કલ્યાણમાલિનીને શ્રેષ્ઠ રૂપવાળા મોંગલનિલય નામના પુત્ર હતા, પદ્માવતીને વિમલપ્રભુ નામના પુત્ર હતા, વનમાલાને વિખ્યાત અર્જુનવીફ્ટ નામના પુત્ર હતા, અતિ– વીની પુત્રીને શ્રીકેશી નામના પુત્ર હતા, સકીર્તિ નામના દેવતા સરખા રૂપવાળા અભયમતીના પુત્ર હતા, મનેારમાની કુક્ષિથી ઉત્પન્ન થએલા સુપાર્શ્વ કીર્તિ નામના લક્ષ્મણુના પુત્ર હતા. લક્ષ્મણના આ સર્વે પુત્રા રૂપવાળા, ખલ, વીય અને શક્તિસપન્ન તરીકે પૃથ્વીતલમાં પ્રસિદ્ધ હતા. દેવકુમારી સરખા પરસ્પર એક બીજા ગાઢ સ્નેહાનુરાગવાળા સાકેતપુરમાં સુખાનુભવ કરતા રહેતા હતા. સર્વ રાજાઓના સર્વાં પુત્રાની સખ્યા સાડા ચાર કાટી પ્રમાણુ હતી અને મુગુટખદ્ધ રાજાએ સાળ હજાર હતા.
એ પ્રકારે ત્રણખડનું આધિપત્ય અને પ્રશસ્ત મહાસુખયુક્ત સામ્રાજ્ય મેળવીને વિમલ ઉત્તમ હાસ્ય કરતા, શ્રેષ્ઠ સુન્દરીએ વડે સેવાતા રામ અને લક્ષ્મણ પેાતાના સમય સુખમાં પસાર કરતા. હતા. (૨૬)
પદ્મચરિત વિષે ‘ રામ-લક્ષ્મણની વિભૂતિ’ દર્શાવતા એકાણુમા પૂર્વના ગૂજરાનુવાદ પૂર્ણ થયા. [૯૧]
posse
૦૦૦૦૦૦૦૦૦૦ .....
[૨] જિનપૂજાને દેહલા
કાઈક સમયે જનકપુત્રી સીતા ભવનમાં રહેલા રાજાના શયનમાં સુતેલી હતી, તે રાત્રિના છેડાના ભાગમાં તેણે સ્વગ્ન દેખ્યું. જ્યારે સૂય્યદય થયા, ત્યારે સર્વાલંકા૨થી વિભૂષિત થઇને સભામ`ડપમાં બેઠેલા પતિને પ્રણામ કરવા પૂર્વક પૂછ્યુ... કે, હું સ્વામિ ! આજે સ્વસની અંદર. અતિકેસરી રંગવાળા કેસરાયુક્ત એ સિંહ બચ્ચાએએ વિમાનમાંથી ઉતરી મારા મુખમાં પ્રવેશ કર્યાં.’ ત્યારે રામે સીતાને કહ્યુ` કે, • હે ભદ્રે ! એ સિંહા દેખ્યા, તેથી તને સુન્દર આકારવાળા બે પુત્રા નજીકના કાળમાં થશે. હું પ્રસન્ન નેત્રવાળી ! જે પુષ્પક વિમાનમાંથી નીચે પડ્યા-એ સ્વમ સુન્દર ન ગણાય, પરન્તુ ‘તે સર્વે ગ્રહેા તને સદા માટે અનુકૂલ થાઓ.' તેટલામાં નવા અંકુરા, ખાલ કિસલયે, પુષ્પ અને લેાને ઉત્પન્ન કરતા, વૃક્ષાને અલ કૃત કરતા વસન્તમાસ આવી પહેાંચ્યા. અકાલરૂપી તીક્ષ્ણ નહાર યુક્ત, મલ્લિકાનાં પુષ્પરૂપ નેત્રવાળા, અશેાકવૃક્ષના લાલપત્રરૂપી જીભવાળા, કુરબકવૃક્ષનાં પુષ્પરૂપી ભય'કર દાઢવાળા, આંખાના સુન્દર કેસર-પરાગથી અરુવણ વાળા, કુસુમની પીળાવવાળી રજરૂપ પિંજર વર્ણના અંગવાળા, અતિમુક્તલતારૂપી ઉંચા કરેલા હાથવાળા, હાથીઓને ભય દેતા, ખીજા પદ્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org