________________
[૯] મનેરમા કન્યાની પ્રાપ્તિ
: ૩૮૩ :
આ પ્રમાણે સાત મુનિઓનું આ પર્વ પ્રસન્નચિત્તથી ભાવસહિત જે શ્રવણ કરશે, તેઓ રેગરહિત અન્તરાય વગરના અને લોકોમાં વિમલ કિરણ (ચન્દ્ર) સરખા ઉજજવલ કીર્તિવાળા થશે. (૬૪)
પદ્મચરિત વિષે મથુરા–નિવેશ–વિધાન' નામના નેવાશીમા પવને
ગૂર્જરનુવાદ પૂર્ણ થયો. [૮]
[...] મનોરમા કન્યાની પ્રાપ્તિ વિતાવ્યપર્વતની દક્ષિણણિ વિષે રત્નપુર નગરમાં વિખ્યાત વિદ્યાધર રત્નરથ નામને રાજા હતા. ચન્દ્રવદના નામની તેની પ્રિયાની કુક્ષિથી ઉત્પન્ન થએલી રૂપ, ગુણ અને યૌવન ધારણ કરનાર દેવકન્યા સરખી તેને મનેરમાં નામની પુત્રી હતી. યૌવનલાવણ્ય-કાન્તિથી પરિપૂર્ણ તે કન્યાને જોઈને તેના વર માટે મંત્રીઓ સાથે રાજા મંત્રણ કરવા લાગ્યું. તેટલામાં ફરતા ફરતા નારદજી તે નગરીમાં આવી પહોંચ્યા અને આપેલા આસન પર બેસી પદાર્થના જાણેલા જ્ઞાનવાળા નારદજી રત્નરથ રાજાને કહેવા લાગ્યા કે, “દશરથ રાજાના પુત્ર રામના નાનાબંધુ પરાક્રમી લક્ષમણને તમે સાંભળ્યો નથી? આ કન્યા તેને આપવી ચોગ્ય છે.” આ વાત સાંભળીને રત્નરથના પવનવેગ વગેરે પુત્રો સ્વજનવગનો વધ યાદ કરીને ખૂબ રોષાયમાન થયા. નારદ પર તરત જ રોષે ભરાએલા પુત્રોએ પોતાના સેવકોને આજ્ઞા કરી કે, “આને શિક્ષા કરે, મારે” તે સાંભળીને ભયથી ઉદ્વેગ પામી રાષાયમાન થઈ નારદ આકાશમાં ઉડ્યા. એકદમ સાકેત નગરીમાં પહોંચીને નારદે મનેરમા સંબન્ધી સર્વ વૃત્તાન્ત લક્ષમણને કહ્યો. ચિત્રમાં આલેખેલ તે કન્યાનું રૂપ લક્ષમણને બતાવ્યું, ત્યારે જાણે જગતની તમામ સુન્દરીઓની શોભામાંથી થોડી થોડી શોભા હરણ કરીને જાણે કેમ તેનું નિર્માણ કર્યું હોય તેવી સુન્દર દેખાતી હતી. તે રૂપને દેખીને લક્ષમણુ કામદેવનાં બાણથી એકદમ વિધાર્યો અને હદયથી તેના વિચારમાં મગ્ન બનેલે અનેક પ્રકારના સંકલ્પ કરવા લાગ્યા. જે આ સ્ત્રીરત્ન ન મેળવું, તે મેળવેલું આ સમગ્ર રાજ્ય પણ નિષ્ફલ છે અને તેના વગરનું જીવવું પણ નકામું છે. રત્નરથના પુત્રનું અગ્ય વર્તન પણ નારદે લક્ષ્મણને જણાવ્યું, એટલે રેષાયમાન થઈ લમણે રાજાને બોલાવી તેના તરફ પ્રયાણ કર્યું.
હાથીઓ, રથ, ઘડાઓ અને દ્ધાઓથી પરિવરેલ વિદ્યાધરો સહિત રામ અને લક્ષમણ શીધ્ર આકાશતલમાં ઉડ્યા. તલવાર, કનક, તામર વગેરે આયુધો જેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org