________________
: ૩૮૦ :
પઉમચરિય-પદ્યચી
લલિત, ચમર અને જયમિત્ર આ નામના શ્રીનન્દ રાજાની ધારણ નામની રાણીની કુક્ષિથી ઉત્પન્ન થએલા આ સાતે રાજકુમાર દેવકુમાર સમાન મહાપુર નગરમાં ઉત્પન્ન થયાપ્રીતિકર મુનિ પાસે દેવેનું આગમન દેખીને તે સાતે પુત્રો પિતા સાથે પ્રતિબેધ પામ્યા અને સર્વે ધર્મેદ્યમી બન્યા. એક માસની વયવાળા છેલ્લા દમરત પુત્રને રાજ્ય પર સ્થાપીને પ્રીતિકર મુનિ પાસે સાતે પુત્રો સહિત રાજાએ દીક્ષા અંગીકાર કરી. કેવલજ્ઞાનના અતિશયવાળા શ્રીનન્દ મહર્ષિ કાલે કરી સિદ્ધિ પામ્યા, બાકીના સાત બધુ મુનિવર ક્રમે કરી મથુરાપુરી પહોંચ્યા. તે સમયે મેઘ વરસાવેલ જલસમૂહવાળ વર્ષાકાળ આવી પહોંચ્યા, એટલે પર્વતની તળેટીમાં સાતે સાધુઓ ચાતુર્માસ કરી સંયમયેગની સાધના કરતા હતા. તેમના પ્રભાવથી ચમરેન્દ્ર પ્રવર્તાવેલ મારી ચાલી ગઈ અને જળ સિંચાએલી પૃથ્વી નવીન ધાન્ય પાકવાથી આકર્ષક દેખાવા લાગી. સમગ્ર દેશ સહિત મથુરા નગરી રેગરહિત બની, તેમ જ શેરડીના અનેક વાઢાની પ્રચુરતાવાળા પુષ્કળ ધાન્યથી સમૃદ્ધ બની. બાર પ્રકારના તાયુક્ત તે મુનિવરે આકાશગામી હોવાથી પિતન અને વિજય વગેરે નગરમાં જઈને પારણું કરી પાછા આવતા હતા. એક વખત સાતે મુનિવરે મધ્યાહ્ન-સમયે આકાશમાગે સાકેતપુરીમાં ગયા. ધીર એવા તે મુનિવરે કમપૂર્વક ઘરે ઘરે વહેરવા જતા હતા, ત્યારે અહંદુદત્ત નામના શ્રાવકને ઘરે આવી પહોંચ્યા. અદ્દત્ત શ્રાવકે ચોમાસામાં અજાણ્યા સાધુઓ દેખવાથી ચિન્તવ્યું કે, વર્ષાકાળમાં આ સાધુએ પોતાના મૂળસ્થાનને છોડીને વિચરે છે, તે અનાચાર સેવનારા આ સાધુઓ છે. પ્રાગભાર, કેષ્ટકાદિક ઉદ્યાનમાં આ નગરીમાં જિનેશ્વરના જે સાધુએ ચાતુર્માસ રોકાયા છે, તે સર્વને તે હું જાણું છું. એષણપરિશુદ્ધ આહાર-ભિક્ષા ગ્રહણ કરીને તેમજ બીજું પણ વહોરીને જિનવરના ભવનવાળા ઉદ્યાનમાં તેઓએ પ્રવેશ કર્યો. અહંદુદત્ત શ્રાવક તે વિચારવા લાગ્યું કે, “સૂત્ર અને અર્થને ન વિચારનારા, સૂત્રથી પ્રતિકૂલ આચરણ કરનારા, ચોમાસાના અકાલમાં પણ વિહાર કરનારા છે, માટે તે સાધુઓને હું વંદન નહિં કરીશ. રસગારવના દોષના કારણે તે સાધુને તે શ્રાવકે વન્દના ન કરી, પરંતુ તેની પુત્રવધૂએ સર્વ સાધુઓને પ્રતિલાલ્યા.
ધર્મલાભ આપીને કેમે કરી તેઓ જિનભવનમાં (ઉપાશ્રયમાં) પહોંચ્યા. સ્થાનિક ચાતુર્માસ રહેલા વૃતિ શ્રમણે તેમને અભિવાદન કરી આવકાર આપ્ય, વન્દના કરી. ચાતુર્માસમાં વિહાર કરનાર હોવાથી અનાચારી ધારી દુતિમુનિના શિષ્યએ વન્દના ન કરી અને પિતાના ગુરુને કહ્યું કે, “તમે મૂઢ છે કે, આવાઓને વંદન કરે છે.' આહાર કર્યા પછી ત્યાં જિનાયતનમાં મુનિસુવ્રત સ્વામીની સુન્દર પ્રતિમાને વંદન કરી, સ્થાનિક વૃતિમુનિ સાથે વાતચીત કરવા બેઠા. સ્થાન મેંપીને તેઓ આકાશમાં ઉડીને પવન સમાન વેગવાળા સાતે મુનિઓ ક્ષણવારમાં મથુરાપુરીમાં પોતાના સ્થાને પહોંચ્યા. “ચારણ શ્રમણને દેખીને સ્થાનિક મુનિવરે અત્યન્ત વિસ્મય પામ્યા અને આવા મુનિવરેને અમે વન્દન ન કર્યું એમ પોતાના આત્માને નિન્દવા લાગ્યા. એટલામાં આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org