________________
[૨] ત્રિભુવનાલંકાર હાથીના પૂર્વભવે
: ૩૬૭ :
કે, ઝેર એક વખત મૃત્યુ પમાડે છે, વિષયાબીનને અનેક જન્માન્તરોમાં મૃત્યુ પામવું પડે છે. વળી તેના વિપાકે ઘણું દુઃખ આપનાર મહાશત્રુ-સમાન છે. જે તું શકસંબન્ધ ન કરે, તે હું દીક્ષા અંગીકાર કરું.” આ પ્રમાણે શિક્ષા આપતા શ્રીવર્ધનને સાંભળીને તે સમયે મૃદુમતિ તરત જ બધિ પા. સંસારના ભયથી ઉદ્વેગ પામી તે મૃદુમતિ ચન્દ્રવદન મુનિ પાસે ગયે અને જિનેશ્વરે કહેલી પ્રત્રજ્યા તેણે અંગીકાર કરી. અતિ ઘોર તપ તપવા લાગ્યો, આગમમાં કહેલી વિધિથી શીલ-સંયમમાં ઉઘુક્ત, મેરુની જેમ ધીર ગંભીર, પ્રાસુક આહાર ગ્રહણ કરનાર ભૂમિમાં વિચરવા લાગ્યું. એક બીજા ગુણનિધિ નામના મુનિવર, જે સાધુઓમાં સિંહ સમાન હતા, દેવતાઓથી પૂજાતા હતા, તે ચોમાસાના ચાર મહિના પર્વતના શિખર ઉપર રહેલા હતા. તેને ચાર મહિનાને નિયમ પૂર્ણ થયે, એટલે આકાશમાગે તે બીજા પ્રદેશમાં ચાલ્યા ગયા. તે સમયે મૃદુમતિ મુનિ તે જ પર્વત ઉપર પહોંચી ગયો. નજીકમાં આલકનગર નામનું મનહર નગર હતું, ત્યાં સમાહિત મનવાળા લોકેવડે વન્દન કરાતા ભિક્ષા માટે પ્રવેશ કરતા હતા. લોકો વાતો કરવા લાગ્યા કે, આ પર્વતના શિખર ઉપર દેવથી પૂજાતા ઘણા ગુણોના નિવાસસ્થાનરૂપ ભય-શાક-રહિત અને ધીર એવા આ સાધુ છે. પેલા સાધુ સમજીને નગરલોકે મૃદુમતિ મુનિને સ્વાદિષ્ટ આહાર–પાણી આદિની ભક્તિ કરતા હતા. ઋદ્ધિ અને રસ-ગારવ નિમિત્તે માયા કરીને પોતે સાચી હકીકત પ્રગટ કર્યા વગર મૌનપણે ગુણપ્રશંસા સાંભળ્યા કરે છે અને આહાર-પાણી ગ્રહણ કર્યા કરે છે. “જે ચેમાસામાં પર્વત-શિખર પર મુનિવર હતા, તે તમે જ છે ને?” એમ લોકે પૂછતા હતા, ત્યારે તે વાતને ઈન્કાર કર્યા વગર માયાથી તીવ્ર રસની આસક્તિથી “તે મુનિ છું.” એમ સ્વીકારી લેતા હતા. કરેલું આ માયાશલ્ય ગુરુ પાસે ન આવ્યું, તે કારણે તે આ હાથીપણાવાળી તિર્યંચગતિનું આયુષ્યકર્મ બાંધ્યું.
પુણ્યવતી તે મૃદુમતિ મુનિ કાલ પામીને તે જ ક૯૫માં ભાગ્યને ઉત્પન્ન થયે, જ્યાં આ મનોહર દેવતા રહેતો હતો. ઘણા ભવના ઉપાર્જન કરેલા કર્મવડે મહાઋદ્ધિવાળા તે બંનેને દેવલોકમાં નિરન્તર અત્યન્ત પ્રીતિ હતી. દેવાંગના અને અપ્સરાઓની મધ્યમાં રહેલા દિવ્ય બાજુબંધ, હાર, કુંડલોથી અલંકૃત રતિસાગરમાં ડૂબી ગએલા એવા તેઓ કેટલો કાળ પસાર થયે, તે પણ જાણતા ન હતા. તે મૃદુમતિને જીવ દેવભવથી એવીને માયા કરવાના કારણે આ જ ભારતમાં શકીવનની ઝાડીમાં પર્વત પાસે હાથીપણે ઉત્પન્ન થયો. શ્યામ મેઘ અને કાળા કાજળની કાન્તિ સરખ, ક્ષોભ પામેલા સમુદ્રના સરખા ગંભીર નિર્દોષવાળા, શ્વેત દંતૂશળવાળા, પવન સરખા વેગવાળો, ઉત્તમકુળવાળો, શૂરવીર, ઐરાવણ હાથી સરખો, સ્વછંદવિહારી, શત્રુનો વિનાશ કરનાર, મનુષ્યની વાત તો બાજુ પર રાખીએ, પરંતુ મોટા મોટા ખેચરો પણ જેને પકડી ન શકે તે, વિવિધ પ્રકારના વૃક્ષેની ઘટાવાળા શિખરોમાં જુદી જુદી ક્રીડા કરતે, કમલપૂર્ણ માનસ સરોવરમાં લીલાપૂર્વક જળપાન અને સ્નાન કરવા ઉતરત
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org