SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૭૪ : પઉમચરિય-પદ્યચરિત્ર કુબેરનામનું શ્રેષ્ઠ ઉદ્યાન છે. હર્ષિત ઈન્દ્ર જેમ નન્દન ઉદ્યાનમાં કીડા કરે, તેમ તે ઉદ્યાનમાં મધુરાજા સમગ્ર પરિવાર સહિત જયન્તી દેવીની સાથે કીડા કરી રહેલ છે. સર્વ રાજ્યાદિ કાર્યો છેડીને મદનાતુર મધુરાજાને તે ઉદ્યાનમાં પ્રવેશ કર્યાને આજે છઠ્ઠો દિવસ છે. સમગ્ર સિન્ય સામન્ત સહિત નગરમાંથી નીકળીને તેની પાસે ગયું છે અને શૂલ નગરમાં રહેલું છે. તે સ્વામિ! આ સુંદર યુગ થયું છે, તેવા સમયે મથુરાપુરીમાં તે આવતો હોય, ત્યારે રાત્રે નહિં પકડશે, તે બીજા કયા સમયે તમે તેને જિતી શકશે? ચર પુરુષનાં વચનથી મોટા સૈન્ય-સહિત શત્રુને દ્વારને ભંગ કરીને રાત્રે મથુરામાં પ્રવેશ કર્યો. “આ જગતમાં દશરથપુત્ર શત્રુદ્ધ જય પામી રહેલા છે, શત્રુઓને પરાભવ કરે છે. આ પ્રમાણે બન્દીજનેએ કરેલ ઉદઘોષણા નગરમાં સર્વત્ર વિસ્તાર પામી. શત્રુધ્ધ રાજાની જયઉદ્યોષણ સાંભળીને મથુરાનગરીના નગરજને ભયથી ધ્રુજવા લાગ્યા અને શું છે? શું છે?” એમ બેલતા અતિશય આકુળ-વ્યાકુળ બન્યા. શત્રુધ્ધ રાજાએ મથુરામાં પ્રવેશ કર્યો છે–એમ જાણીને કેધવાળા રાવણની જેમ તે મધુરાજા પણ ઉદ્યાનથી નીકળે, ગુસ્સ કરીને ઉદ્યાનમાંથી નગર તરફ જવા નીકળ્યો. શૂલરહિત મધુરાજા નગરમાં પ્રવેશ પામી શકતો ન હોવાથી શત્રુઘકુમારે અણધાર્યો છાપ મારીને તેને ઘેરી લીધે. હાથી, ઘોડા, રથ, પાયદલ એક બીજા પરસ્પર સામસામાં બંને પક્ષના સિન્યનું એકદમ ઉતાવળથી ફેલાએલું યુદ્ધ બરાબર જામ્યું. હાથી પર બેઠેલે હાથી પર બેઠેલા સાથે, રથિક રથવાળાની સાથે, ઘોડેસ્વાર અશ્વ પર આરૂઢ થએલા સાથે લડવા લાગ્યો. બાણ, ઝસર, મુગર એક બીજાનાં આવતાં શસ્ત્રોના સમૂહ સાથે ટકરાતા ટકરાતા તે જ ક્ષણે હજારે અગ્નિ-તણખા અને જવાલાએ ઉઠવા લાગી. આ બાજુ કૃતાન્તવદને મધુરાજાના સૈન્યને ક્ષય કરવા માટે આક્રમણ કર્યું, ત્યારે મધુના પુત્ર લવણે તેને પ્રવેશ કરતા અટકાવે. લવણ અને કૃતાન્ત એમ બંનેનું યુદ્ધ એવું પ્રવર્યું કે જેમાં તલવાર, કનક, ચક્ર, તેમર વગેરે ફેંકીને અનેકને ઘાયલ કરવામાં આવ્યા. એક બીજા હાથી, ઘોડા અને રથને વિરહ કરાવતા હતા, પરંતુ મદથી દપિત થએલા ફરી હાથી આદિ ઉપર આરૂઢ થઈ મત્સર અને ઉત્સાહથી યુદ્ધમાં ઝઝૂ મતા હતા. મધુપુત્ર લવણે કાન સુધી ખેંચેલા બાણથી કૃતાન્તવદનને બખ્તર ભેદીને વક્ષસ્થલમાં દઢપણે ઘાયલ કર્યો. કૃતાન્તવદને પણ ત્યાં આગળ પોતાની શક્તિથી દીર્ઘ કાળ સુધી યુદ્ધ કરીને લવણકુમારને ઘાયલ કર્યો. જેથી આકાશમાંથી જેમ દેવ નીચે પડે, તેમ લવણ પૃથ્વીપીઠ પર પડ્યો. પુત્રને પડેલો જાણીને મહાશક અને ક્રોધથી પ્રજવલિત અગ્નિ સરખે મધુરાજા શત્રુને પકડવા માટે એકદમ ઉભે થયે. મથુરાપુરીના સ્વામી મધુરાજાને આવતો જોઈને રણરસને ઉત્કંઠિત શત્રુન્ન એકદમ યુદ્ધમાં તેની સામે આવી ગયે. મધુરાજાએ શત્રુક્ષની ધ્વજા બાણથી છેદી નાખી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004884
Book TitlePaumchariya
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherVallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai
Publication Year1914
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy